________________
નારકીના જીવોનું વર્ણન સમાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ જીવોનું વર્ણન.
આ જીવોના મુખ્ય ત્રણ ભેદો હોય છે. (૧) જલચર (૨) સ્થલચર અને (૩) ખેચર તિર્યંચો
જલચર-જલમાં ઉત્પન્ન થાય અને જલ એટલે પાણીમાં તેમજ જમીન ઉપર જીવનારા હોય તે જલચર કહેવાય છે. જેમકે મગર, માછલા વગેરે હોય છે.
સ્થલચર- જમીન પર પેદા થનારા અને જમીન તથા પાણીમાં જીવનારા જે જીવો હોય તે સ્થલચર કહેવાય છે. એના ત્રણ ભેદો હોય છે.
(૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ અને (૩) ભૂજ પરિસર્પ.
ખેચર- આકાશમાં ઉત્પન્ન થનારા અને આકાશ તથા જમીન ઉપર જીવનારા તે ખેચર કહેવાય છે. તે રૂવાંટીની પાંખવાળા અને ચામડાની પાંખવાળા એમ બે પ્રકારે હોય છે. પક્ષી વગેરે જેવો હોય છે.
ચતુષ્પદ- ચાર પગવાળા કે એથી અધિક પગવાળા જેટલા પ્રાણીઓ હોય તે બધા ચતુષ્પદ કહેવાય છે. મોટાભાગના જીવો ચાર પગવાળા હોય છે. માટે અહીં ચતુષ્પદ તરીકે કહેલા છે. ગાય, ભેંસ, ઘોડો વગેરે.
ઉરપરિસર્પ- છાતી અને પેટેથી ચાલનારા જે જીવો હોય તે ઉરપરિસર્પ કહેવાય છે. સાપ વગેરે.
ભુજપરિસર્પ- જે ભુજાથી ચાલનારા હોય. એટલે પોતાની ભુજાને ચાલવાના ઉપયોગમાં તથા ખાવાપીવા આદિના ઉપયોગમાં પણ લઈ શકે એવા ભુજાથી ચાલનારા જે હોય તે ભુજ પરિસર્પ જીવો કહેવાય છે. જેમકે વાંદરા વગેરે.
આ રીતે કુલ પાંચ ભેદ થાય :(૧) જલચર (૨) ચતુષ્પદ (૩) ઉર ભુજપરિસર્પ (૪) ભુજ પરિસર્પ અને ખેચર જીવો.
આ પાંચ પ્રકારના જીવો સમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારના હોય છે. સમૂચ્છિમ એટલે ગર્ભ વગર પેદા થવાવાળા મટી અને પાણીના સંયોગથી અથવા કોઇ એવા એક બીજા પદાર્થોના સંયોગથી ઉત્પન્ન થતાં પંચેન્દ્રિય જીવો. તે પાંચ પ્રકારમાંથી કોઇપણ પ્રકારના પેદા થઇ શકે છે. તે સમૂચ્છિમ પચેન્દ્રિય જીવો કહેવાય છે. આ સમૂચ્છિમ જીવો મોટી કાયાવાળા અને મોટા આયુષ્યવાળા અઢી દ્વિપની બહારના ભાગમાં અસંખ્યાતા હોય છે. જેમકે છાણના ઢગલામાં વિછી પેદા થાય તેમાં સાપ પણ પેદા થાય છે. એવી જ રીતે ઉનાળાની ગરમી બાદ સૌથી પહેલા વરસાદમાં પાણી ભરાઇ જાય તેમાં માટી અને પાણીના સંયોગથી દેડકા ઉત્પન્ન થાય છે તે સમૂચ્છિમ દેડકા હોય છે.
ગર્ભથી ઉત્પન્ન થનારા જે તિર્યંચો હોય છે તે ગર્ભજ તિર્યંચ જીવો કહેવાય છે એ પણ પાંચ પ્રકારના હોય છે. આથી ૫ સમૂચ્છિમ અને ૫ ગર્ભજ = ૧૦ ભેદ થાય છે. આ ૧૦ અપર્યાપ્તા અને ૧૦ પર્યાપ્તા સાથે ૨૦ કહેવાય છે. આ વીશ ભેદો તિચ્છ લોકને વિષે અસંખ્યાતા કોટાકોટી યોજન રૂપ એક રાજ યોજનને વિષે
Page 116 of 234