________________ તે યથાવસ્થિત કર્મ વિપાકને તેજ રીતિએ પ્રતિપાદન કરતા મને હે ભવ્ય જીવો ! તમે સાંભળો. સંસાર એટલે ચારગતિ : હવે સૂત્રકાર પરમષિ સૂત્ર દ્વારા તે કર્મવિપાકને કેવી રીતિએ વર્ણવે છે, એ વસ્તુનો સારી રીતિએ અને સ્પષ્ટતાથી ખ્યાલ આવે તે માટે, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ પ્રથમ તેનો ખ્યાલ આપવા માટે સંસારમાં ગતિઓ કેટલી છે, તે ગતિઓમાં યોનિઓ અને કુલકોટિઓ કેટલી છે, તે તે ગતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે તે ગતિઓમાં કેવા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ તથા કઈ કઈ જાતિનાં અને કેવા કેવા પ્રકારનાં દુઃખો છે અને આ બધાય ઉપરાંત એ ભયાનક સંસારમાં કેવી અશરણ દશા છે, એનો અનંતજ્ઞાનીઓના વચનાનુસાર આબેહુબ ચિતાર આપવાનો ઇરાદો રાખે છે અને એ જ કારણે એ પરમોપકારી પરમર્ષિ ક્રમસર એ સઘળી વસ્તુઓનું વર્ણન કરતાં શરૂઆતમાંજ સંસાર એટલે શું ? એ સમજાવતાં ફરમાવે છે કે “नारकतिर्य नरामरलक्षणाश्चतस्त्रो गतय?" નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે : અર્થાત્ ચાર ગતિઓ કહો કે સંસાર કહો એ એકજ છે. Page 234 of 234