________________
આ પાંચેય વર્ણવાળા પુદ્ગલોને જોવાની શક્તિ ચહેરીન્દ્રિય જીવોથી જ શરૂ થાય છે. એકેન્દ્રિયથી તે ઇન્દ્રિય પણામાં રહેલા જીવોને પુદ્ગલોનો આહાર હતો પણ તે પુદ્ગલોને જોવાની શક્તિ નહોતી મલી પણ આ જીવોને ગ્રહણ કરાતા પુદ્ગલોને જોવાની શક્તિ પેદા થયેલી હોવાથી મન ગમતા આંખને ગમે તેજ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેમાં આસક્તિ, મમત્વ, રાગાદિ પરિણામ વધતા જાય છે અને એ સંસ્કાર દ્રઢ કરીને પોતાનો દુઃખમય સંસાર વધારતા જાય છે. જે જીવોને અહીંયા પણ સારા વર્ણવાળા પુદ્ગલો પ્રત્યેનું આકર્ષણ વધારે હોય અને મેચીંગ માં જ મોટો ભાગ જોઈ જોઇને પસાર કરતા હોય. કયા પદાર્થની સાથે કઇ ચીજ સારી લાગશે તેનો વિચાર મોજશોખના પદાર્થોમાં જ વિશેષ રીતે કાળ પસાર કર્યા કરે. તો તેવા જીવો મોટે ભાગે ચઉરીન્દ્રિય પણામાંથી એ સંસ્કાર લઇને આવ્યા છે અને અહીંથી મોટે ભાગે ત્યાં જશે અથવા તેનાથી નીચી ગતિમાં જશે એમ જ્ઞાનીઓ કહે છે. જે જીવોને મેચીંગમાં વિશેષ સમજ પડતી હોય તો આજુબાજુવાળા તેના વખાણ કરે તો પોતે આનંદ પામતો જાય છે. એટલું નહિ કોઇ પણ ચીજ કોઇને લાવવાની હોય અને તે ચોઇસ કરવા માટે પોતાને સાથે લઇ જાય અને જે પોતે ચોઇસ કરી આપે તેજ લે તો તેનો આનંદ કેવો હોય ? અને તે ચીજો ખરીદી લાવેલી જેટલો ટાઇમ તેનો ઉપયોગ કરશે તેમાં જેટલો રાગ પોષાશે તે બધાયનું પાપ એ જીવને લાગ્યા જ કરવાનું અને એમાં જ આયુષ્યનો બંધ પડે તો અહીંથી ક્યાં જવાનું? પુણ્યોદયથી ચીજ મલે તેનો વાંધો નહિ પણ આ રીતે ઇન્દ્રિયોની અનુકૂળતાનું પોષણ થાય તેમાં રાગ આસક્તિ મમત્વ વધે એ રીતે જીવન જીવવું અને એ સંસ્કાર મજબુત બનતા રહે તે રીજે જીવવાથી આત્માનું કલ્યાણ કાંઈ દેખાય ખરું? આનો અર્થ એ થાય કે પુણ્યોદયથી સામગ્રી મેળવી પાપનો પૂરવઠો વધારે એકઠો કરી આ પદાર્થોના દર્શન ન થાય એ રીતે કર્મબંધ કરી રખડપટ્ટીમાં ચાલ્યા જવાનું ! એટલે પાપનો પૂરવઠો ખૂટી ગયેલો તે ભેગો કરવા માટે આ પુણ્યની સામગ્રી મલી છે એમ કહેવાય. આ ચઉરીન્દ્રિય જીવોને પુગલોના વર્ણ જોવા માટેની જે શક્તિ મળેલી છે તેમાં અનુકૂળ પુગલો જે વર્ણમાં સારા દેખાય તેનો રાગ કરીને તેના સંસ્કાર દ્રઢ કરતો જાય છે અને જે વર્ણાદિના પુદ્ગલો પોતાને ન ગમતા હોય તેના પ્રત્યે નારાજી દ્વેષ કરીને દ્વેષ પણાના સંસ્કારો દ્રઢ કરતો જાય છે માટે મળેલી સામગ્રીમાં સાવચેતી રાખીને જીવશું તો આ સંસ્કારો જે પડેલા છે તે ઓછા થતાં થતાં નાશ પામશે અને કાંઇક આત્મિક ગુણ તરફ ઢાળ વળશે.
આ ચઉરીન્દ્રિય જીવો- માખી, મચ્છર, ડાંસ, વિછી, ભમરા, ભમરીઓ ઇત્યાદિ અનેક પ્રકારના આ જીવો જગતમાં હોય છે.
આ જીવોના ઉત્પત્તિ સ્થાનો- મોટે ભાગે તિચ્છ લોકમાં અસંખ્યાતા દ્વીપો અને અસંખ્યાતા સમુદ્રોમાં હોય છે. ઉર્ધ્વલોકમાં પાંડુકવન સુધીમાં અધોલોકમાં હજાર યોજન જલાશયોમાં તથા કુબડી વિજયોમાં તથા મનુષ્યના શરીરમાંથી નીકળતા અશુચિ પદાર્થોના ચૌદ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે અને મરે છે. મૈથુનની ક્રિયામાં પણ આ જીવો અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
ચઉરીન્દ્રિય જીવોને બે ભેદો હોય છે :(૧) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય (ર) પર્યાપ્તા ચઉરીન્દ્રિય
અપર્યાપ્તા ચઉરીન્દ્રિય ભેદનું વર્ણન
Page 79 of 234