________________
ચરિત્ર-રહસ્ય ત્સવો-કવિઓની સ્તુતિ–મંત્રીએ બતાવેલી અનિવાર્ય ઉદારતા–પર્વત પરથી નીચે ઊતરવું–મંત્રીએ અને તેના પરિવારે શત્રુંજય ઉપર ને તેને લગતાં સ્થાનમાં કરેલાં પુણ્યકાર્યોને સરવાળે (પૃષ્ઠ ૨૨૮ થી. ૨૩૨)–ગિરનાર ઉપર અને તેને લગતાં ગામ અને શહેરોમાં કરાવેલાં તમામ પુણ્યકાર્યોનો સરવાળો (પૃષ્ઠ ૨૩૨ થી ૨૩૬)-મંત્રીનું ધવલકપુર તરફ પ્રયાણ–ત્યાં પહોંચવું -વિરધવળ રાજાનું સામે આવવું –પુરપ્રવેશ મહત્સવ–વીરધવળ રાજાએ કરેલ સંઘની ભક્તિ-મંત્રીએ દરેક અગ્રણીને કરેલ દ્રવ્યના વ્યય સંબંધી પૃચ્છા-આભડશાહના પુત્ર આસપાળને ઉત્તર સાંભળી તેને કરેલો તિરસ્કાર–પાછળથી આપેલ. ક્ષમા–મંત્રીએ કરેલી સંઘભક્તિ અને સત્કાર્ય પૃષ્ઠ ૧૮૫ થી ૨૩૯.
સતમ પ્રસ્તાવમાં–વરધવળ રાજાની સભામાં ચરપુરુષનું આગમને–તેણે કહેલી યોગિનીપુર (દીલ્હી) થી મજદીન બાદશાહના આગમનની હકીકત–રાજાને ઉત્પન્ન થયેલી ચિંતા–હવે શું કરવું ? તે સંબંધી તેણે કરેલી મંત્રીને પૃછા–મંત્રીએ આપેલ આશ્વાસનમંત્રીનું લશ્કર સહિત બાદશાહની સામે પ્રયાણ–પાટણ પહોંચવુંત્યાં મહયુલા દેવીએ આપેલ સ્વપ્ન–તેમાં બતાવેલી યુક્તિ અને પિતાની સહાયકતા–ત્યાંથી કરેલ આગળ પ્રયાણુ–પાલણપુર, ચંદ્રાવતી થઈ અબુંદાગિરિ પાસે આવવું–ત્યાં થયેલ યવનસૈન્ય સાથે યુદ્ધયવનોનું પરાસ્ત થઈ નાસી જવું–મંત્રીએ પ્રાપ્ત કરેલ વિજય–ત્યાંથી પાટણ આવવું–ત્યાં કરેલાં અનેક શુભ કાર્યો–અનુક્રમે ધવલકપુર આવવું– રાજાએ કરેલું પંચાંગ પ્રસાદ–પૌરજનોએ કરેલા મહોત્સવ–માણિજ્યસૂરિ સાથેનો સંબંધ–મંત્રીનું સ્તંભતીર્થ પુર આવવું–તેમની સાથે. થયેલ મેળાપ–કવિકૃત સ્તુતિ.
સપાદલક્ષ દેશ (માળવા)ને નાગપુરમાં રહેનારા પુણ્યશાહનું શત્રુંજયની યાત્રા માટે પ્રયાણ-ધવલક્કપુરને માર્ગ તજીને તેનું અન્ય. માગે ગમન–મંત્રીને પડેલી ખબર–તેને થયેલ ખેદ–તેજપાળને સંઘ.