________________
સંઘે ઠરાવ કરી તેમને આમંત્રણ આપ્યું. મુનિશ્રી ભાલ નળકાંઠામાં જ પોતાની ધર્મપ્રવૃત્તિ કરતા હતા. પરંતુ શહેર અને ગામડાંના સમન્વયમાં માનતા હતા. શહેરનું બુદ્ધિધન અને ગામડાંનો શ્રમ એકબીજા સાથે જોડાય તો ધર્મમય સમાજરચનાનો પ્રયોગ પૂર્ણ કળાએ ખીલી ઉઠે. શહેરનું આમંત્રણ મળતાં સહેજે તેઓ એ સ્વીકારી ઘાટકોપર ચાતુર્માસ પધાર્યા.
ચાતુર્માસને એક મહિનાની વાર હતી એટલે અહીં ત્રણ દિવસ પૂ. નાનચંદ્રજી મહારાજ સાથે રહ્યા. પછી બધા મુનિઓ અમૃતલાલ શેઠના ચાંદીવલી ફાર્મમાં આવ્યા. અહીં પંદરેક દિવસ સાથે રોકાયા. બધાને બહુ સંતોષ થયો.
મુંબઈનાં પરાંનો પ્રવાસ કરી ચાતુર્માસ માટે પૂ. સંતબાલજી તા. ૨૭-૬-૫૮ના રોજ ઘાટકોપર પધાર્યા. કાન્તિભાઈની લવાદી પ્રમાણે અમારે નવા ઉપાશ્રયે જવાનું હતું પણ સંઘના ભાઈઓનો એવો ખ્યાલ હતો કે જૂના ઉપાશ્રયે લઈ જવામાં સૌની સંમતિ છે એટલે નવા ઉપાશ્રયે કોઈ જાતની તૈયારી કરી નહોતી. વાત એમ હતી કે મહારાજશ્રીને ચાતુર્માસ કરાવવા બાબત કારોબારીના જૂજ સભ્યોનો વિરોધ હતો. આગેવાનોને આની કોઈ દરકાર નહોતી કારણ કે દરેક પ્રશ્નમાં આમ તો બનતું જ હોય છે પણ મહારાજશ્રીને આનો ખ્યાલ આવ્યો હતો અને પોતે તો એક પણ વ્યક્તિનો પ્રતિકાર વિરોધ હોય તે સ્થાનમાં નહીં ઊતરવું એવો આગ્રહ હતો. એટલે ચાતુર્માસ કરતાં પહેલાં સંઘને સમજાવ્યું પણ હતું પરંતુ સંઘ એમ કહેતો હતો કે સોમાં ચાર વ્યક્તિ માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કર્યા કરે તો તેને તાબે કેમ થવાય ? એમાં લોકશાહી ક્યાં રહી ? એ તો સરમુખત્યારશાહી કહેવાય. મહારાજશ્રીએ તેમને સમજાવ્યું કે વિરોધી પણ આપણો ભાઈ છે. તેને વિરોધ કરવાના કારણનું સમાધાન આપવું જોઈએ અને છતાં ના માને તો સમયની રાહ જોવી. જો તેને અવગણશું તો આજે એક વિરોધી છે, કાલે અનેક વધશે અને મને ઉપાશ્રયનો કોઈ મોહ નથી. ગમે તે જગ્યા પસંદ કરો. જ્યાં બધાં જ પ્રેમથી આવી શકે.
આ ઉપરથી સંઘે મિટિંગ બોલાવી. ચર્ચાવિચારણા કરી. સંઘે એક બીજો નવો વિશાળ ઉપાશ્રય તૈયાર કરાવ્યો હતો ત્યાં બહેનો ધર્મ-કરણી કરતાં હતાં. સંતબાલજીને આ નવા ઉપાશ્રયે ઉતારો આપવામાં કોઈનો વિરોધ ન હતો પણ તે જરા દૂર પડતો હતો. છેવટે સંઘે લવાદ નીમવાનું નક્કી કર્યું અને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૧૨