________________
કરે શાથી ? એમ કરતાં પાપ ઓછું લાગે અને હિંસાથી છૂટવાના ભાવ પણ અંતરમાં રહ્યા કરે આ હેતુથી જેટલું પાણી ઉકાળે તે વખતે તે અકાય જીવની હિંસા થાય પણ ઉકળી ગયા પછી અસાડ સુદ-૧૫ થી કારતક સુદ-૧૪ સુધી ત્રણ પ્રહર એટલે નવ કલાક સુધી તેમાં સમયે સમયે પાણીના જીવોની ઉત્પત્તિ બંધ થઇ જાય છે અને તેટલા કાળ સુધી પાણી અચિત્ત જ રહે છે માટે એટલા કલાક સુધી પાણીના જીવો જન્મ મરણ કરીને મરતા હતા તેના પાપથી બચી જાય છે એટલે જ્ઞાનીઓએ ઉપયોગ કરવો પડે તો ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો એમ કહ્યું છે. કારતક સુદ-૧૫ થી ફાગણ સુદ-૧૪ સુધી ચાર પ્રહર એટલે બાર કલાક સુધી પાણી ઉકાળ્યા પછી અચિત્ત રહે છે. ફાગણ સુદ-૧૫ થી અસાડ સુદ-૧૪ સુધી પાંચ પ્રહર એટલે પંદર કલાક સુધી પાણી અચિત્ત રહે છે. આ કારણોથી ગૃહસ્થોને જયારે પાણીનો ઉપયોગ કરવાનું મન થાય ત્યારે આ રીતે અચિત્ત કરેલા પાણીનો ઉપયોગ કરવો એવું વિધાન છે.
અણગળ પાણી.
ગૃહસ્થો પોતાના ઘરમાં ગળ્યા વગરના પાણીનો ઉપયોગ કરે તેમાં તો ત્રસ જીવોની વિશેષ હિંસાનો દોષ લાગે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આખા દિવસમાં એક ઘડા જેટલું પાણી અણગળ વાપરમાં આવે એટલે ગળ્યા વગર ઉપયોગ કરવામાં આવે તો બાર મહિના સુધી માછલાં કાપી કાપીને જેટલ પાપ કરે (બાંધે) એટલું પાપ લાગે છે અથવા કોઇ જીવ એક સાથે સાતગામોને બાળી નાંખે એટલે બાળીને ભસ્મીભૂત ક૨ે તેમાં જેટલું પાપ બાંધે તેટલું પાપ લાગે છે.
આજે ગૃહસ્થોના ઘરમાં ગળેલા પાણીનો જે રીતે ઉપયોગ થાય છે તે વાસ્તવિક ગળેલા પાણી રૂપે ગણાય નહિ પણ મિશ્ર પાણી રૂપે ગણાય. એટલે ગળેલું અને અણગળ બન્ને ભેગું થયેલું ગણાય છે. આજે જે પધ્ધતિ છે તે મોટા ભાગે આ પ્રમાણેની છે. સવારના ઉઠે એટલે રાતનું પાણી જે માટલામાં- માટલીમાં રહેલું હોય તેને એક ડોલ જેવા પહોળા વાસણ ઉપર ગરણું મુકીને ગાળી લે છે અને પછી જે માટલું કે માટલો ખાલી થયેલ હોય તેમાં એ ડોલનું ગળેલું પાણી થોડું નાંખીને વીંછળી નાખે છે. એકવાર, બે વાર, ત્રણ વાર વીંછળી ને પછી તે ગળેલુ પાણી તેમાં પાછું ભરીને માટલી મુકી દે છે. આ પધ્ધતિ લગભગ ઘણા ઘરોમાં હોય છે. આમાં તમો વિચાર કરો કે માટીનું વાસણ આખી રાત પાણી રહેલ હોય તેમાંથી પાણી ખાલી કરવા છતાંય તે માટીમાં પાણીના ટીપા બાઝેલા હોય કે નહિ ? તે અણગળ પાણીના રહેલા ટીપાની સાથે અને ચકલીવાળા માટલામાં ચકલીઓમાં અંદર ભરાઇ ગયેલા અણગળ પાણીની સાથે તમો ગળેલા પાણીથી વીંછળો એથી તે પાણી ગળેલું બની જાય ખરૂં ? માટે તે અણગળ પાણી સાથે ગળેલું પાણી મળતાં જલ્દીથી અણગળ થવા માંડે આથી મિશ્ર પાણીનો ઉપયોગ થાય છે એમ કહેવાય. જો ગળેલા પાણીનો ઉપયોગ કરવો હોય તો બીજું કોરૂં માટલું હોય તેમાં ગળેલું પાણી નાખી વીંછળીને ઉપયોગ કરે અને ભીનું માટલું સુકવવા મુકે તો જ ગળેલા
Page 22 of 234