SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 'सन्ति विद्यन्ते 'प्राणाः प्राणिन: 'अन्धा! चक्षुरिन्द्रियक्किला भावान्धा अपि सद्विवेकविकला: तमसि अन्धकारे नरकगत्यादौ भावान्धकारेsपि मिथ्यात्वाविरतिप्रमादकषायादिके कर्म्मविपाकापादिते व्यवस्थिता व्याख्याताः વિશ્વમાં બે પ્રકારના અંધ પ્રાણીઓ વર્તે છે-એક ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને બીજા સવિવેકથી રહિત અને એ બન્ને પ્રકારના જીવો, કર્મના વિપાકથી આપાદિત કરેલા બે પ્રકારનાએક નરકગતિ આદિ રૂપ અંધકાર અને બીજા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ રૂપ ભાવ અંધકા૨માં પણ રહેલા છે એમ અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ ફ૨માવેલું છે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે-અંધતા બે પ્રકારની છે. એક અંધતા ચક્ષુના અભાવની છે ત્યારે બીજી અંધતા સવિવેકના અભાવની છે. એકેંદ્રિય, બેઇંદ્રિય અને તેઇંદ્રિય જીવો બન્નેય પ્રકારે અંધ છે કારણકે તેઓમાં નથી ચક્ષુનો સદ્ભાવ કે નથી તો વિવેકનો સદ્ભાવ. તે સિવાયના આત્માઓમાં ચક્ષુના સદ્ભાવ હોવા છતાં પણ અપવાદ બાદ કરતાં સદ્વિવેકનો અસદ્ભાવ હોવાથી અંધતા ઠાંસી ઠાંસીને ભરી છે. દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે. આખાએ સંસારની અથડામણ એ ભાવઅંધતાને આભારી છે. એ ભાવઅંધતાના પનારે પડેલા આત્માઓ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી ચક્ષુનો પણ સદુપયાગ નથી કરી શકતા. અંધતાની માફક અંધકાર પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારનો છે અને એમાં પણ દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે. ભાવ અંધતાનું કારમું પરિણામ : દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે એમાં એક લેશ પણ શંકા નથી. ભાવઅંધતા એટલે બીજું કશુંજ નહિ પણ એક સદ્વિવેકનો અભાવજ. એ સદ્વિવેક સર્વમાં નથી હોઇ શકતો એ કારણે સદ્વિવેક જે આત્માઓમાં ન હોય તે આત્માઓએ સદ્વિવેકથી વિભૂષિત આત્માના સહવાસમાં રહેવું એમ ઉપકારીઓ ફ૨માવે છે; કારણ કે-એથી પણ આત્મા ઉન્માર્ગે જતાં અને ભાવઅંધતાના કારમા પરિણામથી બચી જાય છે. ઉપકારીઓ સદ્વિવેકરૂપી ચક્ષુની આગળ બાહ્ય ચક્ષુની કશીજ કિંમત નથી આંકતા : એજ કારણે બેય પ્રકારની સદ્વિવેકરૂપ ચક્ષુથી રહિત બનેલા આત્માઓની દયા ચિંતવે છે. એ દયા ચિંતવતાં ઉપકારીઓ ફરમાવે છે કે "एकं हि चक्षुरमलं सहजो विवेक स्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् / एतद्द्वयं भुवि न यस्य स तच्चतोडन्ध स्वस्यापमार्गचलने खलु कोडपराधः ||9||" ખરેખર એક નિર્મલ ચક્ષુ સ્વાભાવિક વિવેક છે અને બીજી નિર્મલ ચક્ષુ સદ્વિવેકથી વિભૂષિત મહા પુરૂષોની સાથે સારી રીતિએ વસવું તે છે, આ બેય પ્રકારની ભાવચક્ષુ, ભૂમિ ઉપ૨ જેને નથી તે તત્ત્વથી અંધ છે તેવો ભાવથી અંધ બનેલો આત્મા ઉન્માર્ગે ચાલે એમાં તેનો અપરાધ શો છે ? અર્થાત્ એ બેય પ્રકારની ભાવચક્ષુથી રહિત બનેલા એજ કારણે ભાવ Page 219 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy