________________
ઉપયોગથી કેટલાય મરણ જોઇ રહ્યા છે માટે ચેતવે છે સમજ્યા ! ચેતી જાવ. બીજી દલીલ એ છે કે આદુ સુકવીને સુંઠનો ઉપયોગ થાય છે ને ? તેનો જવાબ એ છે કે એ તો ઔષધ માટે ઉપયોગ થાય છે ખાવા માટે થતો નથી. અને સુકવેલી સુંઠના ગાંગડા પર પાણી પડે તો સચિત્ત થતી નથી જયારે બટાકા વગેરે કંદમૂળ પર પાણી પડે તો પાછી અનંતકાયની યોનિ થઇ જાય છે માટે કંદમૂળની સુકવણીનો પણ નિષેધ કર્યો છે. ઓછી હિંસાથી શરીર ટકાવવા અને જીવન જીવવા પદાર્થો મલે તે રીતે જીવતા ધીમે ધીમે અભ્યાસ પાડી સંપૂર્ણ હિંસાથી છૂટી જવાય તેની કાળજી રાખી પ્રયત્ન કરવા જેવો છે !
કિસલય કોને કહેવાય ? બીજનો જીવ અથવા કોઇ અન્ય જીવ બીજમાં મૂળ રૂપે ઉત્પન્ન થઇને વિકસીત અવસ્થા કરે છે જેથી મૂળનો જીવ અને પ્રથમપત્રનો જીવ એકજ છે) બીજની વિકસીત અવસ્થા એજ પ્રથમ પત્ર છે ત્યાર પછી અનન્તર ભાવી કિસલય અવસ્થાને અનંતકાય જંતુઓજ ઉત્પન્ન કરે છે એટલે કિસલય અવસ્થા અનંતકાય છે.તેમની સ્થિતિ કાળ પૂર્ણ થયે મૂળજીવ અનંતકાયિકોના શરીરને પોતાના આદ્ય અંગરૂપે ગ્રહણ કરીને પ્રથમ પત્ર થાય ત્યાં સુધી વૃધ્ધિ પામે છે. ઉગતા સર્વ કિસલયા અનંત કાયિક છે. પહેલો અંકુરો ફુટે એ સર્વ સાધારણ હોય પછી યોગાનુસાર વૃધ્ધિ પામે ત્યારે એ પ્રત્યેક કે સાધારણ થાય છે.
અનંતકાય જીવોનાં શરીર :- ઉચ્છવાસ-નિશ્વાસ આહાર એ સાધારણ હોય છે એટલે એક સાથે એક સરખો હોય છે.
અનંતકાયોનું વિશેષ લક્ષણ - (૧) મૂળ આદિદશે વાના ભાંગતાં ભંગ સમ થાય તે દશે વાના અનંત કાયિક જાણવા. કોમળપણાને લીધે સમભંગ થાય તે નહિ પણ જેઓનાં હંમેશ સમભંગ થાય તે. (૨) મૂળ વગેરે ભાંગવાથી હીર = વિષમ છેદ અથવા દાંતા ન દેખાય તે. (૩) મૂલ કાષ્ટથી મૂળ સ્કંધ કંદ શાખાઓની છાલ વધારે સ્થૂલ હોય તે. (૪) જે મૂળ, કંદ, પત્ર, ફળ, પુષ્પ અને છાલને ભાંગતાં ચક્રાકાર સમચ્છેદ થાય તે. (૫) પર્વ રૂપ ગ્રંથી છેદવાથી અંદર રજવડે આચ્છાદિત દેખાય છે.
(૬) ભાંગવાથી ચક્ર સમાન આકાર થાય જેની ગાંઠ પરાગ ચૂર્ણથી ભરેલી હોય જેનો માટીની જેમ ભંગ થાય તે.
(૭) ગુપ્ત નસોવાળાં ક્ષીરવાલા, ક્ષીરવિનાના બે અડધીયાં વચ્ચેની સંધી જણાતી ન હોય તેવા પત્રો એટલે પાંદડાઓ અનંતકાય રૂપે હોય છે. બીજા પણ આવા અનેક પ્રકારો જ્ઞાનીઓએ કહેલા છે.
જૈન શાસનમાં અનંતા જીવોનાં અનંતા ભેદ પડે છે એમ કહ્યું છે. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો પડે છે અને સંખ્યાતાના સંખ્યાતા ભેદો પડે છે એમ કહેલું છે. કોઈ દિવસ સંખ્યાતાના અસંખ્યાતા ભેદ ન થઈ શકે અસંખ્યાતા ના અનંતા ભેદ ન થઇ શકે માટે જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો અને જગતનું સર્વ પાણી સઘળા સમુદ્રોનું ભેગું કરેલું પાણી તેમાં પણ અસંખ્યાતા જ જીવો હોય છે.
સાધારણ વનસ્પતિ કાયના મુખ્ય બે ભેદ :(૧) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય અને
Page 43 of 234