________________
પૂ. માતુશ્રી જેઠીબાઈ
અમારામાં આપે બાળપણમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું અને ગળથુથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની-સંધરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વણી અને પૂણ્યના ચગે જ્યારે સંપત્તિ મળી ત્યારે તેને સઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ :
વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ભલા
ધન દોલત દેતા ભલા અરે બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ
(બ,
આપના જન્મોજન્મના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, નિર્મળા રસીકલાલ, ગુલાબ