________________
અપર્યાપ્તા સાતમી નારકીના જીવોને વિષે શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણ-૧૦.
પર્યાપ્તા સાતમી નારકીને વિષે
મધ્યમાં રહેલા અપ્રતિષ્ઠાન નરકાવાસને વિષે
શરીરની ઉંચાઇ- ૫૦૦ ધનુષ.
આયુષ્ય- ૩૩ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી.
પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
ચોથી નારકી ચાર રાજ પહોળી હોય છે. તેમાં ૧।। રાજ પશ્ચિમ અને ૧।। રાજ પૂર્વ દિશા તરફનો કઠણ ભાગ હોય છે અને વચલો ૧ રાજ યોજન પોલાણવાળો ભાગ હોય છે તેમાં નારકીના જીવો હોય છે.
પાંચમી નારકી પાંચ રાજ યોજન પહોળી હોય છે. તેમાં બે રાજ યોજન પશ્ચિમના, બે રાજ યોજન પૂર્વના અને વચલો એક રાજ યોજન એમ પાંચ રાજ યોજન થાય છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ બબ્બે રાજ યોજન કઠણ ભાગ રૂપે છે અને વચલો એક રાજ યોજન પોલાણવાળો છે તેમાં નારકીના જીવો રહેલા હોય છે.
છઠ્ઠી નારકી છ રાજ પહોળી છે. તેમાં પશ્ચિમના અઢીરાજ અને પૂર્વના અઢીરાજ એમ પાંચ રાજ યોજન કઠણ ભાગ હોય છે. વચલો એક રાજ યોજન પોલાણવાળો ભાગ હોય છે. તેમાં નારકીના જીવો રહેલા હોય છે.
સાતમી નારકી સાતરાજ પહોળી હોય છે. તેમાં પશ્ચિમના ૩ રાજ અને પૂર્વના ત્રણ રાજ યોજન એમ ૬ રાજ યોજન કઠણ ભાગ હોય છે. વચલો એક રાજ યોજન પોલાણવાળો ભાગ હોય છે. તેમાં નારકીના જીવો રહેલા હોય છે.
પહેલી નારકીના ત્રીશ લાખ નરકાવાસ. બીજી નારકીના પચ્ચીશ લાખ નરકાવાસ. ત્રીજી નારકીના પંદર લાખ નરકાવાસ. ચોથી નારકીના દશ લાખ નરકાવાસ.
પાંચમી નારકીના ત્રણ લાખ નરકાવાસ.
છઠ્ઠી નારકીના એક લાખમાં પાંચ ન્યૂન નરકાવાસ. અને સાતમી નારકીના પાંચ નરકાવાસ થઇને કુલ ચોરાશી લાખ નરકાવાસો આવેલા છે.
સૌથી વધારે નારકીના જીવો પહેલી નારકીમાં દક્ષિણ દિશામાં હોય છે. સાતમી નારકીના પૂર્વ દિશામાં સૌથી ઓછા તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક તેનાથી છઠ્ઠી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણમાં વિશેષાધિક તેનાથી પાંચમી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક હોય તેનાથી ચોથી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક હોય તેનાથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક Page 94 of 234