________________
નિરપરાધિ ત્રસ જીવોની હિંસાથી બેદરકાર બનનારા પણ એ જીવોને થતી આપત્તિમાં નિમિત્તભૂત થતાં નથી અટકી શકતા. ગૃહવાસમાં રહેલા આત્માઓ ધારે તો પણ સ્થાવરજીવોની હિંસાથી નથી બચી શકતા પણ પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવનારા ગૃહસ્થોએ, ત્રસ જીવોની બેદરકારીથી અથવા ઉપયોગશૂન્યતાથી થઇ જતી હિંસાથી તો અવશ્ય બચી જવુંજ જોઇએ. ત્રસજીવોની એ રીતિએ થઇ જતી હિંસાથી બચવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા આચારો જેવા કે
૧- શ્રી જિનેશ્વરદેવોએ કલ્યાણ માટે ઉપદેશેલ શ્રી જિનપૂજા આદિ અનુષ્ઠાનોમાં પણ અવિધિ ન થઇ જાય તેની અને આશંસા ન આવી જાય એની પૂરતી કાળજી રાખવી.
૨- હેતુહિંસાથી ભરેલા સઘળાજ દુનિયાદારીના વ્યવહારોમાં અનુબંધ હિંસા ન થઇ જાય તેવી વૃત્તિથી વર્તવા સાથે અયતના ન થઇ જાય તેની સંપૂર્ણ કાળજી રાખવી.
અયતના ન થઇ જાય તેની કાળજી એટલે
૩- સચિત્તના ત્યાગી ન બની શકાય તો અને સચિત્તનો ઉપયોગ કરવોજ પડે તો પાણીને ગળવાનો અને પત્ર, પુષ્પ તથા ફલ આદિને બરાબર તપાસી જોવાનો પૂરેપૂરો ઉપયોગ.
૪- કૃમિઆદિથી ભરેલા મળનો ત્યાગ કરવા માટે શુદ્ધ ભૂમિની શોધ કરવા વિગેરેનો ખ્યાલ.
૫- શરીરની સેવામાં રક્ત હોવાના કારણે કારમાં ઔષધોનો ઉપયોગ ન થઇ જાય તેની સાવચેતી.
૬- ચાલતાં, બેસતાં અને સુતાં, ઉઠતાં કે અન્ય કોઇ પણ પ્રવૃત્તિ કરતાં જીવઘાત ન થઇ જાય તેની કાળજી રાખવા સાથે કઠોર ઉપકરણાદિનો ઉપયોગ ન થાય તેનો ખ્યાલ.
૭- સાતેય વ્યસનોનો ત્યાગ અને સમ્યક્ત્વ પૂર્વક અણુવ્રતાદિ વ્રતોનું સમ્યક્સેવન.
આવા આવા પ્રકારના ઉત્તમ આચારો પ્રભુ શાસનમાં વિહિત કરાયેલા છે. આવા આચારોનું અનુશીલન કરનારા આત્માઓ, જરૂર કર્મના પ્રતાપે અનેક પ્રકારની આપત્તિઓને ભોગવતા ત્રસતિર્યંચોની આપત્તિઓમાં પોતે નિમિત્તભૂત થતાં અટકી જાય છે અને તેમ થતાં અટકી જવું એ પ્રભુશાસનને પામેલા આત્માઓ માટે અત્યંત આવશ્યક છે.
એ રીતિએ પ્રથમ કર્તવ્યનું પાલન કરનાર પુણ્યશાલી આત્માઓએ અને અન્ય પણ સુખકાંક્ષી આત્માઓએ, અધમ એવી તિર્યંચગતિમાં જતાં બચી જવું હોય તો સરલહૃદયી, અશઠ અને શલ્યરહિત્ બનવું જરૂરી છે કારણ કેઃ
" तिरियाउ गूढहिअओ सढो ससल्लो' ગૂઢહૃદયી, શઠ અને શલ્યવાન્ આત્મા તિર્યંચગતિના આયુષ્યને બાંધે છે.
આ પ્રમાણે ફરમાવીને અનંત ઉપકારી પરમર્ષિઓ સ્પષ્ટપણે સમજાવે છે કે-કપટીપણું, શઠપણું, અને સશલ્યદશા એ તિર્યંચગતિમાં જવાનાં જ લક્ષણો છે.
એ કારણે
ન
જે આત્માઓ એવી અધમગતિમાં જવા ન ઇચ્છતા હોય તે આત્માઓએ કપટપ્રપંચયુક્તદશા, શઠદશા અને સશલ્યદશાથી અવશ્ય બચવું જોઇએ. સશલ્યદશા આદિથી બચવા માટે અર્થકામની લાલસા તજી અનંતજ્ઞાનીઓની આજ્ઞા, મુજબ સઘળીજ પૌદ્ગલિક લાલસાઓના ત્યાગી અને એક મુક્તિનાજ અર્થિ બનવું
Page 66 of 234