________________
(૧) વૃક્ષ (૨) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વલ્લી (૬) પર્વગ (૭) તૃણ (૮) વલય (૯) હરિતક (૧૦) ઔષધિ (૧૧) જલરૂહ અને (૧૨) કુહણ.
(૧) વૃક્ષ- તેના બે ભેદ છે. ૧). અદ્ધિ એટલે એક ઠલિયાવાળા અને ૨). અનેક અદ્ધિવાળા એક અદ્વિ એટલે એક ફળમાં એક બીજ હોય છે. એક અદ્ધિવાળા વૃક્ષો-હરડાં, બેડાં, આંબળા, અરીઠાં, ભીલામાં, આસોપાલવ, આંબો, મહુડો, રાયણ, જાંબુ, બોર, લીંબોડી આદિ અનેક પ્રકારના વૃક્ષો હોય છે.
બહુ અદ્ધિ એટલે એક ફળમાં અનેક બીજ હોય છે. તેના વૃક્ષો- જામફળ, સીતાફળ, દાડમ, બીલાં, કોઠાં, કેરાં, લીંબુ, વડના ટેટાં, પીપરના ટેટાં આદિ ઘણાં અદ્ધિવાળાનાં અનેક પ્રકારો હોય છે.
(૨) ગુચ્છના ભેદ- જે નીચા અને ગોળ ઝાડ હોય તે. રીંગણી, ભોરીંગણી, જવાસા, તુલસી, બોરડી વગેરે ઘણાં ભેદો છે.
(૩) ગુલ્મ- તે ફૂલની જાતિ વિશેષ કહેવાય છે. જાઇ, જૂઇ, ડમરો, મોગરો, કેતકી, કેવડો, કણેર વગેરે ગુલ્મનાં ઘણાં ભેદો હોય છે.
(૪) લતા- જેના સ્કંધમાં એક જ મોટી શાખા ઉંચી નીકળેલી હોય એના જેવી બીજી એકપણ શાખા ન હોય તે લતા. નાગલતા, અશોક લતા, ચંપક લતા, પદ્મલતા વગેરે અનેક ભેદો લતાના હોય છે.
(૫) વલ્લી- જે વનસ્પતિના વેલા ચાલે છે. વલ્લી, કોળું, તુંબડી, કાલીંગડી, ચીભડી, દ્રાક્ષ, કારેલી વગેર. તુરિયાના વેલા, કારેલાના વેલા, કંકોડાના વેલા, કોળાના વેલા, કોઠિંબડાના વેલા, તુંબડાના વેલા, ચણક ચીભડી ના વેલા, ચણોઠીના વેલા ઇત્યાદિ અનેક પ્રકારના હોય છે.
(૬) પર્વગ- જે ગાંઠવાળા ઝાડ હોય તેને પર્વગ કહેવાય. શેરડી-એરંડી-સરહડ સાંઠો-નેતર-વાંસ આદિ ઘણાં ભેદો હોય છે.
(૭) તૃણ- ઘાસ, ડાભનું તૃણ, દુર્વા, દર્ભ અર્જુન આદિ વગેરે અનેક પ્રકારના ભેદવાળા તૃણ હોય છે.
(૮) વલય- તે ઉંચાને ગોળ ઝાડ હોય તે- સોપારી, ખજુરી, નાળીયેર, કેળનાં, તજનાં, એલચી, લવીંગ, તાડ તમાલ ઇત્યાદિ ઘણાં ભેદો હોય છે.
(૯) હરિતક- તે ભાજીની જાતિ વિશેષ કહેવાય છે. મૂળાની ભાજી, મેથીની ભાજી, તાંદળજાની ભાજી, સવાની ભાજી ઇત્યાદિ અનેક પ્રકાર ભાજીના હોય છે.
(૧૦) ઔષધિ- ચોવીશ જાતના ધાન્યને ઔષધિ કહેવાય છે. લાસા, કઠોળ આ ધાન્યના મુખ્ય બે ભેદ છે. લાસા ધાન્યમાં- ઘઉં, જવ, જુવાર, બાજરી, ડાંગર, બંડી, બાવટો, કાંગ, ચિટ્ટો, ઝિણો, કોદરાં અને મકાઇ ઇત્યાદિ લાસા ધાન્યના ભેદો છે.
કઠોળ ધાન્યના ભેદોમાં મગ, મઠ, અડદ, તુવેર, ઝાલર, વટાણા, ચોળા, ચણા, લાંગ, કલથી, મસુર, અલસી ઇત્યાદિ કઠોરના ઘણાં ભેદો છે.
(૧૧) જલરૂહ- પોયણા, કમલ પોયણા, વીતેલા, સિઘોડા, સેવાળ, કમળ કાકડી ઇત્યાદિ અનેક ભેદા જાણવા.
Page 49 of 234