________________
સુસંયોગમાં રાખીને ! એવા સારા સંયોગમાં જોડીને થાય ! એની ભાવના ચઢે એવી કાળજી રાખવી જોઇએ પણ એને વિષયના સંસર્ગમાં મૂકવાની ભાવના તો નજ હોવી જોઇએ. છતી સાહ્યબીએ ત્યાગી કેમ ? :
સભ્યષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઇએ. એમાં ખોટી શરમ અને ખોટી મર્યાદા રાખવી એ મિથ્યાદ્રષ્ટિપણું છે. જાણે ખરો અને અવસરે પણ કહે નહિ એ જાણપણું મોહના ઘરનું છે. શાસ્ત્રે કહ્યું કે-મિથ્યાદ્રષ્ટિનો સુંદર પરિણામ પણ અસુંદર છે અને મિથ્યાદ્રષ્ટિની ક્ષમા, શાંતિ તથા સમતા એ પણ મોહની મૂર્છા છે સમ્યગ્દષ્ટિ તે કે જે વર્તમાન સમયના તુચ્છ સુખની ખાતર ભવિષ્યનું હિત તોડવા ન ઇચ્છે. છતી સાહ્યબીએ દીક્ષા લેવી એટલે વિદ્યમાન હાથીઘોડા અને હાટહવેલી છોડીને ભિક્ષા માગવા નીકળવાનું છે, વસ્તી પણ માગી મળે, કોઇ આપે તો રહેવાય અને ન આપે તો ન રહેવાય. છ ખંડના માલિકો છ ખંડની સાહ્યબી છોડી એકલા કેમ નીકળી પડતા ? એ ડાહ્યા કે વર્તમાન સુખને વળગી રહેલા ડાહ્યા ? શ્રી જિનેશ્વરદેવો છતી સામગ્રીએ ત્યાગી કેમ બન્યા એ હેતુ તો તપાસો ? રોગ થવાથી શ્રી સનતકુમાર ચાલી કેમ નીકળ્યા ? રોગની સેવા તો સંસારમાં સારી થાત પણ શ્રી સનતકુમારે વિચાર્યું કે ભલે થોડો વખત વ્યાધિ ભોગવવી પડે, પણ ભવિષ્યના રોગને મટાડવા માટે આજ જરૂરી છે.
પ્રભુશાસન કોને માટે છે ? :
વર્તમાન વિષય સુખને વળગેલા છતાં જે એને સારૂં નથી કહેતા અને નથી માનતા તેને પ્રભુશાસનમાં સ્થાન છે પણ જેઓ એને સારૂં કહે છે તેને પ્રભુના શાસનમાં સ્થાન નથી. વર્તમાન વિષય સુખનેજ ઉપાદેય માનીને વળગી રહેનારાઓ આત્માની પણ દયા વિસરી ગયા છે અને જેઓ પોતાના આત્માની પણ દયા વિસરે તે બીજાની ભાવદયા શું કરે ? જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? પાપમાંથી ઝેરના ફણગા ફુટે છે. ‘અમે જે વિષય ભોગવીયે છીયે એતો ફરજ છે, બે પાંચ લાખ મેળવવાજ જોઇએ, તોજ અમારૂં પોઝીશન વધે, રાજકાજમાં ઘુસવુંજ જોઇએ, રાજદ્ધિ મેળવવીજ જોઇએ.' -આવી આવી માન્યતાના મૂળમાંથી પાપરૂપ કાયદાના ફણગા ફુટે છે. પોતે વિષયના સંગમાં રહેતાં થરથરે એ બીજાને વિષયના સંગમાં રક્ત રહેવાની સલાહ કેમ આપે ? આજે તો કાયદો થાય છે કે-રહેવું જ, પણ એ કાયદા કરનારને વિરાગી પૂછે કે- ‘તમે કોણ છો ?’ ત્યારે એ શું કહેશે ? ‘અમે શ્રીમાન છીયે.’ એમ કહેશો તો તો વિરાગી કહેશે કે- ‘તમને અમે નથી માનતા, તમે ભગવાન્ શ્રી મહાવીરના દીકરા હો તો તમને માનવા તૈયાર છીયે, બાકી તમારી શ્રીમંતાઇની તો અમને કશીજ કીંમત નથી કારણ કેતમારી શ્રીમંતાઇ કાંઇ અમને અમારે જે જોઇએ છે તે નથી દેવાની માટે તમે મહાવીરને માનો તો અમે તમન માનીએ.' આવું કહેનારને ઉત્તર તો આપવો જ પડશે ને ? બુદ્ધિપૂર્વક ઉત્તર આપવો જોઇએ કે જેથી આબરૂ ન ગુમાવવી પડે. શ્રી જૈનશાસન સમ્યગ્દષ્ટ માટે છે, ભવને ખોટો માનનાર માટે છે, સંસારની સામગ્રી આપવા બંધાયેલો નથી. હું ઘી દુધ ખાઉં ને તમને ન Page 205 of 234