________________
બચુભાઈ રાવત
૧૩ જાય તો નીચે ઊતરીને પાછો સળગાવી લે. કોઈ વખત દિવાસળીની પેટી ભૂલી ગયા હોય અને તેલ ખૂટી જતાં લૅમ્પ ઓલવાઈ જાય તો સાઇકલ પરથી નીચે ઊતરી જાય અને બે હાથે સાઈકલ પકડી ચાલતાં ચાલતાં પાલડી પાસેના ઘરે પહોચે. કોઈ વખત આવું બને અને એલિસબ્રિજ પાસે ફરજ પરનો પોલીસ પૂછે, “કેમ સાહેબ, પંકચર પડ્યું છે?” બચુભાઈ કહે, “ના ભાઈ, આ તો લેમ્પ ઓલવાઈ ગયો છે એટલે ચાલતો જાઉં છું.” પોલીસ કહે, “કશો વાંધો નહિ, સાહેબ. હવે બેસી જાઓ. હું રજા આપું છું.” બચુભાઈ કહે, “ના ભાઈ! તમારી મહેરબાની, પણ મારાથી એમ બેસાય નહિ. કાયદાને પૂરેપૂરું માન આપવું જોઈએ.” આવતી કાલના નાગરિકોનું ઘડતર કરવા ભેખ લેનાર બચુભાઈની આ પ્રકૃતિ હતી.
કાર્યાલયમાં પોતે રાત્રે કામ કરતા તેમાંથી એક દિવસ એટલે કે બુધવારનો દિવસ બચુભાઈ કવિઓને આપતા. સાંજના સાતથી અગિયાર સુધી નવી નવી કવિતાનું વાંચન થાય અને પછી એના ઉપર ચર્ચા ચાલે. વખત જતાં આ કાવ્યગોષ્ઠીની બેઠકનું નામ જ “બુધસભા' પડી ગયું. પૂરી નિયમિતતાથી બચુભાઈ હંમેશાં બેઠા હોય. શિયાળાની કડકડતી ઠંડી હોય અને કોઈ જ કવિ આવ્યા ન હોય ત્યારે પણ બચુભાઈ સગડી સળગાવીને ત્યાં એકલા બેઠા હોય અને વખત થાય એટલે ઘરે જાય.
૧૯૫૫માં હું એક વર્ષ માટે અમદાવાદમાં રહ્યો હતો ત્યારે હું બુધસભામાં નિયમિત જતો. કોઈ વાર મારી પાસે સાઈકલ ન હોય તો બચુભાઈ કહે, “ચાલો, આપણે ચાલતાં ચાલતાં ઘરે જઈશું.” હું તેમને આગ્રહપૂર્વક વિનંતી કરું, “તમે તો વડીલ છો અને હજુ તમારે ઘરે જઈને જમવાનું બાકી છે. તમે જલદી સાઇકલ ઉપર ઘરે પહોંચો.” પરંતુ કોઈ પણ વખત મને એકલો મૂકીને બચુભાઈ ઘરે વહેલા પહોંચ્યા નથી. બચુભાઈનાં ધર્મપત્ની એમની રાહ જોતાં રાત્રે ઘરમાં એકલાં જાગતાં બેઠાં હોય. છોકરાંઓ
ક્યારનાં ઊંઘી ગયાં હોય. બચુભાઈ ઘરે પહોંચીને જમી લે તે પછી જ એમનાં પત્ની જમવા બેસે. બચુભાઈ એમને “બાઈ' કહીને બોલાવતા. બાઈની પતિપરાયણતા આર્ય નારીને ગૌરવ અપાવે એવી હતી.
લગભગ સિત્તેરની ઉંમર સુધી બચુભાઈ સાઈકલ ઉપર કાર્યાલયમાં જતા. પછી બસમાં અથવા ક્યારેક રિક્ષામાં જવાનું ચાલુ કર્યું. રાયપુરથી રાત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org