________________
પહેલો, બીજો અને ત્રીજો આરો યુગલિક ક્ષેત્રવાળો ગણાય છે. માટે ત્યાં કલ્પવૃક્ષથી મનુષ્યો જીવતા હોવાથી ત્યાં અગ્નિકાય જીવો ઉત્પશ થતાં નથી. ત્રીજા આરાના છેડે એટલે ક્રોડપૂર્વમાં ૮૪ લાખ પૂર્વ વર્ષથી અધિક કાળ કાંઇક બાકી રહેતા શ્રી ઋષભદેવ ભગવાન ચ્યવન પામ્યા જન્મ પામ્યા અને કુમાર અવસ્થા પસાર કરીને રાજા બન્યા ત્યાર પછી તેઓ હાથી ઉપર બેસી ગામ બહાર નીકળ્યા એટલે સામે બે પહાડ હતા તે પવનથી અથડાવાથી ત્યાં સ્વાભાવિક રીતે અગ્નિ પેદા થયો જવાળાઓ નીકળવા માંડી ત્યારથી આ અવસરપિણીમાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ શરૂ થઇ તે ચોવીશમાં તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીનું શાસન પાંચમા આરાના છેડા સુધી રહેશે, એટલે પાંચમા આરાના એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું છે ત્યાં સુધી આ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને મરણ રહેવાના જ છે. જેવું શાસન વિચ્છેદ પામશે કે તરત જ બાદર અગ્નિકાય જીવોની ઉત્પતિ નો નાશ થશે એટલે ઉત્પણ થશે નહિ. જયારે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વીશ-વીશ તીર્થકરો ના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન તથા નિર્વાણ ચાલુ જ રહેતા હોવાથી ત્યાં તીર્થકરોનો વિરહકાલ નથી આથી અનાદિકાલથી તીર્થકરો હયાત છે અને સદા માટે રહેવાના છે માટે બાદર અગ્નિકાય જીવો સદા માટે જન્મ મરણ રૂપે ઉત્પન્ન થયા જ કરે છે. આથી આ જીવોને ઉત્પન્ન થવા લાયક સ્થાનોમાં ઘણું જ અલ્પ સ્થાન ગણાય છે.
આ બાદ તેઉકાયના ૧૪ ભેદો હોય છે.
(૧) અંગારાનો અગ્નિ (૨) ભારહાડનો અગ્નિ (૩) તૂટતી જવાલાનો અગ્નિ (૪) અખંડ જવાલાનો અગ્નિ (૫) ઉંબાડાનો અગ્નિ (૬) ચકમકનો અગ્નિ (૭) વિજળી નો અગ્નિ (૮) તારાનો અગ્નિ (૯) અરણીનો અગ્નિ (૧૦) વાંસનો અગ્નિ (૧૧) કાષ્ટનો અગ્નિ (૧૨) સૂર્ય સામે કાચ ધરતાં તેમાંથી ઝરતો અગ્નિ (૧૩) દાવાનળનો અગ્નિ અને (૧૪) નિભાડાનો અગ્નિ. આ સિવાય બીજા ઘણાં ભેદો બાદર તેઉકાય જીવોના હોય છે.
આ જીવોનું ક્ષેત્ર થોડું હોવા છતાંય આ જીવોની હિંસામાં દોષ વધારે લાગે છે માટે જ્ઞાની ભગવંતો એ કહ્યું છે કે આ જીવોને સૂક્ષ્મ બુધ્ધિથી જાણવા યોગ્ય છે. બીજા જીવોની હિંસામાં લખેલ નથી માત્રા આ જીવોની હિંસામાં જ આ વાત જણાવેલી છે. કારણકે અગ્નિકાયની હિંસામાં જ્ઞાની ભગવંતોએ છએ કાયની હિંસા જોયેલી છે તે આ રીતે
જે પદાર્થમાંથી અગ્નિ પેદા થતો હોય છે તે પદાર્થ કાંઇક જલીય પદાર્થ હોવો જોઇએ એટલે ભીનાશવાળો હોવો જોઇએ. જો તેમાં પાણીનો અંશ ન હોય તો તેમાંથી અગ્નિ પેદા થતો નથી તેથી તે જલીય પદાર્થ તે અપકાયના જીવો રૂપે હોય છે. અપૂકાય જીવો જયાં હોય ત્યાં પૃથ્વીના જીવો હોય જ કારણ પાણી પૃથ્વી સિવાય રહે નહિ માટે પૃથ્વીકાય આવે. જયાં પાણી હોય ત્યાં વનસ્પતિ અવશ્ય હોય જ એમ શાસ્ત્ર વચન છે માટે વનસ્પતિકાય આવે. અગ્નિ પોતે સળગે છે માટે અગ્નિકાય આવે. વાયુકાય એટલે પવનનાં જીવો હલન ચલનથી હોય છે માટે વાયુકાય આવે અને ટોસ જીવો ઉડતા ઉડતા પડ્યા વગરના રહે નહિ માટે ટોસ કાય આવે આ
Page 29 of 234