________________
૪૨ હજાર વર્ષ ઓછા એક કોટાકોટી સાગરોપમ કાળ માનનો હોય છે. કર્મભૂમિના ભાવ હોય છે. શરૂમાં આયુષ્ય પૂર્વકોડ વરસનું અવગાહના ૫૦૦ ધનુષની હોય છે. ક્રમસર ઘટતું જાય છે. આ આરામાં દુઃખ અને કાંઇક સુખ હોય છે. શરૂઆતમાં મહા વિદેહની વિજય જેવા ભાવ વર્તતા હોય છે. પછી ક્રમે પદાર્થોમાંથી રસ, કસ, શુભપણું વગેરે ઘટતું જાય છે. ધર્મનું સામ્રાજ્ય સારું પ્રવર્તે છે. પચાસ લાખ ક્રોડ સાગરોપમ ગયે બીજા તીર્થકર થાય છે. આ આરામાં ક્રમે ક્રમે આંતરે આંતરે ત્રેવીસ તીર્થંકરો ૧૧ ચક્રવર્તીઓ, ૯ પ્રતિ વાસુદેવો, ૯ વાસુદેવો અને ૯ બલદેવો આ રીતે ૬૧ શલાકા પુરૂષો થાય છે. તેમજ નવ નારદો અને બાર રુદ્રો થાય છે. આ આરામાં જન્મેલા જીવા પાંચમા આરામાં પણ મોક્ષમાં જઈ શકે છે. છએ સંઘયણવાળા હોય છે. સાતમી નરક સુધી અને મોક્ષમાં જનારા જીવો હોય છે. ૮૯ પખવાડીયાં બાકી રહે છેલ્લા ચોવીસમાં તીર્થકરનો મોક્ષ થાય છે. અને ૮૯ પખવાડીયે આ આરો પૂરો થાય છે.
(૫) દુષમા નામનો આરો
૨૧ હજાર વર્ષ પ્રમાણ હોય છે. શરૂઆતમાં અવગાહના ર ધનુષ અને આયુ પ્રાયે ૧૩૦ વર્ષનું કોઇકને વધુ પણ આયુષ્ય 300 વર્ષનું પણ હોય) આ આરામાં દુઃખ જ છે. ક્રમે ક્રમે જમીન આદિના રસકસી ઘટતાં જાય છે. ઉપદ્રવો વધતા જાય છે. આયુ અવગાહના ઘટતા જાય છે. કષાયો વધતા જાય છે. શરૂઆતમાં ચોથા આરામાં જન્મેલા કોઇક જીવો મોક્ષ જાય છે. આ આરામાં જન્મેલાનો મોક્ષ થતો નથી. સંઘયણો નષ્ટ થતાં જાય છે ને છેલ્લું છેવટું સંઘયણ રહે છે. એ સંઘયણવાલા ચોથા દેવલોક સુધી અને બે નરક સુધી જઈ શકે છે. ધીમે ધીમે ધર્મનો હ્રાસ થતો જાય છે. વચમાં વચમાં યુગપ્રધાનો થાય છે તે વખતે ધર્મનો પ્રકાશ કાંઇક વધે છે છતાં તે પ્રકાશ અમુક ટાઇમ રહે છે ને પાછો ક્રમસર બ્રાસ થતો જાય છે ધર્મી જીવો ઓછા થતાં જાય છે. મત મતાંતર વધતાં જાય છે. કલેશ, કંકાસ, રોગ, શોક, અનિતિ, મૃત્યુનું પ્રમાણ વગેરે અશુભની વૃધ્ધિ થતી જાય છે. ઋધ્ધિ, આયુ, સંપ, નીતિ વગેરે શુભની ક્રમસર હાની થતી જાય છે. શ્રુતજ્ઞાન પણ ક્રમસર ઘટતું જાય છે. તપ પણ ઘટતો જાય છે. છેડે બે હાથની કાયા અને વીશ વર્ષનું આયુષ્ય રહેશે. તપમાં છેવટે છઠ્ઠ રહેશે. આ પ્રમાણે ઘટતું ઘટતું છેલ્લા દિવસે એક સાધુ, એક સાધ્વી એક શ્રાવક અને એક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ રહેશે. શ્રુતજ્ઞાન દશવૈકાલિક આવશ્યક જેટલું રહેશે. આ બધું છેલ્લા દિવસે નાશ પામશે છેલ્લા દિવસના પ્રથમ પ્રહરે શ્રુતધર્મ અને આચાર્યાદિ ચતુર્વિધ સંઘ (વર્તમાન ચાલુ પાંચમા આરાના છેડે છેલ્લા યુગપ્રધાન આચાર્ય મહારાજ દુષ્પહસૂરિ થવાના છે. તેઓ બે હાથની કાયાવાળા, બાર વરસ ગૃહસ્થ પર્યાય અને આઠ વરસ ચારિત્ર પર્યાય તેમાં ચાર વરસ સામાન્ય પર્યાય અને ચાર વરસ આચાર્ય પર્યાય પાળે. ૨૦ વર્ષનું આયુષ્ય, ક્ષાયિક સમકિત સાથે જન્મેલા, દશવૈકાલિક, જીતકલ્પ, આવશ્યક, નંદી અને અનુયોગ દ્વાર આટલા શ્રતને ધારણ કરનારા ઇન્દ્રથી નમસ્કાર કરાશે. જેઓ અટ્ટમનો તપ છેલ્લો કરીને કાળધર્મ પામશે અને સૌધર્મ દેવ લોકમાં જશે. અને ધર્મનો વિચ્છેદ થશે. જ્ઞાન દશવૈકાલિક તે અષ્ટ પ્રવચન માતા જેટલું તે પણ વિચ્છેદ પામશે. મધ્યાન્હ રાજા, મંત્રી (વર્તમાન પાંચમા આરામાં વિમલવાહન રાજા અને સુધર્મ મંત્રી થવાના છે) અને રાજધર્મ વિચ્છેદ પામશે. સંધ્યાકાળે અગ્નિ વિચ્છેદ પામશે. અંતે ક્ષાર આમ્બવિષ વિષાગ્નિ અને વજમય જલની આવી વૃષ્ટિ થાય છે. ભયંકર વાયરાઓ વાય છે. જેથી ખેદાન મેદાન થઇ જાય છે. ફક્ત બીજરૂપ મનુષ્યો રહેશે તે પણ ગંગા સિન્ડ્રના કિનારે બીલોમાં છપાયેલા અંતે મનુષ્યો વૈતાઢ્ય પર્વત, ગંગા સિંધુ બે નદી ગાડાના ચીલા પ્રમાણ
Page 135 of 234