________________
આત્માઓ એટલે જીવો જગતમાં કેટલા રહેલા છે, કેવા કેવા પ્રકારે રહેલા છે અને ક્યાં ક્યાં રહેલા છે તેનું જે જ્ઞાન મેળવવું તે જીવનું જ્ઞાન કહેવાય છે તેનો વિચાર કરવો એટલે કે એ જીવો જગતમાં જ્યાં જ્યાં રહેલા હોય છે તે કેવીરીતે જીવે છે, ત્યાં શું શું કરે છે, ક્યા આધારે રહેલા હોય છે, તેઓની સ્થિતિ કેવા કેવા પ્રકારની હોય છે અને એનાથી આગળ વધીને મારૂં જીવન જીવતા કયા કયા અને કેટલા કેટલા જીવોની હિંસા મારાથી થાય છે એટલે કે જીવન જીવતા કેટલા કેટલા જીવોનો મારે ઉપયોગ કરવો પડે છે અને તેઓની હિંસાનું પાપ મને કઇ રીતે લાગ્યા કર છે. એ જીવોનું જ્ઞાન ન મેળવે, ક્યાં ક્યાં રહેલા હોય છે તેનું જ્ઞાન ન મેળવે તો આ વિચાર આવી શકે નહિ ! આ રીતે જાણવાનો વિચાર ન આવે ત્યાં સુધી જીવોને બચાવવાનો, તેની દયાનો પરિણામ
પણ આત્મામાં પેદા થઇ શકે નહિ. એ દયાનો પરિણામ ન આવે તો તે જીવોને હિંસાથી બચાવવાનો અને તાકાત આવે તો સંપૂર્ણ હિંસા રહિત જીવન જીવવાનો પુરૂષાર્થ કરવાનો વિચાર પણ આવે નહિ. આથી સ્વ દયાનો પરિણામ આ જીવ વિચાર પ્રકરણ ભણતાં ભણતાં પેદા થાય તોજ પર દયા અને અહિંસાનો પરિણામ પેદા થઇ શકે આ માટે જ જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલું પ્રકરણ જીવ વિચાર કહલ છે કારણકે જૈન શાસન અહિંસા પ્રધાન શાસન છે.
જીવ એટલે ચેતના લક્ષણવાળો હોય તે. અને પાંચ જ્ઞાન- ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન. તેમાં પાંચ જ્ઞાન = મતિજ્ઞાન- શ્રુત જ્ઞાન-અવધિ જ્ઞાન-મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. ત્રણ અજ્ઞાન = મતિ અજ્ઞાનશ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. ચાર દર્શન = ચક્ષુ દર્શન- અચક્ષુ દર્શન- અવધિ દર્શન અને કેવલ દર્શન આ
બારે ઉપયોગમાંથી કોઇને કોઇ ઉપયોગવાળો હોય તે જીવ કહેવાય છે.
જીવોના મુખ્ય બે ભેદો હોય છે.
(૧) મુક્તિના (મોક્ષના) જીવો (૨)
સંસારી જીવો
ત્રણ ભુવનને વિષે એટલે ચૌદરાજલોક રૂપ જગતને વિષે અનાદિકાળથી જેમ સંસાર છે એટલે સંસાર અનાદિનો છે તેમ મોક્ષપણ અનાદિનો છે. સંસારના જીવો જેમ અનાદિથી છે તેમ મોક્ષના જીવો પણ અનાદિથી છે. બન્નેમાંથી કોઇની આદિ નથી જ. માટે જ જીવોના મુખ્ય બે પ્રકારો જ્ઞાની ભગવંતો કહે છે.
(૧) મુક્તિના જીવો એટલે જે જીવો સકલ કર્મોથી રહિત થયેલા હાય તે મુક્તિના જીવો કહેવાય છે. અહીં સકલ કર્યો કહ્યા છે એનું કારણ એ છે કે જો કર્મોથી રહિત એમ કહેવામાં આવે તો મોહનીય કર્મથી સર્વથા રહિત થયેલા જીવો છદ્મસ્થ રૂપે બારમા ગુણસ્થાનકે હોય છે અને ચાર ઘાતી કર્મો સિવાય ચાર અઘાતી કર્મોથી યુક્ત તેરમા ચૌદમા ગુણસ્થાનકે કેવલ જ્ઞાની ભગવંતો હોય છે જ્યારે જીવોના બીજા ચાર અઘાતી કર્મો નાશ પામે ત્યારે જ તે સકલ કર્મોથી રહિત મુક્તિના જીવો કહેવાય છે.
(૨) સંસારી જીવો- જે જીવો કર્મોથી સહિત હોય છે એ સંસારી જીવો કહેવાય છે. મોટા ભાગના સંસારી જીવો આઠે કર્મોથી એટલે સકલ કર્મોથી સહિત હોય છે. થોડા ઘણાં એટલે કેટલાક સંખ્યાતા જીવો મોહનીય કર્મ સિવાય સાત કર્મોથી સહિત હોય છે અને કેટલાક સંખ્યાતા જીવો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયમોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોથી રહિત થયેલા સંસારી જીવો હોય છે માટે સકલ કર્મોથી સહિત
Page 3 of 234