SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ એવા ઘણાય શેઠીઆઓ છે કે જેને શારીરીક અને માનસીક એકેય મહેનત કરવી પડતી નથી અને લાખોની આવક ચાલુ હોય છે. એ બધું શું? કહેવુંજ પડશે કે-તીવ્ર પુણ્ય. જેમ પુણ્ય ખરૂં તેમ પાપ પણ ખરું કે નહિ? એક કુબડો છે છતાં કોટ્યાધિપતી અને એક રૂપાળો છતાં ભિખારી છે. પુણ્યના પ્રતાપથી ન ઇચ્છેલાં સુખો મળી આવે છે, તેમ પાપપ્રતાપથી ન ઇચ્છેલા દુઃખ પણ આવી મળે છે. બચ્યું નાનું હોય છતાં પાંચ ડીગ્રી તાવ આવે કે નહિ? ત્યાં “આ બીચારો એ ચાલે ? નહિ જ. આ જ રીતિએ કર્મ બંધાવનાર આત્માના ઉંધા અને ભયંકર પરિણામોનો વિચાર કરો તો નારકીના તેત્રીસ સાગરોપમ પણ બરાબર બેસી જશે. મહારંભ અને મહાપરીગ્રહ એ શું ચીજ છે? કપડાના એક ટુકડા ઉપર પણ મૂછ આવે તોએ શાસ્ત્ર તેને પરીગ્રહ કહ્યો. પાપની ક્રિયા એક ક્ષણની પણ પાપ પહેલાં અને પછીની દશા ભયંકર હોય છે. પાપ થવામાં વાર કેટલી? નહિ જેવીજ. પણ તે પાપના પરિણામ ઉત્પન્ન કરવામાં અને તેને ટકાવી રાખવામાં આગળ પાછળ અશુભ ક્રિયાઓનો ધોધમાર ચાલી રહ્યો છે, તે સમજાય તો બધુંજ સમજાય. એટલા માટે હું તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાને કહું છું. નરકની વેદના, થયેલા અશુભ પરિણામ કરતાં વધારે નથી. તેવીજ રીતે શુદ્ધ પરીણામની ધારા વધી જાય તો પુદ્ગલની-કર્મની શક્તિ નથી કે વળગી શકે. કર્મના વિપાક વખતે ગુલામ ન થાઓ તો વળગેલાં કર્મ પણ છૂટી જાય. શાસ્ત્રકારોના કથનાનુસાર જેઓ ચારે ગતિનાં સ્વરૂપને સમજયા હશે, તેઓ તો પોતાના આત્માનું હિત ગમે તેવા સંયોગોમાં પણ પોતાનું ચાલશે ત્યાંસુધી બગડવા નહિ દે. સંસારની લાલસાવાળાઓને તો આ બધી ચાલબાજી લાગશે. કેટલાકો તો કહે છે કે મહારાજની વાકચાતુરી સારી એટલે લોભાવીને સમજાવી દે છે ! તેઓ તો ઉપહાસમાં એમ કહે છે પણ જેઓ હદયથી કહેતા હોય તેઓને હું કહું છું કે કેવલ વિદ્વત્તા કે વાકચાતુરીમાંજ ન મુંઝાઓ. જે તત્વને ન વળગે તેને હુંસાચ શ્રોતા નથી માનતો. વક્તા તો ઘણાય હોય; દુનિયાના પાપ કાર્યોમાં વક્તાઓ ક્યાં ઓછા છે? એવા વક્તાઓ વાણીના બળથી ડાહ્યાઓને પણ ચક્કરમાં ચડાવી દે છે. માટે કર્મના સ્વરૂપને અને પરિણામની વિચિત્રતાને સમજો. કર્મના સ્વરૂપ, પરીણામની દશા અને મનોવૃત્તિઓને સમજાય તો ચારે ગતિનું સ્વરૂપ આપોઆપ જ સમજાય. આજુબાજુના-પહેલા અને પછીનાં પાપના પરીણામના આધારે કર્મનો બંધ છે, ક્રિયા એ તો વચ્ચેની સામાન્ય વસ્તુ છે. માટે આટલું પાપ અને ફળ આટલું કેમ ?” એમાંને એમાં ન મુંઝાઓ. સુખ પણ દેવગતિમાં એટલુંજ છે. શ્રી શ્રેણિકાદિને નર્કના આયુષ્યનો બંધ કેટલી વારમાં થયો? પાપ કરનારાઓ આયુષ્યના બંધ વખતે શુભ પરિણામ આવી જાય તો દેવાયું પણ બાંધી દે પણ પ્રથમ બાંધ્યાં એતો ભોગવવાનાંજ, શાસ્ત્ર કહે છે કે એક નવકાર મંત્ર જપતાં, દેવગુરૂને હાથ જોડીને પગે લાગતાં, સાધુની પગચંપી કરતાં, દાન દેતાં, શીલ પાળતા અને નાનો તપ વિગેરે કરતાં પણ કેવળજ્ઞાન થાય શાથી? તો કહેવું પડશે કે-પરિણામની તીવ્રતાથી. તેમ “આટલું પાપ નરકે કેમ લઇ જાય?” એવો પ્રશ્ન ન હોઈ શકે, શું પાપ કુદરતી બને છે, એમ? આર્યક્ષેત્રમાં સારા કુળમાં જન્મેલાને જ્યારે પાપની મતિ આવે ત્યારે અશુભ પરીણામનું જોર કેટલું જબ્બર આવવું જોઇએ. ભાગ્યવાનો સમજો કે-પાપનું સામ્રાજ્ય મોટું છે અને પુણ્યનું નાનું છે. પાપના સાધન વધારે છે અને પુણ્યનાં થોડાં છે. પાપની વાત કરનારા વધારે છે અને પુણ્યની વાત કરનારા થોડા છે. હિંસકોનો પાર નથી અને અહિંસક મુઠ્ઠીભર છે. સાચું બોલનારા થોડા છે અને જુનો તોટો નથી. મોક્ષમાર્ગના બતાવનારા થોડા છે અને સંસારમાં રૂલાવનારા સંખ્યાબંધ છે. બધી Page 99 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy