________________
વિસ્તારવાળી, ઋષભકૂટ અને લવણ સમુદ્રની ખાડીઓ આ પાંચ સિવાય બધુ નાશ પામશે અને છઠ્ઠો આરો શરૂ
થશે.
(૬) દુષમા દુષમા નામનો આરો
૨૧૦૦૦ વર્ષ પ્રમાણ છે. દુઃખ દુઃખ અને દુઃખ જ છે. શરૂમાં ૨૦ વર્ષનું આયુષ્ય અને છેડે ૧૬ વર્ષનું આયુષ્ય હોય છે. શરૂમાં બે હાથની કાયા અને છેવટે ૧ હાથની કાયા હોય છે. છઠ્ઠા વર્ષે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. જીવો સખત યાતના ભોગવે છે. સૂર્ય ઉગ્રતપે છે. ચન્દ્ર અતિ શીત થાય છે. વનસ્પતિ આદિ બીલકુલ રહેતું નથી. જેથી મનુષ્યો રાત્રીના માંછલાંનું ભક્ષણ કરે છે. દિવસના મનુષ્યો બહાર રહી શકતા નથી. જેથી ગંગા અને સિંધુના કાંઠે બીલોમાં ભરાઇ રહે છે. રાતના બહાર નીકળી ગંગા સિંધુમાંથી માંછલા લઇ રેતીમાં દાટે છે અને આગલી રાત્રિના દાટેલા બહાર કાઢી ભક્ષણ કરે છે. પછી બીલોમાં ભરાઇ જાય છે. સૂર્યના તાપથી રેતી બહુ તપે છે. તે રેતીની ગરમીથી રેતીમાં દાટેલા માછલા બફાઇ જાય છે. નદીમાં પાણી પગનું તળીયું ડુબે તેટલું વહેતું રહે છે. આવી રીતે છઠ્ઠો આરો પુરો થાય છે. છઠ્ઠામાં પણ સમ્યક્ત્વનો સંભવ છે. અવસરપિણીના દશ કોટાકોટી સાગરોપમના છએ આરા પૂર્ણ થાય છે. ઉત્સરપિણી કાળ દશકોટાકોટી સાગરોપમનો શરૂ થાય છે. તે અવસરપણી કાળ કરતાં ઉલ્ટા ક્રમે શરૂ થાય છે. એટલે અવસપિણી કાળનો છઠ્ઠોઆરો તે ઉત્સરપિણી કાળનો પહેલો આરો ૨૧૦૦૦ વર્ષનો હોય છે. ફેર ફક્ત અવસરપિણીમાં ઉતરતા ભાવવાળો છ. જ્યારે ઉત્સરપિણીમાં ક્રમસર ચઢતા ભાવવાળો હોય છે.
ઉત્સરપિણી કાળનું વર્ણન
(૧) દુષમા દુષમા નામનો આરો
૨૧ હજાર વર્ષ પ્રમાણ છે. સર્વથા દુઃખ દુઃખ અને દુઃખ જ છે. તેમાં અવસરપણીના છઠ્ઠા આરાનો છેલ્લો દિવસ તે ઉત્સરપિણીના પહેલા આરાનો પહેલો દિવસ તેના જેવો ગણાય છ અને અવસરરપણી કાળના છઠ્ઠા આરાનો પહેલો દિવસ એવોજ ઉત્સરપિણીના પહેલા આરાનો છેલ્લો દિવસ ગણાય છે.
ઉત્સરપિણીનો બીજો દુષમા નામનો આરો
૨૧૦૦૦ વર્ષ પ્રમાણ છે. અવસરપણીના પાંચમા આરાજેવો આ હોય છે. આ આરાની શરૂઆતમાં શુભ પાંચ પ્રકારની વૃષ્ટિઓ થાય છે.
(૧) પુષ્કર મેઘ- તે પૃથ્વીના દાહને શમાવીને તૃપ્ત કરે છે.
(૨) ક્ષીર મેઘ- તે પૃથ્વીને શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી કરે છે.
(૩) ધૃતમેઘ- તે પૃથ્વીને સ્નિગ્ધ કરે છે.
(૪) અમૃત મેઘ- તે વનસ્પતિઓ ઔષધિઓ લતાઓ વગેરેને ઉત્પન્ન કરે છે.
(૫) રસમેઘ- તે ગાજવીજ સાથે વરસે છ અને વનસ્પતિ આદિમાં પાંચે પ્રકારના રસોને ઉત્પન્ન કરે છે.
આ પ્રમાણે પાંચ શુભવૃષ્ટિઓ થાય છે. સૂર્યનો તાપ ઓછો થાય છે. બીલમાં બીજ તરીકે રહેલા મનુષ્યો બહાર આવે છે. અને વનસ્પતિ વગેરે જોઇ ખુશ થાય છે. પૂર્વ જન્મોની સંજ્ઞાઓના અભ્યાસથી ક્રમે ક્રમે વ્યવહાર પ્રવર્તે છે. આ પ્રમાણે બીજો આરો છે.
Page 136 of 234