________________
કારણકે ગર્ભજ પર્યાપ્તા જીવો મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને ગર્ભજ અપર્યાપ્તા જીવો કરણ અપર્યાપ્તા રૂપે હોવાથી અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી માટે આ જીવોની સ્વકાય સ્થિતિ હોતી નથી.
(૨) ૫ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહ આ પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા ૧૫ જીવોને
વિષે.
શરીરની ઉંચાઇ- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત.
સ્વકાય સ્થિતિ- સાત ભવની. આ જીવો પણ પર ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધ તો પૂર્વક્રોડ વરસનું જ બાંધે છે પણ અસંખ્યાત વરસનું બાંધતા નથી માટે આઠભવ સ્વકાય સ્થિતિના હોતા નથી પણ સાતભવ પછી એક વિકલેન્દ્રિયનો ભવ, પાછા સાત ભવ પાછો એક વિકલેન્દ્રિયનો ભવ એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કરે પછી એક ભવ એકેન્દ્રિયનો પાછા સાત ભવ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યના, એકભવ વિકલેન્દ્રિયનો એમ કરતાં બે હજાર સાગરોપમ ફરે. આ રીતે કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી રખડ્યા કરે છે. જે પ્રકારે અનુબંધ બાંધેલ હોય તે પ્રમાણે ફરે છે. (૩) પાંચ ભરત, પાંચ ઐરવત કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૦ જીવોને વિષે
શરીરની ઉંચાઇ- અનિયત હોય છે. છ આરા પ્રમાણે વધઘટ બન્યા કરે છે માટે ઉત્કૃષ્ટથી ૩ ગાઉ
જઘન્ય ૨ હાથ.
આયુષ્ય- અનિયત ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ જઘન્ય અંતર્મુહૂર્ત.
સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠ ભવો હોય છે. સાત ભવો સંખ્યાતા વર્ષના થાય અને આઠમો ભવ અસંખ્યાતા વર્ષોનો થાય છે. પછી દેવલોકમાં જ જાય છે. માટે આઠ ભવો ગણાય છે. જઘન્ય આયુષ્યવાળા કે પૂર્વક્રોડ વરસના આયુવાલા જીવો ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે.
જઘન્ય અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જીવો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરે તો પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે પણ અધિક ન બાંધે માટે એ જીવોની સાતભવની સ્વકાય સ્થિતિ હોય અને મધ્યમ આયુષ્યવાળા કે પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા જીવો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરેતો ત્રણ પલ્યોપમના આયુષ્યનો બંધ કરી શકે છે. માટે સાત અથવા ૮ ભવો સ્વકાય સ્થિતિ રૂપે થઇ શકે છે.
સમૂચ્છિમ મનુષ્યો ૧૦૧ અપર્યાપ્તા હોય છે. તેઓને પાંચ પર્યાપ્તિઓ હોય છે.
(૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા પર્યાપ્તિ. આ જીવોને મન ન હોવાથી મન પર્યાપ્ત કરતાં નથી માટે છઠ્ઠી અધુરી રૂપે પણ પર્યાપ્ત હોતી નથી. અને પાંચમી ભાષા પર્યાપ્ત નિયમા અધુરી હોય છે. એટલે કે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અધુરી એ અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પૂર્ણ કર્યા પછી પરભવનું આયુષ્ય બાંધી શકે છે અને ભાષા પર્યાપ્ત શરૂ કરી મરણ પામી જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું હોય ત્યાં ઉત્પન્ન થઇ શકે છે. આ પાંચમી પર્યાપ્તિ અધુરી રહેલી હોવાથી વચન બલ નામનો નવમો પ્રાણ પણ અધુરો રહે છે પૂર્ણ થતો નથી.
૩૦ અકર્મભૂમિના ગર્ભજ અપર્યાપપ્તા અને ૫૬ અંતર દ્વીપના ગર્ભજ અપર્યાપ્તા એમ ૮૬ મનુષ્યોના
ભેદને વિષે
Page 140 of 234