________________
પહેલેથી જ કહ્યું છે. મૂલ્ય જાળવીને જે રીતે કહો તે રીતે સમાધાન કરવા તૈયાર છીએ. પણ મધુભાઈએ કબૂલ કર્યું કે, ધંધૂકાના બે જણ ની દરમ્યાનગીરીથી લવાદી બંધ રહી... તેમનો દોષ અમારે મારે ઢોળો તે બરાબર નથી... મધુભાઈએ અંબુભાઈને કહેલું છે, કે તમારી વાત સાચી છે. પણ સત્યાગ્રહ જો કરવો હોય તો મુખ્ય સ્થાનકે વડતાલ કરો. અહીં કોઈની સત્તા નથી. પણ વડતાલમાં આની જાણકારી કરવાની જવાબદારી તો મંદિરની હતી. પ્રયોગ તો અહીં જ થાય. અંતમાં ચર્ચાઓ થયા પછી એવું નક્કી થયું કે, તા. ર૧મીએ મધુભાઈ અને અંબુભાઈ સારંગપુર જાય આચાર્યને મળે. અને પછી લવાદની વાત મંજૂર રાખી આ બંને જણ સામ સામે બેસી નિકાલ કરી નાખે. મધુભાઈએ કહ્યું છે કે, જમીન જે તેને નામે ચઢાવી દેવાશે. ખેડી નાખવાવાળા અને ભાડાં બાબતમાં ભૂલ કરી છે તેનો સ્વીકાર અને દિલગીરી વ્યક્ત કરવા તૈયારી બતાવી, તેનું વળતર આપવાની ઈચ્છા બતાવી. એટલે હવે બંને જણ મળશે. અને એનો નિકાલ કરશે. એવી શ્રદ્ધા ઊભી થઈ છે. તા. ૨૦-૧૧-૫૬ :
આજે બળોલના એક ભાઈ કાના ખેડૂના દીકરા માલુભાઈ ત્યાંના ઝઘડા અંગે વાતો કરવા આવ્યાં. અમદાવાદથી મજૂર મહાજનના એક ભાઈ દર્શને આવ્યા. રાત્રી રબારી ભાઈઓ આવ્યા હતા. તેમને સંબોધીને મહારાજશ્રીએ કહ્યું. રાત્રે સરતાનભાઈએ વિદાયસંદેશાની માગણી કરી. તે લખી આપ્યો. તા. ૨૧-૧૧-૫૬ થી તા. પ-૧ર-૫૬ સુધી :
ગોપાલજીભાઈના જિનમાંથી નીકળી વાડીએ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. સવારમાં કાંતિભાઈ, કાળીદાસભાઈ, નરસિંહભાઈ ગોપાલજીભાઈ અને જયોતિભાઈનું કુટુંબ વિદાય આપવા આવ્યું હતું. બે ત્રણ ભાઈઓ સાથે આવ્યા હતા. આજે વિ. વા. અંગે લખ્યું. રાત્રો મહારાજશ્રીએ પ્રાર્થના પછી ખાડો ખોદે તે પડે. એ વિષે એક પ્રસંગ કહ્યો હતો. એક બાઈએ એક સંતને ઝેરના લાડુ આપ્યા. જે તેના જ ધણી અને પુત્ર ખાધા અને મૃત્યુ પામ્યા.
આજે દેવીબહેન અને જયંતીભાઈ આવ્યાં હતાં. દામોદરભાઈ સાથે છનાભાઈનો આર્થિક બાબતનો ઝઘડો હતો. તે અંગે બે લવાદો નીમ્યા હતા. ચંપકભાઈ અને ઈશ્વરભાઈ તેઓ બંને આવ્યા હતા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું