SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) પ્રત્યેક વનસ્પતિકાય જીવો જે અનંતા જીવોનું એક શરીર તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે ૯. કંદા અંકુર કિસલય પણગા સેવાલ ભૂમિ ફોડાય | અલય તિય ગજ્જર મોથ વત્થલા થેગ પલંકા |ો. ૧૦. કોમલ ફલં ચ સવ્વ ગૂઢ સિરાઈ સિણાઇ પત્તાઈ ! થોહરિ કુંઆરી ગુગ્ગલી ગલો ય પમુહાઇ છિન્ન રુહા //holl ભાવાર્થ :- કાંદા, અંકુરા, ઉગતા સઘળા કુણા ફળો, પાંચે વર્ણવાળી લીલફુગ, સેવાળ, હિલાડીના ટોપ આદુ, ગાજર, મોન્દ નામની વનસ્પતિ, વત્થલા નામની ભાજી, જેની ગૂઢ નસો રહેલી હોય તેવી વનસ્પતિઓ, શણનાં પાંદડા, થોર, કુવારપાઠું, ગુગળ, ગળો, જેને છેદીને વાવવાથી ફરીથી ઉગે તે. ૧૧. ઇચ્ચાઇણો અણે ગે હવંતિ ભયા અસંત કાયાણું ! | તેસિં પરિજાણણથં લકખણ- મેયં સુએ ભણિયં //૧૧/ ભાવાર્થ :- ઇત્યાદિ અનેક પ્રકારનાં અનંતકાય જીવોનાં ભેદો હોય છે. તેઓને જાણવા માટે શાસ્ત્રોમાં આ પ્રમાણે લક્ષણ કહેલું છે. ૧૨. ગૂઢ સિર સંધિપવં સમભંગ મહિરૂગ્ગ ચ છિશરુહંત સાહારણે શરીર તવિવરિયં ચ પત્તયં /૧રો ભાવાર્થ :- જે વનસ્પતિ જીવોની નસો ગુપ્ત રહેલી હોય, જેનાં સાંધા ગુપ્ત હોય અને જે વનસ્પતિકાયનાં પર્વો ગુપ્ત હોય અને જે વનસ્પતિ ને ભેદવાથી સરખા ભાગ થતાં હોય તે બધી વનસ્પતિકાયને શાસ્ત્રમાં અનંતકાય કહેલી છે. તેથી વિપરીત શરીરવાળા હોય તે પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. ૧૩. એગ સરીરે એગો જીવો જેસિ તુ તેય પdયા ! ફલ ફુલ છલ્લી કટ્ટા મૂલગ પત્તાણિ બીયાણિ //૧all ભાવાર્થ :- એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક જીવો કહેવાય છે. જેમ કે ફલ-ફૂલકાઠ-મૂલ-પાંદડા તથા બીજ વગેરે પ્રત્યેક જીવો કહેવાય છે. ૧૪. પત્તેય તરું મુત્તે પંચ વિ પુઢવાઇણો સયલ લોએ ! સુહુમા હવંતિ નિયમા અંતમહત્તાઉ અદિદાસ્સા ૧૪ ભાવાર્થ - પ્રત્યેક વનસ્પતિકાય જીવોને મુકીને પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ સકલ લોકને વિષે નિયમો હોય છે. અંતર મુહૂર્તના આયુષ્યવાળા તથા અદ્રશ્ય હોય છે. ૧૫. સંખ કવડુય ગંડુલ જલોય ચંદણગ અલસ લહગાઈ ! મેહરિ કિમિ પૂઅરગા બેદિય માઇવાહાઈ ૧પ. ભાવાર્થ :- શંખ, કોડા, ગંડોલા, ચદનક, અળસીયા, લાળીયા જીવો લાકડામાં ઉત્પન્ન થતાં કીડા, પેટમાં નાનામાં નાના થતાં કૃમિઓ, પોરા ઇત્યાદિ ઘણાં પ્રકારના બે ઇન્દ્રિય જીવો હોય છે. ૧૬. ગોમી મંકણ જૂઓ પિપીલિ ઉદૃહિયા ય મક્કોડા ! Page 212 of 24
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy