SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇએ. એ સ્થિતિ કેળવ્યા વિના કોઇજ આત્માએ આજ સુધીમાં મુક્તિપદ સાધ્યું નથી, વર્તમાનમાં સાધતો નથી અને ભવિષ્યમાં સાધશે પણ નહિ. સંસારની ચાર ગતિઓ પૈકીની બે ગતિઓની દુઃખદ દશા તો આપણે આ પરમર્ષિઓના કથનથી જાણી, પણ જે બે ગતિઓ આપણને મુંઝવી રહી છે તે મનુષ્યગતિ અને દેવગતિમાં પડેલા પણ કર્માધીન આત્માઓની કેવી દુર્દશા છે એ વસ્તુ આપણે હવે પછી એજ પરમર્ષિઓના શબ્દોમાં જોઇશું અને એ જોવાથી આપણને સમજાશે કે-સંસારની અસારતા વર્ણવવામાં ઉપકારીઓનો ઉદેશ કેવલ આપણને દુઃખમાંથી બચાવવાનો અને સુખના સાગરરૂપ મોક્ષમાં ઝીલાવવાનો જ છે. - ત્રસકાય- સુખ મેળવવાની ઇચ્છાથી અને આવેલા દુઃખને દૂર કરવાની ઇચ્છાથી એક સ્થાનેથી બીજે સ્થાને જે જીવો જઇ શકે છે તે ત્રસ જીવા કહેવાય છે. આવા જીવો નિયમા બાદર જ હોય છે. સૂક્ષ્મ હોતા જ નથી. અને આ જીવો ચૌદરાજલોક રૂપ જગતને વિષે દરેક ક્ષેત્રમાં એટલે ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર હોતા જ નથી તેઓ મર્યાદિત જગ્યામાં જ હોય છે. ચૌદરાજલોક રૂપ જગત ઉંચાઇમાં છે અને તિચ્છમાં નીચેના ભાગમાં સાત રાજ પહોળો પછી એક એક રાજ ઘટતાં ઘટતાં મધ્ય ભાગમાં એક રાજ પહોળાઇ હોય છે અને ઉર્ધ્વલોકમાં ક્રમસર વધતા વધતા ઉર્ધ્વલોકની મધ્યમાં પાંચ રાજ પહોળો અને તેનાથી ઉપર જતાં ક્રમસર ઘટતાં ઘટતાં છેક ઉપર એક રાજ પહોળો હોય છે. આ કારણોથી એક રાજ પહોળાઇ મધ્યમાં અને ઉર્ધ્વલોકમાં પ્રાપ્ત થઇ તે એક રાજ પહોળો અને ચૌદરાજ ઉંચાઈ વાળો જે વચલો એક રાજનો આખો ભાગ તેને ત્રસનાડી કહેવાય છે. આ ત્રસ નાડીમાં જ ત્રસ જીવો ઉત્પન્ન થાય અને મરણ પામી શકે છે. ત્રસ નાડીની બહાર કોઈ ત્રસ જીવો હોતા જ નથી. આથી ત્રસજીવો માત્ર ત્રસનાડીમાં જ રહેલા હોય છે અને તેઓ એક સ્થાનેથી બીજા સ્થાને હલન ચલન જે કરે છે તે માત્ર પોતાના અનુકૂળ પદાર્થોની શોધ માટે અને આવેલી પ્રતિકૂળતાના નાશ માટે કરે છે. ત્રસપણાની આ શક્તિ જીવોને પુણ્યોદયથી મળેલી હોય છે કારણકે એકેન્દ્રિયપણામાં અકામ નિર્જરા કરી દુઃખ ભોગવીને પુણ્ય ઉપાર્જન કરેલ ન હોય તો જીવને ત્રસપણું મળતું નથી આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે એકેન્દ્રિય પણામાંથી ત્રસપણામાં આવવા માટે અનંતપુણ્ય ભેગું થયેલું જોઇએ અને આવું પુણ્ય એકેન્દ્રિયપણાના જીવોની સંખ્યા કરતાં અનંતમા ભાગ જેટલા જીવો જ આ પુણ્ય બાંધીને ત્રાસપણાને પામી શક છે છતાંય અજ્ઞાનના કારણે વિવેકના અભાવના કારણે આ જીવો જે ત્રસ પણાની મળેલી શક્તિ તેનો અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતા દૂર કરવા ઉપયોગ કરતા જાય છે અને જો વિશેષ આસક્તિ પેદા થાય, મમત્વ થાય તો આ શક્તિ ગુમાવીને પાછા એકેન્દ્રિયપણાના અનુબંધો બાંધીને સંખ્યાતા કાળ સુધી, અસંખ્યાતા કાળ સુધી કે અનંતકાળ સુધી આ શક્તિ રહિત પણ થઈ શકે છે એવું કર્મ પણ બાંધી શકે છે. આ ત્રપણાની મળેલી શક્તિનો ઉપયોગ અનુકૂળતા મેળવવા આદિ માટે ન થાય એ સમજ તો મનુષ્યપણા સિવાય બીજે મલે તેમ નથી માટે મળેલ મનુષ્યપણામાં પણ જો આ સમજણ ન આવે તો પછી આ શક્તિ ચાલી ગયા પછી ક્યારે મળશે તે કહી શકાય નહિ ! આથી ત્રસમણાની મળેલી શક્તિથી અનુકૂળતાને છોડવા અને આવેલી પ્રતિકૂળતાને સારી રીતે સમાધિપૂર્વક વેઠવા પ્રયત્ન કરવો જોઇએ તો મળેલી ત્રસપણાની શક્તિ ચાલી ન જાય અને કાયમ ત્રસપણું Page 67 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy