________________
વેદનાઓનો ખ્યાલ કરાવ્યો . ત્યાર બાદ મનુષ્યગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા દર્શાવવા પૂર્વક એ ગતિમાં પડેલા આત્માઓનો પણ દુઃખદ દશાનો સુંદર ખ્યાલ કરાવ્યો.
પણ જેઓ એમજ માની અને મનાવી રહ્યા છે કે મનુષ્ય ગતિ તો શાસ્ત્રોમાં ઘણીજ ઉંચી મનાય છે અને એજ કારણે દશ દશ દ્રષ્ટાંતો દ્વારા એની દુર્લભતાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે માટે એવી મહત્તાને પામેલી મનુષ્યગતિમાં આવેલા આત્માઓ પણ દુઃખી છે એમ કહીને તેઓની સ્વતંત્ર પ્રવૃત્તિમાં ડખલ કરવી એ કોઇ પણ રીતિએ યોગ્ય નથી. તેઓની સાન, જો તેઓ સાણા હોય તો ઠેકાણે આવે એ ઇરાદાથી; કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, જે મનુષ્યો અનંતજ્ઞાનીઓએ જે હેતુથી મનુષ્યપણાની મહત્તા વર્ણવી છે તે હેતુને નહિ સમજી શકવાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ મનુષ્યભવને કારમી રીતિએ વેડફી રહ્યા છે. –તેઓની દુર્દશાનું દયાર્દ્ર હૃદયે શ્રી યોગશાસ્ત્રમાં કરેલું વર્ણન આપણે જોઇ રહ્યા છીએ.
એ વર્ણનમાં આપણે અનાર્ય મનુષ્યોની અનાર્યતા ના વર્ણનમાં જોઇ આવ્યા કે-અનાર્યો ત્રણ પ્રકારના હોય છે.
૧- એક તો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલાજ અનાર્યો હોય છે કે-જેઓ દેશના આચાર અને વિચારને વશ હોઇને આખાએ જીવનમાં એવી એવી પાપમય આચરણાઓ આચરે છે કે જે આચરણાઓનું વર્ણન વચનાતીત થઇ જાય છે.
અને ૨- બીજા આર્ય દેશમાં ઉત્પન્ન થવા છતાં પણ ચંડાલ અને શ્વપચ આદિ જાતિ અનાર્યો હોય છે અને તેઓ પણ જીવનભર પાપકર્મોને કરે છે અને દુઃખોને અનુભવે છે.
તથા ૩- ત્રીજા એકલા આદેશમાં જ નહિ પણ આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના કારણે અનાર્ય ગણાય છે અને એવા આત્માઓ પણ અનાર્ય ચેષ્ટાઓના દુર્ભાગ્યના પરિણામે દુ:ખ, દારિદ્રય અને દોર્ભાગ્ય આદિના દાવાનળમાં બળ્યાજ કરે છે.
આ વસ્તુ વર્ણન આપણને સમજાવે છે કે- સારામાં સારો ગણાતો એવો પણ મનુષ્યભવ, જો અનાર્ય દેશમાં, અનાર્ય જાતિમાં કે અનાર્ય આચારોની ઉપાસનામાં પડેલા આર્યવંશોમાં પણ મળી જાય તો તે કેવલ વ્યર્થજ નથી પણ એકાંતે હાનિકર છે. અનાર્યદેશ અને અનાર્યજાતિ કરતાં પણ આર્યદેશમાંજ રહેલા આર્યવંશમાં ઉત્પન્ન થઇને જેઓ અનાર્ય આચારોની ઉપાસનામાંજ અહર્નિશ મચ્યા રહે છે તેઓની દુર્દશાની તો કોઇ અવધિજ નથી. એવા આત્માઓ, સ્વપર ઉભયના માટે એવા ભયંકર અહિત કરનારા નીવડે છે. કે જેનું પરિણામ આ લોક કરતાંય પરલોક માટે ઘણુંજ કારમું, આવે છે. એવા આત્માઓ સ્વતંત્રતાના નામે પરમાત્મા અને પરમાત્માની એકાંત હિતકર આજ્ઞાની પણ સામેજ થાય છે ! વિષયવિલાસના ભૂખ્યા બનેલા એ આત્માઓ ગમે તેવાનું ગમે તેવું દાસત્વ સ્વીકારશે તેની હા; પણ તે સ્વચ્છંદી આત્માઓને એકાંત ઉપકારી આત પુરૂષોનું દાસત્વસ્વીકારવું પ્રાણાંતે પણ પસંદ નહિ પડે ! વિષયોની પેઠે એવા આત્માઓ ખુવાર થઈ જશે ! તેની હા પણ તેઓ અનંતજ્ઞાની અને પરમવીતરાગ એવા આપ્તપુરૂષોની આજ્ઞાના શરણે રહી સંતોષી જીવન જીવવાનું કદીજ પસંદ નહિ કરે ! એવા આત્માઓને ધર્મ જેવી વસ્તુ રોગી અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં કે
Page 164 of 234