SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 'खेचरास्तित्तिरशुक-कपोतचटकादयः । श्येनसिझ्चानगृध्राधै-र्ग्रस्यन्ते मांसगृध्नुभिः ||१|| मांसलुब्धैः शाकुनिकै-र्नानोपायप्रपचतः । સંગૃહ્ય પ્રતિષ્ઠવ્યો, નાનાપેર્વિબને: ////’ 66 તિત્તિર, પોપટ, પારેવાં અને ચકલાં આદિ પંચેદ્રિય હોઇ અને આકાશમાં ચાલનારાં હોવાથી ખેચર કહેવાય છે. એ બધાં પક્ષીઓ, માંસભોજનમાં અતિશય આસક્ત એવાં શ્યુન, સિંચાન અને ગૃદ્ધ આદિ પક્ષીઓ દ્વારા પ્રસિત કરાય છે અને માંસલુબ્ધ શાકુનિકોદ્વારા નાના પ્રકારના ઉપાયોના પ્રપંચથી પકડાય છે અને નાના પ્રકારની વિડમ્બનાઓથી મરાય છે. દુઃખ, દુઃખ અને દુઃખજ - આ રીતિએ સઘળાય પ્રકારના તિર્યંચોની દુઃખદ દશાનું કંઇક વિસ્તારથી વર્ણન કર્યા બાદ તેનો ઉપસંહાર કરતાં અને કર્મવશ પડેલા એ જીવોને સર્વ બાજુથી દુઃખ શિવાય અન્ય કશું જ નથી એમ સમજાવતાં અનંત ઉપકારી અને કરૂણાના સાગર એવા એજ આચાર્ય મહારાજા દયાર્દ્ર હૃદયથી ફરમાવે છે કે " जलाग्निशस्त्रादिभवं, तिरवां सर्वत्तो भयम् । कियद् वावर्ण्यते स्वस्व-कर्मबन्धनिवन्धनम् ||१|| દુષ્કર્મના પ્રતાપે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને જલથી ભય ઉત્પન્ન થાય છે, અગ્નિથી ભય ઉત્પન્ન થાય છે અને શસ્ત્ર આદિથી ભય ઉત્પન્ન થાય છેઃ આ રીતિએ સર્વ પ્રકારથી તે બીચારાઓને ભય ઉત્પન્ન થાય છે ઃ અર્થાત્ કોઇ પણ પ્રકારે એ બીચારાઓને સુખ નથી પણ સર્વ રીતિએ કેવલ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે એ કારણે પોતપોતાના કર્મબન્ધના કારણથી ઉત્પન્ન થતા સર્વ પ્રકારના ભયનું વર્ણન કેટલું થાય ? અર્થાત્ એ જીવોને ઉત્પન્ન થતા દુઃખોનું સંપૂર્ણ વર્ણન કરવું એ શક્ય કે સહેલું નથી. બે કર્તવ્યો : આ વર્ણનનું શ્રવણ કરીને કલ્યાણના અર્થ આત્માઓએ બે કાર્ય કરવાનાં છે. એક તો કર્મપરવશ પડેલા એ આત્માઓની આપત્તિમાં નિમિત્તભૂત થતાં અટકવું જોઇએ અને બીજું એવી અધમ ગતિમાં લઇ જનારાં પાપકર્મોથી બચી જવું જોઇએ. ૧- આ વર્ણન ઉપરથી સમજી શકાય તેમ છે કે- એ જીવોને આપત્તિમાં નિમિત્તભૂત થતા અટકવા માટે શું શું કરવું જોઇએ ? ઉપયોગશૂન્યતા એ પરમ અધર્મ છે. પ્રભુશાસનમાં માનનારાઓએ પ્રભુશાસને પ્રણીત કરેલા આચારોનો ખુબ ખુબ અભ્યાસ ક૨વો જોઇએ અને એ આચારોને જીવનમાં ઉતારવાના અવિરત પ્રયત્નો કરવા જોઇએ. પ્રભુશાસનના આચારોજ એવા છે કે-જો એનું પાલન કરવામાં આવે તો સહેજે સહેજે એ જીવોને પડતાં દુઃખોમાં નિમિત્તભૂત થતાં અટકી જવાય. અર્થકામના ઉપાસકો માટે એ બનવું અશક્યજ છે. એ કારણે કહેવું પડે છે કે-અર્થકામની પ્રવૃત્તિમાં હ્રદયપૂર્વક રાચવું-માચવું અને પ્રભુશાસનમાં હોવાનો દાવો કરવો એ બની શકે તેમ નથી. નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પ પૂર્વક હિંસા કરવી અન તેને વ્યાજબી ઠરાવવા મથવું એ તો પ્રભુશાસનનો ઉઘાડોજ વિરોધ કરવા જેવું છે. એવો વિરોધ કરવાનું ભાગ્ય તો ઘોર મિથ્યાદ્રષ્ટિઓને કે જેઓ સ્વયં ઉન્માર્ગી બનવા સાથે અન્ય આત્માઓને પણ ઉન્માર્ગે ચડાવવાના પ્રયત્નો કરે છે તેઓનેજ સાંપડે. Page 65 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy