________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય
ભાઇ ભાઇમાં ગમે તેવા સ્નેહુ હાય તા ય એક લાહીની સગાઈ, છતાં એક દિવસ એવા આવે છે કે જ્યારે તે સ્નેહ પણ અદૃશ્ય થઈ જાય છે. આ જગત સ્વભાવથી જ કાંઇક વિલક્ષણ છે કે જ્યાં અડિંત સ્નેહ હોય ત્યાં જરા શંકાને સ્થાન મલતા વૈમનસ્ય થતાં વાર લાગતી નથી. પિતાજી હતા ત્યાં લગી અમારે ભાઇઆમાં કેવા સ્નેહ હતા ! પણ પિતાજીના પરલોકગમન થયા બાદ, ભાઈ સર્વ સત્તાધીશ થયા. મારી ઉપર ખોટા વહેમ લાવી ભાભીના કહેવાથી મારી ઉપર નારાજ થયા, અલ્કે મારૂં અપમાન કર્યું. હશે, એ સત્તાના કેફે જ એવા છે, કે માનવીની વિચારકિતને હુઠાથી તેમાં જોહુકમી ચલાવવાની ભાવના રહે છે. તેવી રીતે ભાઈ એ પણ મારૂ અપમાન કરી ખેાટી જોહુકમી ચલાવી છે. પણ મારી વાત સાંભળવાની ય પરવા કરી નહી. એવું અપમાન સહન કરી પરાધિનપણે રહેવું, તેના કરતાં વીર પુરૂષને તેા પરદેશમાં પેાતાના ભાગ્યની પરિક્ષા કરવી તે જ શ્રેષ્ઠ છે!
વળી સ્ત્રીઓની તેા વાત જ શી કરવી ? સ્રી એ તા માયાનું ઘર ! અસત્યનુ મંદિર ! એની પાતાની વાત ન અને તે તે શું નથી કરતી ? શું નથી કરાવી શકતી ? એ સ્ત્રીનાં અસત્ય વચન પણ ભાઇએ સત્ય માન્યાં, પરિણામ એ આવ્યુ કે મારે વતનનો ત્યાગ કરી મહાર ફરવું પડ્યું. પરવા નહી, એક રીતે તે સારૂં” જ થયુ કે પરદેશમાં ફરવાથી મનુષ્ય બુદ્ધિ વધે, અનેક સ્વભાવના મનુષ્યાનો પરિચય થાય, જગતની વિવિધ રચના, કળા, કુશળતા જોવાય ! ” આવા ઉદગાર વસંતરૂતુના એક દિવસની મધ્યાન્હ સમયે જંગલમાં એક તરૂવરને આશ્રયે બેઠેલા એક નવયુવકના હતા. હજી થુવાનીની શરૂઆત જ હવે થાય