________________
બે કોટાકોટી સાગરોપમના કાળ પ્રમાણ યુગલીક ભાવો છે. શરૂમાં હિમવંત ક્ષેત્ર યુગલીક પ્રમાણે જાણવું. આ આરામાં સુખ છે પણ છેડાના કાળમાં દુઃખ પણ છે. ક્રમે ક્રમે હીન ભાવવાળું થતું જાય છે. આ આરાના ૨૩ કાળ સુધી તો પહેલા અને બીજા પ્રમાણે જ ક્રમસર હાની થતી આવે છે. પણ છેલ્લા ૧૩ ભાગમાં ક્રમનો નિયમ રહેતો નથી. અનિયમિત પણે થાય છે.
દરેક બાબતમાં ઘટાડો ઘણોજ થતો જાય છે. ત્રીજા ભાગની શરૂઆતમાં છએ સંઘયણ વાલા છએ સંસ્થાન વાલા સેંકડો ધનુષની કાયાવાલા અસંખ્ય હજાર વર્ષના આયુષ્યવાલા હોય છે. તેમજ કાળ પામીને દેવલોકમાં જાય છે. ક્રમે ક્રમે ઉંચાઇ આયુષ્ય ઘટતું જાય છે. આહારનું અંતર પણ ઘટતું જાય છે. પ્રેમ રાગ દ્વેષ ગર્વાદિ વધતા જાય છે. અપત્યપાલના પણ વધતી જાય છે. અને મરણ પામીને ચારે ગતિમાં જનારા થાય છે. સારાપણું દરેક પદાર્થોમાં ઓછું થતું જાય છે. કલ્પવૃક્ષનાં પ્રભાવો પણ ઘટતા જાય છે. જેથી યુગલિકો વૃક્ષના ફળ, ફુલ અને ઔષધિ = અનાજ ખાનારા, સંગ્રહ કરનારા, પરસ્પર વાદ કરનારા બને છે. કષાયો વધતા જાય છે.પાચન શક્તિ મંદ પડતી જાય છે. છેલ્લો પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે કુલકરો ક્રમસર થાય છે. કુલકરો સાત થાય છે. (મતાંતરે૧૫ થાય છે.) તે યુગલીકાને સાચવે છે, ઠપકા તરીકે અને શિક્ષા તરીકે હું આટલા શબ્દો કહેતાં યુગલીકો ઘણી શિક્ષા થઇ એમ માનતા અને સમજી જતાં કેટલોક કાલગએ તે શબ્દનો ભય જતાં ડબલ વખત હે હે કરીને શિક્ષા કરતાં. તેનો ભય ગયે ધીક્કાર શબ્દ કહીને શિક્ષા કરતાં. કેટલેક કાળે તેનો ભય પણ ગયો આવી રીતે થતાં યુગલીક ભાવ નષ્ટ થાય છે. કલ્પવૃક્ષો નિષ્ફળ થઈ જાય છે. આ પ્રમાણે કાળ જતાં એક ત્રુટિતાંગ = ચોરાશી લાખપૂર્વ અને નેવ્યાસી (૮૯) પખવાડીયા = ત્રણ વરસ અને સાડા આઠ માસ આ આરાના બાકી રહે છેલ્લા કુલકરને ત્યાં પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. આ તીર્થકર સંસારી અવસ્થામાં યુગલિક ભાવ નષ્ટ થએલ હોવાથી મનુષ્યોને સાચવે છે (કુલકરો બધા મધ્ય ખંડમાં જ થાય છે જેથી તીર્થકર મધ્ય ખંડને જ સાચવે છે) અગ્નિ ઉત્પન્ન થાય છે. નીતિ, શામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની કળા, શિલ્પ, રસોઇ વગેરેનું જ્ઞાન વર્ણ બંધારણ ગોત્ર આદિ પ્રવર્તાવે છે. અસિ, મસિ અને કૃષિ આદિ કર્મ પ્રવર્તે છે. ત્યારથી કર્મભૂમિ બને છે. આ વખતે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ અને ૫૦૦ ધનુષની શરીરની
વગાહના હોય છે. ઈન્દ્ર આવી રાજાપણે અભિષેક કરીને સ્થાપન કરે છે. લગ્ન કરાવી આપે છે. ત્યારથી લગ્નનો વ્યવહાર ચાલુ થાય છે. આ પ્રમાણે બધી વ્યવસ્થા થાય છે. ૮૩ લાખ પૂર્વ વર્ષ સુધી ગૃહસ્થવાસ ભોગવે છે. દીક્ષા લેવાના અવસર પહેલા એક વર્ષે લોકાંતિક દેવો આવીને ધર્મ પ્રવર્તાવો એમ વિનંતી કરે છે. ત્યારથી વાર્ષિક દાન આપવું શરૂ કરે છે. પછી શ્રમણપણું અંગીકાર કરે છે. મનઃ પર્યવજ્ઞાન તેજ વખતે થાય છે (ત્રણ જ્ઞાન તો સાથે લઈને જન્મે છે) એક હજાર વર્ષે કેવલજ્ઞાન થાય છે. ત્યારથી તીર્થકર નામકર્મનો રસોદય થાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે છે. આ આરાના ૮૯ પખવાડીયાં બાકી રહે તીર્થંકરનો મોક્ષ થાય છે. તેમના શાસનમાં એક ચક્રવર્તી થાય છે. આ બધુ મધ્યખંડમાં જ બને છે. બાકીનાં પાંચ ખંડમાં જાતિ સ્મરણાદિ મનુષ્યોથી તેમજ તે તે ક્ષેત્રોના અધિષ્ઠાયક દેવોથી લોકનીતિ પ્રવર્તે છે. ત્યાર પછી કેટલીક નીતિ તો કાળના મહાભ્યથી પોતાની મેળે પ્રવર્તે છે.
(૪) દુષમા સુષમા નામનો આરો
Page 14 of 234