________________
હજાર સાગરોપમ સુધી ઇન્દ્રિયપણાના ભવો કરતાં કરતાં વચમાં એક ભવ ચઉરીન્દ્રિય કે પંચેન્દ્રિયનો કરીને પાછા તે ઇન્દ્રિય રૂપે ઉત્પન્ન થાય તો ત્યાં એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એક ભવ એકેન્દ્રિય પણાનો કરી પાછો તે ઇન્દ્રિય પણામાં આવી એક હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કર્યા કરે એ રીતે વચમાં ચઉરીન્દ્રિય કે પંચેન્દ્રિય વચમાં એકેન્દ્રિયનો ભવ એમ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી ભમ્યા કરે છે. જેવા અનુબંધ બાંધેલા હોય તે પ્રમાણે તેટલા કાળ સુધી પરિભ્રમણ કર્યા જ કરે છે.
પર્યાપ્તિ- પાંચ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ. ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસ અને ખલ રૂપે પરિણાવવાની જે શક્તિ પેદા કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી જે શક્તિ પેદા કરે છે તે શરીર પર્યામિ કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંચય કરી જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુદ્ગલોનો સંચય કરી જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે પાંચ પર્યાપ્તિઓ કરે છે.
પ્રાણો- સાત, આયુષ્ય પ્રાણ, કાયબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચન બલ.
જે સ્થાનેથી તે ઇન્દ્રિય રૂપે ઉત્પન્ન થતાં પર્યાપ્તા તેઇન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય પેદા થાય છે, શરૂ થાય છે ત્યારથી આયુષ્ય પ્રાણ ગણાય છે. શરીર પર્યામિ પૂર્ણ કરે ત્યારે જગતમાં રહેલા ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શરીર રૂપે પરિણાવી વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે કાયબલ પ્રાણ કહેવાય છે.
ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થતાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય એમ ત્રણ પ્રાણો પેદા થાય છે. આથી સ્પર્શેન્દ્રિય ના આઠ વિષયો રસનેન્દ્રિયના પાંચ વિષયો અને ધ્રાણેન્દ્રિયના બે વિષયો એમ પંદર વિષયોમાં અનુકૂળ અને પ્રતિકૂળ પણાની પ્રતિતી વિશેષ રીતે પેદા થતી જાય એવી શક્તિ આ પ્રાણોથી પેદા થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઉચ્છવાસ રૂપે પરિમમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે ઉચ્છવાસ પ્રાણ કહેવાય છે અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે તે વચનબલ કહેવાય છે. આ સાતમાં પ્રાણ પેદા કરે છે અને જયાં સુધી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી ખેલ રસ રૂપે પરિણાવી રસવાળા પુદ્ગલોથી સાતેય પ્રાણોને પુષ્ટ કરતો શક્તિ વધારતો પોતાનું જીવન જીવે છે.
Page 77 of 234