________________
પરમાધાર્મિક સુરો દ્વારા કરાતી અનેક પ્રકારની પીડાઓનો ભોગવટો કરતા એ જીવને સુધા, તૃષા, ટાઢ અને તાપની પીડા પણ ઘણીજ હોય છે. એ જીવની ક્ષુધા સઘળાય પુગલોની રાશિનું ભક્ષણ કરવા છતાં પણ ન શમે તેવી હોય છે, એ જીવને તરસ પણ એવી લાગે છે કે તે સઘળાય સાગરોના પાણીનું પાન કરવાથી પણ નાશ ન પામે. શીતલવેદનાથી એ જીવ પીડાય છે અને તાપના અતિરેકથી એ જીવ કદર્થના પામે છે તથા તેનાથી અન્ય નારકીઓ પણ તેના ઉપર અનેક પ્રકારનાં દુઃખોની ઉદીરણા કરે છે : અર્થાતુ નરકમાં પડેલો એ જીવ પરમાધાર્મિક સુરોથી કરાતી અને ક્ષેત્રના પ્રતાપે ઉત્પન્ન થતી અનેક વેદનાઓને ભોગવે છે તેની સાથે ત્યાં પોતાની સાથે રહેલા અન્ય નરકના જીવોદ્વારા કરાતી વેદનાઓ પણ તેને ભોગવવી પડે છે.
એ સઘળીય પીડાઓના પ્રતાપે ગાઢ તાપને આધીન થયેલો એ જીવ હા માતા ! હા નાથો ! તમે રક્ષણ કરો રક્ષણ કરો. આ પ્રમાણે વિકલવપણે આક્રોશ કરે છે પણ ત્યાં તેના ગામોની રક્ષા કરનાર કોઇપણ વિદ્યમાન હોતું નથી આથી એ આત્માને તે નરકમાં મને કે કમને ટાણે પ્રકારની અનેક કારમી વેદનાઓ ભોગવવી પડે છે.
વળી કોઇ પણ રીતિએ કારમી નરકગતિમાંથી એ જીવ બહાર નીકળે છે તો ત્યાંથી નીકળીને તે બીચારો પોતાનાં પાપકર્મોના પ્રતાપે તિર્યચોમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તેને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. તિર્યંચગતિમાં તેને ભાર વહન કરવો પડે છે અને લફુટ આદિથી કુટાવું પડે છે. એ ગતિમાં એ બીચારાનાં કાન અને પુંછડું વિગેરે છેદાય છે, એ બીચારાને કૃમિનાં જાલો ખાય છે, એ બીચારો ભુખને સહન કરે છે, એ બીચારો તરસથી મરે છે અને અનેક પ્રકારની તીવ્ર વેદનાઓથી એ બીચારો પીડાય છે.
અને તિર્યંચગતિના ત્રાસથી છુટીને કોઇપણ રીતિએ મનુષ્યભવને પણ પામેલો એ જીવ, પોતાનાં તીવ્ર પાપોના પ્રતાપે મનુષ્યભવમાં પણ દુઃખોથી પીડાય છે. મનુષ્યભવમાં પણ એ આત્માને અનેક રોગોના સમૂહો કલેશ પમાડે છે, વૃદ્ધાવસ્થાના વિકારો જર્જરિત કરી નાખે છે, દુર્જન લોકો ઘણી ઘણી રીતિએ દુ:ખી કરે છે, ઇષ્ટના વિયોગો વિદ્ગલ કરે છે, અનિચ્છના સંપ્રયોગો શોક કરાવે છે, ધનહરણો એટલે લુંટારાઓ તેના ધનને ઉઠાવી જઇને તેને દીન હીન બનાવી દે છે, સ્વજનોનાં મરણો તેને આકુળ વ્યાકુળ કરી નાખે છે અને અનેક પ્રકારના અધ્યવસાયો તેને વિક્વલ બનાવી દે છે.
તથા એ જીવ કોઇપણ રીતિએ દેવજન્મને પામે તો તે જન્મમાં પણ એ બીચારો વિવિધ પ્રકારની વેદનાઓથી ગ્રસિત થાય છે. દેવલોકમાં પણ પરવશ બનેલા એ આત્માને શક્ર આદિની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, પારકાના ઉત્કર્ષનું દર્શન કરવાથી તેને ઘણોજ ખેદ થયા કરે છે,
Page 222 of 234