________________
વિદિશાના પ્રાસાદોની વચમાં ઉર્ધ્વલોકની આઠ દિશિકુમારીઓનો એક એક ગિરિ કુટ એમ આઠ ગિરિકુટ આવેલા છે. તે ૫00 યોજન ઉંચા છે. નવમો બળ અધિપતિનો ૧000 યોજન ઉંચો બળકૂટ છે. આ નવકૂટો સોમનસ કરતાં વધારે છે. બાકી બધું સોમનસ પ્રમાણે છે. ભદ્રશાલવન પણ નંદનવન સરખું જ છે. પણ વિસ્તારમાં ફેર છે. તેમજ સિતા અને સિતોદા નદીઓ ચારે દિશામાં વહેતી હોવાથી તથા ચારે એક એક વિદિશામાં એક એક એમ ચાર ગજદંત ગિરિ આવેલા હોવાથી ચૈત્યો નદીના કિનારા ઉપર અને પ્રાસાદો ગિરિકૂટોની જોડે છે. આ આઠે કૂટો કિરિકૂટ કહેવાય છે. દરેક ૫00 યોજન ઉંચા છે. નવમો સહસ્ત્રાંક કુટ નથી. મેરૂ પર્વત સંબંધી ચૈત્યો- ૪ ભદ્રશાલ વનનાં, ૪ નંદનવનનાં, ૪ સોમનસવનનાં, ૪ પાંડુક વનનાં અને ૧ ચૂલિકા ઉપરનું એમ ૧૭ છે.
મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન
મેરૂની પૂર્વ તરફ ૨૨૦00 યોજન ભદ્રશાલ વન છે. ત્યાર પછી ઉત્તર અને દક્ષિણની વચમાં (મધ્યમાં) ભદ્રશાલ વનની અંદરથી વહેતી આવતી ૫00 યોજન ઉત્તર, દક્ષિણ પહોળી સિતા નામની નદી છે. આ નદી વહેલી પર્વ તરફ લવણ સમુદ્રને મળે છે. આ નદીની ઉત્તર, દક્ષિણ બન્ને બાજુ ભદ્રશાલ વન પુરૂ થાય ત્યાર પછી એટલે ભદ્રશાલ વનની લગોલગ ૨૨૧૨ ૭ ૮ યોજન ની વિસ્તારવાળો એક વિજય છે. પછી ૫00 યોજન પૂર્વ પશ્ચિમ પહોળો વક્ષકાર પર્વત આવેલો છે. પછી તે પૂર્ણ થાય એટલે બીજી વિજય આવેલી છે. પછી ૧૨૫ યોજન પહોળી નદી આવેલી છે. પછી ત્રીજી વિજય એના પછી બીજો પક્ષકાર પર્વત. એના પછી ચોથી વિજય એના પછી બીજી નદી એના પછી પાંચમી વિજય એના પછી ત્રીજો પક્ષકાર પર્વત એના પછી છઠ્ઠી વિજય એના પછી ત્રીજી નદી એના પછી સાતમી વિજય એના પછી ચોથો પક્ષકાર અને એના પછી આઠમી વિજય આવેલી છે. એના પછી છેડે ૨૯૨૨ યોજન જગતી સુધીનું વન છે.
આ પ્રમાણે સિતા નદીની એક બાજુ ૮ વિજય ચાર વક્ષકાર પર્વત અને ત્રણ નદીઓ તથા છેડાનું વન આવેલું છે. તે જ રીતે બીજી બાજુનું પણ છે. તે ગણતાં ૧૬ વિજય, ૮ વક્ષકાર પર્વત, ૬ આંતર નદી અને છેડે વન છે. આજ રીતે મેરૂની પશ્ચિમ દિશામાં પણ છે. તે સિતોદા નદીની બન્ને બાજુ છે. છેડે જગતીને અડતુ ૨૯૨૨ યોજનનું વન પર્વ. પશ્ચિમ બન્ને તરફનાં છે. તે માપ વનના મધ્યભાગનું છે. પછી દક્ષિણ અને ઉત્તર બન્ને તરફ ઘટતું જાય છે. જગતી તરફથી ઘટતું છે. વિજય તરફતો સીધી લાઇનમાં છે. આ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ બન્ને તરફ થઇ ૩ર વિજય ૧૬ વક્ષકાર પર્વત, ૧૨ આંતર નદી અને બે છેડાના વન. વચમાં ભદ્રશાલ વન અને ભદ્રશાલ વનની મધ્યમાં મેરૂ.
વિજય પક્ષકાર- આંતર નદીઓ અને વનનું જે માપ બતાવ્યું છે. તે પૂર્વ, પશ્ચિમ પહોળાઇનું છે. ઉત્તર, દક્ષિણ લંબાઇમાં તો વિજયો પક્ષકાર પર્વતો અંતર નદીઓ અને છેડાના વન આ બધા ૧૬૫૯૨ યોજન અને ૨ કળા હોય છે.
આ વિજયોમાં સદાને માટે દુષમા સુષમા નામના આરાના ભાવો વર્તી રહ્યા છે. દરેક વિજયો પૂર્વપશ્ચિમ ૨૨૧૨ ૭ ૮ યોજન અને ઉત્તર દક્ષિણ ૧૬૫૯૨ યોજન અને બે કળા છે.
Page 126 of 234