________________
૧૯
ઉપદેશપદ : ભાગ-૨ ભંગ થાય છે, અને એથી ધર્મનો નાશ થાય છે. મૂલગુણ આદિના ભંગમાં બાહ્ય ક્રિયાઓ દ્વારા ધર્મ કરાતો હોય તો પણ પરમાર્થથી એ ધર્મ જ નથી. અતિચાર રૂપ અલ્પ અનુબંધમાં ધર્મ હોવા છતાં મલિન જ હોય છે, અર્થાત્ દોષનો અનુબંધ મંદ હોય તો ધર્મનો સર્વથા નાશ ન થાય, ધર્મ હોય, પણ અતિચારોથી મલિન થયેલો ધર્મ હોય. આથી જ “પ્રગટ કર્યા છે સર્વશલ્યો જેણે એવો” ઈત્યાદિ” કહેવાય છે.
ધર્મ પણ સબલ થાય એ સ્થળે “પણ” નો અર્થ આ પ્રમાણે છે–તેનાથી પરમાર્થથી અધર્મ તો થાય જ છે, કિંતુ ધર્મ પણ સબલ થાય છે. ધર્મનો અર્થ પૂર્વે (૩૨૨મી ગાથામાં) કહ્યો છે. (૩૮૩)
इत्थं लौकिकमुदाहरणमभिधाय लोकोत्तरमभिधित्सुराहलोउत्तरंपि एत्थं, निदरिसणं पत्तदंसणाईवि । असुहाणुबंधतो खलु, अणंतसंसारिया बहवे ॥३८४॥
'लोकोत्तरमपि' न केवलं लौकिकमित्यपिशब्दार्थः, अत्राशुभानुबन्धे निदर्शनमुदाहरणम् । क इत्याह-'प्राप्तदर्शनादयोऽपि' लब्धविशुद्धसम्यक्त्वज्ञानचारित्रसम्पदोऽपि, किं पुनस्तविकलजीवा इत्यपिशब्दार्थः, अशुभानुबन्धत उक्तरूपात्, खलुरवधारणे, 'अनन्तसंसारिका' अनन्तोत्सर्पिण्यवसर्पिणीप्रमाणः संसारो येषामस्तीति ते તથા વદવો' મૂયાં રતિ રૂ૮૪
આ પ્રમાણે લૌકિક દૃષ્ટતને કહીને લોકોત્તર દખંતને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ અહીં લોકોત્તર પણ દગંત છે. સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ ઘણા જીવો અશુભાનુબંધથી જ અનંતસંસારી થયા છે.
ટીકાર્થ—અહીં અશુભાનુબંધમાં.
સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ=વિશુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સંપત્તિને પામેલા પણ.
અનંતસંસારી=અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ સંસારમાં પરિભ્રમણ કરનારા.
લોકોત્તર પણ”એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–કેવળ લૌકિક દૃષ્યત છે એમ નહિ, કિંતુ લોકોત્તર પણ દષ્ટાંત છે.
' “સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ ઘણા જીવો અશુભાનુબંધથી અનંતસંસારી થયા તો, સમ્યગ્દર્શન વગેરેને નહિ પામેલા જીવો અશુભાનુબંધથી અનંતસંસારી થાય તેમાં તો શું કહેવું? (૩૮૪)