________________
તમારા મનની વાત પણ જાણવા ઈચ્છું છું. તમે મોટી સંખ્યામાં આવ્યા છો. તમારામાં કેટલાક ખેડૂત હશે, ગણોતિયા હશે, કેટલાક મજૂર હશે. જંગલનું કામ તો અમુક વખત ચાલવાનું જ. પછી કયો ધંધો કરવો ?
તમે બધા શીર્ષાસનની વાત જાણતા હશો. તેમાં ઊંધા માથે, જે લોકો રમવા આવે છે તેઓ ઊંધે માથે ચાલે છે. તેવું સમાજનું આજે બન્યું છે. શીર્ષાસન થઈ ગયું છે. જે મહેનત કરે છે, શ્રમ કરે છે તે વર્ગનું સ્થાન નીચું છે. બુદ્ધિવાળાનું બેય ઠેકાણે વચમાં રહે છે પણ જેમની પાસે મૂડી છે પછી એ ગમે તે રીતે આવી હોય તેમનું સ્થાન ઊંચું રહે છે. મૂડીની સાથે શસ્ત્રો આવ્યા વગર રહેતાં નથી. મૂડી, શસ્ત્ર અને સત્તાનું જોડાણ ઝટ થઈ જાય છે. રામચંદ્રભાઈએ કહ્યું તેમ ખેર સાહેબને આ વિચાર એટલા માટે આવ્યો કે તેઓ ગાંધીજીના શિષ્ય હતા. તેમને આ શીર્ષાસન મટાડવું હતું. મૂડીને રહેવા જેમ હથિયાર જોઈએ તેમ મહેનતને રહેવા માટે શું જોઈએ ? એ તમારે વિચારી લેવું જોઈએ. જો નહિ વિચારો તો મૂડી મહેનતને ભરખી જશે. એ જ કોન્ટ્રાક્ટરો પાછા આવીને ઊભા રહેશે. મહેનતને રહેવાનું સ્થાન ધર્મ છે. ઈશ્વર નામમાં નથી રહેતા કામમાં રહે છે. તમારા કામમાં ધર્મને પરોવી લેશો તો બીજા બધાં પલ્લાં તમારાથી નીચાં જશે. એ ધર્મ કેવી રીતે લાવી શકાય ? મને નવાઈ લાગે છે. હું જયારે નાનો હતો, ત્યારે ભરૂચના લોકો અમારે ત્યાં આવતા. તેઓ વાતો કરતા કે લંગોટિયા લોકો આવે, મોટું લાકડું લઈ આવે. ચોરીને લઈ આવે અને કહે મીઠું આપો. એ મીઠાના બદલામાં લાકડું લઈ લેતા કોન્ટ્રાક્ટરને તો પૈસાનો પાર નહિ. તેમની સાથે અમલદારો જોડાઈ જતા. વાસંદા, ધરમપુર વગેરે વિભાગમાં જંગલો હતાં. તેઓ બધા મોજ કરતા અને તમો બધાં મહેનત મજૂરી કરતાં રહ્યા. લંગોટી પહેરતાં રહ્યાં પણ સ્વરાજય આવ્યા પછી ગાંધીજીના ચેલાએ તમને જગાડવાની આટલી મોટી શક્તિ ઊભી કરી આપી. હવે તમે પોતે જાગો. બધી વ્યવસ્થા તમે સંભારો તો જ તમારો ઉદ્ધાર થશે. તમે બધાં ભૂતથી ડરો છો, ડાકણને માનો છો, પણ કોઈ બે માણસો સાથે ભૂત જોયું નથી. એકલાને દેખી શકાય છે. બે મળે છે એનો અર્થ થયો સંગઠન કરવું. બે એકડાં ભેગા થાય તો અગિયાર થાય અને અલગ અલગ રહે તો એક જ થાય. ધર્મવૃત્તિથી એકઠા થાય. રામાયણમાં બે એકડા અગિયાર થયા. મહાભારતમાં બે એકડે મીંડું જોઈ શકાય છે. આમાંથી આપણે બોધ પણ લેવો જોઈએ. તમે જો આ વાત ધ્યાનમાં રાખશો તો તમારી ૧૭૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું