________________
એક આખા દિવસમાં ઘરમાં અને ઑફીસમાં થઈને અથવા જયાં બહાર ગયા હોય ત્યાં આ રીતે વિચારણા કરોતો આખા દિવસમાં ક્યાં કેટલા બટનો ચાલુ કરો છો અને બંધ કરો છો તેની નોંધ કરોતો પ્રાયશ્ચિત કેટલું આવે ? તેની સામે જો વિચાર કરો તો ધર્મની આરાધના જે રીતે થઈ રહેલી છે તેનાથી આ પાપથી છૂટાય અને પુણ્યબંધ સારો થાય એવું બને છે ખરું? કે ઉપરથી જે રીતે જેવા ભાવથી ધર્મ કરીએ છીએ તેનાથી બંધાતું પુણ્ય આવા પાપોના કારણે પાપમાં પરાવર્તન થઇ જાય છે એમ લાગે છે ? આ ઉપરથી વિચારણા કરીએ તો સંસારમાં જીવન જીવતા કેટલા સાવધ રહેવું પડે અને ધર્મક્રિયા કરવામાં કેટલા સાવધ રહેવું પડે અને ધર્મક્રિયા કરવામાં કેટલા એકાગ્ર બનવું પડે ! જો મોક્ષ માટે આરાધના કરવી હોય, તે ઇચ્છાને ટકાવી રાખી, પ્રબળ બનાવી સ્થિરતાનો પરિણામ પેદા કરવો હોય તો સંસાર જે રસ અને પરિણામની એકગ્રતાથી ચાલે છે તેને બદલીને ધર્મનો રસ એટલે ધર્મ પેદા કરવાનો રસ અને તેની ક્રિયાઓમાં કેટલી એકાગ્રતા પેદા કરવી પડશે. બસ આ વિચારો કરી ધીમે ધીમ જો આનો અભ્યાસ કરવામાં આવે તો આજે ને-આજે ફેરફાર ન થાય પણ છ મહિને, બાર મહિને, વર્ષે, બે વર્ષે જરૂર ફેરફારીની અનુભૂતિ થયા વિના રહે નહિ. મનુષ્ય જન્મને પામીને ખરેખર કરવા લાયક આજ છે ને ? જો આવી પ્રવૃત્તિથી સંસારનો રસ ઘટી જાય અને ધર્મનો રસ પેદા થઈ જાય તો મોક્ષની ઇચ્છા પેદા થયા વિના રહેશે નહિ અને આત્મા મોક્ષમાર્ગમાં દાખલ થઇ સ્થિરતા પૂર્વક ચિત્તની એકાગ્રતા પૂર્વક અને પ્રસન્નતા પૂર્વક આરાધના બન્યા વગર રહેશે નહિ.
આથી આટલા જીવોની વિરાધના જાણીને શક્ય પ્રયત્ન શું કરવાનો ? રસોઇ બની ગયા પછી આપણા માટે એટલે આપણને ઉદે શીને ગરમ કરીને આપે તો લેવી નહિ. જેમકે રસોઇ એક વાગે બની ગઇ જમવા માટે બે વાગે દોઢ વાગે આવ્યા અને ઠંડી થઇ ગયેલ છે તો તમારા માટે ગરમ કરી તમોને પીરસે તો તે ખાવી નહિ જેવી હોય તેવી લઇને ખાઇ લેવી વધારાના અગ્નિકાય જીવોની વિરાધના ન થાય તેની કાળજી રાખી જીવન જીવવાન શરૂ કરવું જોઇએ ! બીન જરૂરી હિંસા ન થાય તેની કાળજી રાખીને જીવન જીવવા પ્રયત્ન કરવો. આનો અર્થ એ થાય છે કે રસોઇ બની ગયા પછી ફરીથી ગરમ કરી ખાવી નહિ એ જે પ્રમાણે ઠંડી હોય તો ઠંડી પણ ખાતા શીખી લેવાનું ! નહિતર ગરમ ગરમ ખાતા-ચા પીતા, દૂધ પીતા જો ટેસ આવી જશે અને તેજ વખતે આયુષ્ય બંધાશે તો આ અગ્નિકાયમાં ફરવા માટે જવું પડશે અને તેમાંય અત્યંત આસક્તિ પેદા થશે તો તેનાથી અનુબંધ એવા જોરદાર પડશે કે જેના કારણે અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી તેમને તેમાં જ દુ:ખ ભોગવવા જવું પડશે.
બાદર તેઉકાય જીવોના બે ભેદ છે. (૧) અપર્યાપ્તા રૂપે (૨) પર્યાપ્ત રૂપે હોય છે.
અપર્યાપ્યા બાદ તેઉકાય જીવોનું વર્ણન. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય.
Page 31 of 234