________________
આટલા વર્ણન ઉપરથી બરાબર સમજી શકાશે કે-આ લોકમાં મનુષ્યો સિવાયના જે જીવો દ્રષ્ટિગોચર થાય છે તે સઘળાય તિર્યચીજ છે : વધુમાં શ્રી જૈનશાસનને નહિ પામેલાઓથી, સર્વથા અજ્ઞાત એવા પણ તિયચો અસંખ્યાતા અને અનંતા છે : આ સંસારમાં નારકી, દેવો અને મનુષ્યોની અપેક્ષાએ તિર્યંચગતિના જીવોની સંખ્યા ઘણી વિશાલ છે : નારકીના જીવો, દેવગતિના જીવો અને મનુષ્યગતિના જીવો સઘળાય હાલી ચાલી શકે તેવા એટલે ત્રસ છે ત્યારે તિર્યંચ ગતિના જીવો બે પ્રકારના છે :
૧-એક સ્થાવર અને ૨- બીજા ત્રસ
ત્રસ જીવો ત્રસ નામકર્મ ના ઉદયથી ગમનાગમન કરવાની શક્તિ ધરાવે છે : એ જીવો ચાર પ્રકારમાં વહેંચાયેલા છે.
૧- બેઇદ્રિય, ૨-ત્રીદ્રિય, ૩- ચતુરક્રિય અને ૪- પંચેદ્રિય.
૧. “શંખ' આદિના જીવો બે ઇંદ્રિયોવાળા હોય છે કારણકે એ જીવોને ૧-સ્પર્શના અને ર-બીજી રસના આ બેજ ઇંદ્રિયો હોય છે.
૨. “કીડી” આદિના જીવો ત્રણ ઇંદ્રિયોવાળા હોય છે એ જીવોને “૧-સ્પર્શના, ૨-બીજી રસના અને ૩-ત્રીજી ધ્રાણ આ ત્રણ ઇંદ્રિયો હોય છે.'
૩. ‘વીંછી' આદિના જીવો ચાર ઇંદ્રિયવાળા હોય છે એ જીવોને ૧- સ્પર્શના, ૨- બીજી રસના, ૩ત્રીજી ઘાણ અને ૪- ચોથી ચક્ષુ આ ચાર ઇંદ્રિયા હોય છે.
આ ત્રણે પ્રકારના જીવો વિકલેંદ્રિય નામથી ઓળખાય છે. કારણકે એકેંદ્રિય જીવો કરતાં અધિક ઇંદ્રિયોવાળા હોવા છતાં પણ પૂર્ણ પાંચેય ઇંદ્રિયોવાળા નથી કિન્તુ બેંઇદ્રિય જીવો ત્રણ ઇંદ્રિયોથી વિકલ છે, ત્રણ ઇંદ્રિયવાળા જીવો બે ઇંદ્રિયોથી વિકલ છે અને ચતુરિંદ્રિય જીવો એક ઇંદ્રિયથી વિકલ છે.
સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર' આ પાંચે ઇંદ્રિયોથી પૂર્ણ એવા તિર્યંચો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : “૧- એક જલચર, ૨- બીજા ખેચર અને ત્રીજા સ્થલચર.'
૧- “મસ્ય” આદિ જીવો જલચરમાં ગણાય છે. ૨- “શુક’ આદિ પક્ષીઓ ખેચરમાં ગણાય છે.
૩- “સ્થલચર’ એટલે ભૂમિ ઉપર ચાલનારા જીવો અને એ જીવો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : ૧એક ચતુષ્પદ એટલે ચાર પગવાળાં ગાય, ભેંસ આદિ સઘળાય પશુઓ, ૨- બીજા ‘ઉર:પરિસર્પ એટલે છાતીથી ચાલનાર સર્પ વિગેરે અને ૩- ત્રીજા ભુજ પરિસર્પ એટલે ભુજાથી ચાલનાર વાનર આદિ.
આ જીવોના પણ સંમૂચ્છિમ અને ગર્ભજ આદિ ભેદો છે.
આ બન્નેય પ્રકારના ત્રસ જીવોની યોનિઓ અને કુલ કોટિઓ કેટલી કેટલી છે એ કહેવા સાથે ટીકાકાર મહર્ષિએ એ જીવોની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ આપ્યો : એ ઉપરથી પણ આપણને સમજી શકાય તેમ છે કે-કમના વશવર્તિપણાથી પરવશ બનેલા તે આત્માઓને સુખનો સંભવ સરખો નથી : તે છતાં પણ તિર્યંચ ગતિમાં પડેલા આ સઘળાય જીવોને કેવા કેવા પ્રકારની અને કેવી કેવી કારમી વેદનાઓ ભોગવવી પડે છે એ વસ્તુ કંઇક વિસ્તારથી જાણવા જેવી છે. એ જાણવાથી બે લાભ થઈ શકે તેમ છે “એ ગતિની દુઃખદ દશાથી
Page 60 of 234