________________
કીડીઓ તેની મૂછ જેવા એન્ટેનાને આડા અવળા ઘુમાવે છે અને પેલા રસાયણની પરખ મેળવે છે અને આગળ વધે છે. જયારે ખોરાક પાસે પહોંચે ત્યારે કેટલીક કીડીઓ એટલી બધી ભૂખી થઈ ગઈ હોય છે કે તે ખોરાકને ઉચકીને વસાહતમાં લઇ જવાનું ભૂલી પોતે જ તેના ખાવા લાગે છે. આ વખતે બાકીની કીડીઓ તેમને રોકતી નથી કે તેમની સાથે ઝગડતી નથી પરંતુ તેમની આજુબાજુ રક્ષણ માટે કવચ રચે છે.
આ ઉપરાંત આફ્રિકા, અગ્નિએશિયા અને ઉત્તર ઓસ્ટ્રેલિયાના ઘટાટોપ જંગલોમાં વૃક્ષોની ઘટામાં વસાહત ઉભી કરનારી કીડીઓની એક જાત છે. તે વણકર કીડી કહેવાય છે. તેના લાવી દ્વારા ઉત્પન્ન રેશમના સુંદર તાંતણા દ્વારા કીડીઓ સેંકડો અને હજારો પાંદડાઓ અને ડાળીઓને બાંધી આકાશી વસાહત રચે છે. આ કીડીઓની વસાહતની બીજી ખૂબી એ છે કે વસાહતના છેવાડાના ભાગ પર વૃધ્ધ કીડીઓની વસવાટ રાખવામાં આવ્યો હોય છે. આથી જ્યારે કોઇ દુશ્મનનો હુમલો થાય ત્યારે પ્રથમ વસાહતની સીમા પર રહેલી આ વૃધ્ધ કીડીઓ તેનો સામનો કરે છે. માનવ સમાજથી આ ક્ટલી ઉલ્ટી બાબત છે ! આપણા સમાજમાં દુશ્મનનો સામનો પ્રથમ યુવાન પુરૂષો કરતાં હોય છે જ્યારે વણકર કીડીના સમાજમાં હુમલાખોરનો સામનો પ્રથમ વૃધ્ધ માદા કીડીઓ કરતી હોય છે.
તમામ જીવાતોમાં કીડીની જાતો કુદરતી પરિસ્થિતિને અનુકૂળ થવા અચંબો થાય તેવી રીતે તેનું સામાજીક તંત્ર ગોઠવતી હોય છે.
મલેશિયાના વરસાદી જંગલોમાં આ કીડીઓ થાય છે. તે વિચરતી જાતી જેવી કીડીઓની જમાત છે. આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં રબારી જેવી વિચરતી જાતિઓ ઢોર-ઢાંખર પર નભતી હોય છે. કીડીઓમાં પણ આવી વિચરતી જાતિ છે. તેઓમાં પણ “ઢોર-ઢાંખર' હોય છે. પરંતુ તેમના ઢોર ઢાંખર અમુક જાતના કીટક હોય છે. આ કીટકો વનસ્પતિના રસ પર નભતા હોય છે. આ રસ ખાંડથી ભરપૂર ખૂબ જ ગળ્યો અને એમિનો એસિડ નામના રસાયણોથી ભરપૂર હોય છે. ખાંડ અને એમિનો એસિડથી ભરપુર રસ પર તે જીવે છે. પરંતુ તે તેમની પાલક કીડીઆને ભૂલતા નથી. તેમના માટે આ જ સત્વશીલ રસનો અમુક ભાગ બિંદુઓ રૂપે પોતાની પાલક કીડીઓ માટે મળરૂપે બહાર કાઢે છે. તે આપણી કીડીઓનો ખોરાક બને છે. કીડીઓ અને કીટકોના જીવન એવા તો પરસ્પર અવલંબિત હોય છે કે કીડીઓ આ કીટકોને જાનની જેમ સાચવે છે. તેમનું જાનના જોખમે રક્ષણ કરે છે. પોતાના પાળેલા કીટકોને પોતાના જડબામાં કુતરી જેમ ગલુડિયાને ઉપાડીને લઇ જાય તેમ મૃદુતાથી ઉપાડીને લઇ જાય છે. અબોલ અને મૂંગા જંતુઓ અને જીવાતોની કેવી અદભૂત દોસ્તી !
મધ્ય અને દક્ષિણ અમેરીકામાં એક નવી જાત થાય છે જેને લશ્કરી કીડીની જમાત અથવા ચંબલના ડાકુઓ જેવી હુમલાખોરોની મોટી ટોળી ગણી શકાય. આ કીડીઓ લશ્કરી ટુકડીની જેમ કૂચ કરતી નીકળે છે. પોતાના શિકાર પર એક સાથે તૂટી પડે છે અને કામ પતાવી પોતાના હંગામી જેવા પડાવ પર પાછી ફરે છે. વારંવાર તે પોતાના પડાવ બદલે છે. હુમલાની કામગીરીની શરૂઆત વ્હેલી સવારે કરે છે. હજારો કીડીઓ તેમના પડાવમાંથી બહાર હારબંધ નીકળી પડે છે. એક મિનિટે એક ફૂટની ઝડપે આગળ વધે છે. એવી એક હરોળ રચે છે જે એક છેડેથી બીજા છેડા સુધી ૪૫ ફુટ હોય અને ૩ થી ૬ ફુટ ઉંડી હોય. આક્રમણ કરવાના
Page 74 of 234