Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [6]અનુવૃત્તિઃ- (૧) રેવશ્વર્નિયા: મજૂર
(૨) શSષ્ટવૃદ્ધાશવિરુત્વા:–4૪–. ૩ [7]અભિનવટીકા - પ્રથમ સૂત્રમાં દેવોના ચાર નિકાય કહેલા છે. આ ચારે નિકાયના દેવોમાં કલ્પોપન્ન પર્યન્ત દેવોમાં પ્રત્યેકના અનુક્રમે દશ -આઠ-પાંચ-બાર ભેદો કહ્યા છે. આ ભેદ વર્તી દેવોમાં પણ ઈન્દ્રાદિ દશ - દશ ભેદ જોવા મળે છે.
જેમકે ભવનપતિ નિકાય એ એક ભેદ છે. તેના અસુરકુમાર-આદિદશ પ્રકારે-દશ ભેદ છે.આ અસુરકુમારના ઈન્દ્ર-સામાનિક વગેરે દશભેદ થાય-એ જ રીતે નાગકુમારના પણ દશભેદ થાય.--એજ રીતે વૈમાનિકના પણ ઈન્દ્ર-સામાનિક-ત્રાયન્ઝિશવગેરેદશભેદ થાય. હવે અહીં તે દશ ભેદની અભિનવટીકા રચેલ છે. –
સર્વ દેવોનો અધિપતિ અથવા રાજા -ભવનપતિ, વ્યત્તર, જયોતિષ્ક અને વૈમાનિક આ ચારે નિકાયો ના દેવોમાં જે પોત પોતાના નિકાયવર્તી દેવોનો અધિપતિ - સ્વામી છે તેને ઇન્દ્ર કહે છે. જેમકે સુધર્મા દેવલોકના દેવોનો સ્વામી સૌધર્મેન્દ્ર છે.
– સામાનિક વગેરે બાકીના નવેના અધિપતિ અને પરમ ઐશ્વર્ય યુકત હોવાથી તેને ઇન્દ્ર કહે છે.
- अन्यदेवासाधारणाणिमादिगुणपरमैश्वर्ययोगात् इदंति इति इन्द्राः
* સામાનિ:-ઇન્દ્રનહીં પણ ઈન્દ્રસમાન અમાત્ય, પિતા,ગુરુ ઉપાધ્યાય આદિની જેમજે મહાન છે, જેનામાં ઇન્દ્રવનથી, આજ્ઞા કરવાની યોગ્યતા કે અધિકાર જેનામાં નથી. પણ જેનું ઐશ્વર્ય બધું સમાન છે તે દેવોને સામાનિક કહે છે.
– આયુ વગેરેથી જેઓ ઈન્દ્રસમાન છે. ફકત સકળ કલ્પનું આધિપત્ય નથી પણ બાકી બધું સમાન છે. તેથી સમાન સ્થાને હોવાથી સામાનિક કહયા છે. તેઓ અમાત્ય - પિતા-ગુરુ - મહત્તર - ઉપાધ્યાયઆદિની જેમ પૂજનીય છે આદરણીય છે. ___ -आजैश्वर्यवर्जितम् आयुर्वीर्यपरिवारभोगोपभोगादिस्थानम् इंद्रः समानं तत्र भवा: सामानिका इन्द्रस्थानार्हत्वात् । महतत्तरपितृगुरूपाध्याय तुल्याः ।।
જ રાયવિંશ પુરોહિતો અને મંત્રીઓ.
– રાજયમાં જે રીતે મંત્રી અને પુરોહિત હોય છે. તે રીતે જે દેવ તેના સમાન સ્થાન ઉપર નિયુકત હોય છે તેને ત્રાપ્તિ કહે છે.
-મંત્રી એટલે રાજયની ચિંતાથી ભરેલા માનસવાળા અને પુરોહિત એટલે શાંતિ -પુષ્ટી આદિ કર્મ કરનારા એવા મંત્રી અને પુરોહિત સમાન. પ્રત્યેક ઈન્દ્ર પાસે ૩૩-૩૩ની સંખ્યામાં જ આ દેવા હોય છે માટે તેને ત્રાયસ્ત્રિશત્ કહેલા છે.
– ઈન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિ-પુષ્ટિ કર્યદ્વારા પ્રસન્ન રાખનારા પુરોહિત સમાન આ દેવો ભોગમાં બહુ આસકત હોવાથી તેને દોગંદક પણ કહે છે.
-त्रयस्त्रिंशति जाता वायस्त्रिंशाः । मंत्रीपुरोहितस्थानीया हि ये त्रयस्त्रिंशद्देवास्त एव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org