________________
ઉપદેશપદ : ભાગ-૨
एतदेव भावयतिचउदसपुव्वधराणं, अपमत्ताणं वि अंतरं समए । भणियमणंतो कालो, सो पुण उववजए एवं ॥३८५॥
'चतुर्दशपूर्वधराणां' समस्तश्रुतजलधिपरपारप्राप्तानाम् ऋषिविशेषाणाम् , 'अप्रमत्तानामपि च पुलाकबकुशप्रतिसेवनाकुशीलसाधुयोग्यप्रमादस्थानपरिहारवतामपि, किंपुनः सम्यग्दर्शनादिशेषगुणभाजामित्यपिशब्दार्थः, 'अन्तरं' प्रतिपतितप्रस्तुतगुणानां पुनर्लाभव्यवधानं 'समये' जिनागमे 'भणितं' निरूपितम्। कीदृशमित्याह-अनन्तकालः, यथोक्तं-"कालमणंतं च सुए, अद्धा परियट्टओ य देसूणो। आसायणबहुलाणं उक्कोसं अंतरं होई ॥१॥" स पुनरनन्तकाल उपपद्यते, एवमशुभानुबन्धस्य रौद्रतायां सत्यामिति। नावश्यवेद्यमशुभानुबन्धमन्तरेण प्रकृतगुणभङ्गे पुनर्लब्ध्या कियत्कालव्यवधाने શ્ચિચો હેતુરતીતિ રૂટકા
આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ –અપ્રમત્ત પણ ચૌદપૂર્વધરોનો અંતરકાળ અનંત કહ્યો છે, તે અનંતકાળ આ પ્રમાણે ઘટે છે.
ટીકાર્ય–અપ્રમત્ત પણ=પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુઓને યોગ્ય જે પ્રમાદસ્થાનો છે, તે પ્રમાદસ્થાનોનો ત્યાગ કરનારા પણ. જો આવા પણ જીવોનો અંતરકાળ અનંત થાય તો સમ્યગ્દર્શન વગેરે બીજાગુણોને નહિ પામેલા જીવોનો અંતરકાળ અનંત થાય તેમાં શું કહેવું?
ચૌદપૂર્વધરો સર્વશ્રત રૂપ સમદ્રના પારને પામેલા વિશિષ્ટ મુનિઓ.
અંતર=પડેલા ગુણો ફરી પ્રાપ્ત થાય તે વચ્ચેનો કાળ, અર્થાત્ ગુણોનું પતન અને પુનઃ પ્રાપ્તિ એ બે વચ્ચેનો જે કાળ તેને અંતર કહેવામાં આવે છે.
આ પ્રમાણે ઘટે છે–અશુભાનુબંધ રૌદ્ર હોય તો જ ઘટે છે. પ્રસ્તુત ગુણોનો ભંગ થાય અને ફરી પ્રાપ્ત થવામાં કેટલોક કાળ જે અંતર પડે છે તેમાં અવશ્ય ભોગવવા લાયક અશુભ અનુબંધ વિના બીજો કોઈ હેતુ નથી.
ગુણોનો ભંગ થયા પછી ગુણોની ફરી પ્રાપ્તિમાં અનંતકાળ જેટલું અંતર પડે એ વિષે કહ્યું છે કે “ઘણી આશાતના કરનારા જીવોને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલા અનંત કાળનું અંતર હોય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે.” (આ.નિ.૮૫૩)
તાત્પર્યાર્થપ્રમાદસ્થાનોનો ત્યાગ કરનારા પણ ચૌદપૂર્વધરો અશુભાનુબંધના કારણે અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી જ જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે“ઉપશમશ્રેણિમાં અગિયારમાં ગુણસ્થાનક સુધી પહોંચેલાઓને અને ચૌદપૂર્વધરોને પણ દુષ્ટ કર્મ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે છે.” (૨૧/૫) (૩૮૫)