________________
આવાં પ્રકારનાં નરક દુઃખોનું વર્ણન કયા આત્માને સંસાર ઉપર નિવેદ અને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે? કહેવુંજ પડશે કે-હરકોઇ વિવેકી આત્માને નરકગતિમાં પડેલા આત્માઓની આવી દશા અવશ્ય નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરે જ : પણ માત્ર આ સ્થળે વિચારવાનું એટલું જ છે કે-વિવેકી આત્માઓએ ડરવું શાથી? વિવેકી આત્માઓએ દુઃખથી ડરવું એ હિતકર નથી પણ દુઃખના હેતુઓથી ડરવું એ હિતકર છે કારણ કેદુઃખથી ડરવામાં દુઃખ દુર નથી થતું પણ દુઃખના હેતુથી ડરવામાંજ દુઃખ દુર થાય છે. દુઃખથી ડરનારો દુઃખથી ભાગવા ઇચ્છે છે. ત્યારે દુઃખના હેતુઓથી ડરનારો પાપથી ભાગવા ઇચ્છે છે. દુઃખથી ભાગનારો દુઃખથી ન બચ પણ પાપથી ભાગનારો અવશ્ય દુ:ખથી બચે. આ બધા હેતુઓથી આત્માઓએ દુ:ખથી નહિ ડરવું પણ દુ:ખમાં હેતુભૂત પાપોથી ડરવું જોઇએ. નરકનું આયુષ્ય બાંધે કોણ? :
આ હેતુથી હરેક પાપભીરૂએ વિચારવું જોઇએ કે-કયો આત્મા નરકનું આયુષ્ય બાંધે છે ? નરકનું આયુષ્ય કેવો આત્મા બાંધે એનું વર્ણન કરતાં પ્રકરણકાર પરમર્ષિ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથમાં ફરમાવે છે કે
“वंधड़ निरयाउ महा-रंभवरिण्गहो रुद्दो' મહા પરિગ્રહી, મહારંભી અને રૌદ્રપરિણામી આત્મા નરકના આયુષ્યનો બંધ કરે છે.' નરકના હેતુઓ:
વળી પરમોપકારી પરમર્ષિઓ- “મહારંભ, મહાપરિગ્રહ, પંચેદ્રિય જીવોનો ઘાત અને માંસનું ભક્ષણ” આ ચાર વસ્તુઓને પણ નરકના કારણ તરીકે ઓળખાવે છે.
આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે- “મહાનું આરંભ, મોટો પરિગ્રહ, પંચેદ્રિય જીવોનો વધ, માંસાહાર અને રૌદ્રપરિણામ” આ બધા નરકગતિમાં લઇ જનારા પાપો છે અર્થાત જે કોઇ વસ્તુ આત્માને રૌદ્રપરિણામી બનાવે તે સઘળીજ વસ્તુ નરકમાં લઇ જનાર પાપ તરીકે મનાય છે.
આ ઉપરથી એ વાત તદૃનજ સ્પષ્ટ થાય છે કે-નરકગતિનાં દુ:ખોથી ગભરાનારાઓએ મહારંભ આદિ મહાપાપોથી જ ગભરાવું જોઇએ અને એમાંજ સાચી આસ્તિક્તા છે. નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકના દુઃખો સાંભળીને કંપી ઉઠવું તે છતાં પણ તેમાં લઇ જનારાં પાપોથી સહજ પણ નહિ ડરવું એ કાંઇ સાચી આસ્તિક્તા નથી એટલું જ નહિ પણ એક જાતિનો દંભ છે. નરકગતિને માનનારો આત્મા, મહારંભ આદિને ખીલવનારી પ્રવૃત્તિઓમાં કદી પણ ન રાચે. નરકગતિને માનનારા આત્માઓ મહારંભ આદિ ઘોર પાપની પ્રવૃત્તિઓમાં કર્મના યોગે ફસી ગયેલા હોવા છતાં પણ અવસરે અવસરે એ આત્માઓને એ વસ્તુ ખ્યા વિના રહેજ નહિ. એવી દશા તમારી પોતાની છે કે નહિ એ વિચારો. એ વિચારશો તોજ નરકના હેતુઓથી બચી શકશો. સૂત્રકાર પરમર્ષિ તથા ટીકાકાર મહર્ષિનો પણ નરકના હેતુઓથી બચાવવાનો જ આશય છે : એ આશયને પોતાની જાત માટે સફળ કરવો એ તમારા પોતાના હાથમાં છે.
Page 115 of 234