SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બચવા માટે એ ગતિના આયુષ્યબંધનાં કારણોથી બચવાની કાળજી જન્મી શકે.' એ એક લાભ અને બીજો લાભ એ કે- ‘અજ્ઞાનતાના પ્રતાપે એ જીવોને ત્રાસ રૂપ થતી જે જે આપણી કારવાઇઓ, હોય તેનાથી પણ બચી શકાય.' એવી કારવાઇઓથી બચનારો આત્મા અહિંસક બનવા સાથે કર્મથી પરવશ થયેલા આત્માઓને ત્રાસરૂપ થતો અટકે છે એટલે ઉભયન લાભ છે. ર્મવશવર્તિ પ્રાણીઓના ર્મવિપાક્કું વિશિષ્ટ પ્રકારે વર્ણન. તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓના પ્રકાર, યોનિ, કુલ કોટિ અને વેદના આદિનું આવેદન : સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટ સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં નીચતમ નરકગતિની યોનિ અને કુલકોટિ તથા નરકગતિમાં પડેલા આત્માઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરવા સાથે તે આત્માઓને ભોગવવી પડતી વેદનાઓના પ્રકાર પણ દર્શાવ્યા અને છ શ્લોકો દ્વારા તેઓની વચનાતીત વેદનાઓનો પણ કાંઇક ખ્યાલ કરાવ્યો. તિર્યંચ ગતિમાં પડેલા પાપાત્માઓને ઃ કેવા કેવા પ્રકારનાં દુઃખો કેવી કેવી રીતિએ થાય છે એ વિગેરે વસ્તુનું વર્ણન કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી યોગશાસ્ત્રમાં સંસારભવનું સ્પષ્ટીકરણ કરતાં સારામાં સારૂં કર્યું છે અને આ પ્રસંગે એ ખાસ જોવા જેવું છે પણ તે હવે પછી તિર્યંચગતિમાં ભિન્ન ભિન્ન અવસ્થાને પામેલા આત્માઓની ત્રાસજનક દશાનું પ્રતિપાદન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘પૃથિવીકાય’ આદિ પાંચેયના દુઃખદ દશાનું કંઇક સ્પષ્ટતાથી કરેલું પ્રતિપાદન. સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, એકાંત હિતબુદ્ધિના યોગેઃ વિચક્ષણ આત્માઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એજ એક શુભ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટપણે સમજી શકાય એ ઇરાદાથી ટીકાકાર ૫૨મર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ ‘નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ’ આ ચારે ગતિના જીવોની યોનિ, કુલકોટિ અને વેદનાઓનું સ્વરૂપ વર્ણન કરતાં નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે છ શ્લોકો દ્વારા એ ગતિના જીવોને ભોગવવી પડતી વેદનાઓના જેમ કંઇક ખ્યાલ કરાવ્યો તેમ એકેંદ્રિય આદિ ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલા તિર્યંચ ગતિના જીવોની પણ યોનિઓ અને કુલકોટિઓની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ સહજ ખ્યાલ આપ્યો. પણ આપણી ઇચ્છા, એકેંદ્રિય આદિ જીવોને ભોગવવી પડતી વેદનાઓના કંઇક વિશેષ ખ્યાલ આપવાની છે : એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં અનિત્ય આદિ બાર ભાવનાઓ પૈકીની ત્રીજી સંસાર ભાવનાનું વિવરણ કરતાં એકેંદ્રિય આદિ ભિન્ન ભિન્ન Page 61 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy