________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૧
एतदेव भावयति
गंठीओ आरओवि हु, असई बंधो ण अण्णहा होइ । ता एसो वि हु एवं, णेओ असुहाणुबंधोति ॥ ३८६ ॥ ग्रन्थेरुक्तरूपादारतोऽपि तस्मिन्नभिन्नेऽपि सति, किं पुनर्भिन्नग्रन्थौ, अशुभानुबन्धतोऽनन्तसंसार इत्यपिशब्दार्थः, 'असकृद्' अनन्तवारान् 'बन्धो' ज्ञानावरणादीनां कर्मणां स्वीकारः, 'न' नैवान्यथाऽशुभानुबन्धं विना भवति, अनुरूपकारणप्रभवत्वात् सर्वकार्याणाम्। 'तत्' तस्मादेषोऽप्यसकृद्बन्धो, न केवलं यतोऽसौ प्रवृत्त इत्यपिशब्दार्थः, हुः स्फुटम्, एवमशुभानुबन्धमूलत्वेन ज्ञेयोऽशुभानुबन्ध इति, कार्यकारणयोर्मृद्घटयोरिव कथञ्चिदभेदात् । तस्मात् कारणकृतस्य कार्यभूतस्य चाशुभानुबन्धस्य त्रोटने यत्नो વિધેય કૃતિ ૮૬ ॥
આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ—ગ્રંથિભેદ પૂર્વે પણ થયેલો અનંતવાર કર્મનો બંધ અશુભાનુબંધ વિના થયો નથી. આ અનંતવાર કર્મબંધ પણ અશુભાનુબંધ મૂલક હોવાથી અશુભાનુબંધ જાણવો.
ટીકાર્થ-ગ્રન્થિભેદ પૂર્વે પણ’” એ સ્થળે ‘પણ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે—ગ્રંથિભેદ થયા પછી તો અશુભાનુબંધથી અનંતસંસાર થાય છે, કિંતુ ગ્રંથિ ભેદ થયા પહેલાં પણ જ્ઞાનાવરણ વગેરે કર્મોનો જે અનંતવાર બંધ થયો છે તે પણ અશુભાનુબંધથી થયો છે. અશુભાનુબંધ વિના થયો નથી. કારણ કે સર્વકાર્યો અનુરૂપ કારણોથી થાય છે, અર્થાત્ જેવું કારણ હોય તેવું કાર્ય થાય છે. (પ્રસ્તુતમાં કર્મબંધ રૂપ કાર્ય અશુભ છે તો એનું કારણ પણ અશુભ જ હોવું જોઇએ. અશુભકર્મના ઉદયથી અશુભ કર્મબંધ, ફરી તે અશુભકર્મના ઉદયથી અશુભકર્મબંધ, ફરી તે અશુભકર્મના ઉદયથી અશુભકર્મબંધ, આમ અશુભાનુબંધથી અનંતવાર કર્મબંધ થયો છે.)
ગ્રંથિભેદ પૂર્વે થયેલ અનંતવાર કર્મબંધનું મૂળ અશુભાનુબંધ છે. આથી ગ્રંથિભેદ પૂર્વે થયેલ અનંતવા૨ કર્મબંધને પણ અશુભાનુબંધ સ્વરૂપ જાણવો. કારણ કે માટી અને ઘટની જેમ કાર્ય અને કારણ કથંચિત્ અભિન્ન(=સમાન) હોય છે. (પ્રસ્તુતમાં અશુભાનુબંધ કારણ છે અને અનંતવાર થયેલ અશુભકર્મબંધ કાર્ય છે. તેથી અનંતવા૨ થયેલ અશુભકર્મબંધ પણ અશુભાનુબંધ સ્વરૂપ છે.)
આથી કારણથી કરાયેલઅને કાર્યરૂપ થયેલ અશુભાનુબંધને તોડવામાં પ્રયત્ન કરવો જોઇએ.
૧. અહીં ટીકામાં જારળતસ્ય પ્રયોગના સ્થાને વાળરૂપસ્ય એવો પ્રયોગ વધારે સંગત બને છે. રળરૂપસ્ય પ્રયોગ હોય તો અર્થ આ પ્રમાણે થાય—“આથી કારણરૂપ અને કાર્યરૂપ અશુભાનુબંધને તોડવામાં પ્રયત્ન કરવો જોઇએ. (અશુભાનુબંધથી અશુભાનુબંધ થતો હોવાથી અશુભાનુબંધ કારણ રૂપ પણ છે અને કાર્યરૂપ પણ છે.)