________________
જોઈએ. સંગઠિત રીતે ઊભા થવું જોઈએ. જૈન સમાજ વાડો નથી. તેણે અનેક સમાજોપયોગી કામ કર્યા છે. આ વિચારો મારા પૂરતાં છે. કોઈને દુભવવાનો હેતુ નથી. મેં કાર્યક્રમનો અભ્યાસ કર્યો પણ નથી. ગાંધીજીએ જે જૈન સાધુઓ ન કરી શક્યા તે કરી બતાવ્યું. વિનોબાજી આજે સાધુઓનું જ કાર્ય કરી રહ્યા છે. સમકિતનો અર્થ સમજવો જોઈએ. સમકિત કોઈનો ઇજારો નથી. જૈન સાધુઓએ ચાતુર્માસમાં શું કરવું, શ્રાવકો પાસે કેવાં પ્રવચનો કરવાં તે નક્કી કરવું જોઈએ. એક મંડળ પાસ કરે તેવી વ્યક્તિ પાસે પ્રવચનો કરાવવાં જોઈએ. સામાજિક સંસ્થા રીતે તેને સમજવામાં આવે. નમોકારનો અર્થ સમજવામાં આવે તો મજલ નથી કે એ પ્રવચનથી માણસમાં ફેરફાર ન થાય. કોઈ સાધુઓ એમ પણ કહે છે કે અમને કહેવાનો તમને શું અધિકાર ? હું નમ્રતાપૂર્વક કહું છું કે અધિકાર છે. કારણ કે અમો તમને પાળીએ છીએ, પોષીએ છીએ. એક વિનોબા કે એક ગાંધી બધું નહિ કરી શકે. પૂંજીપતિને હવે કાંઈ પૂછવાનું નથી. સંસારપતિને પૂછવાનું છે.
મને એમ પણ લાગે છે કે સંતબાલજી પાંચ માસ ચાતુર્માસ રહેશે તો વીસ રવિવાર આવે છે. એ દિવસોમાં કોઈ એવા કાર્યક્રમો થાય, પ્રવચન કરવાના હોય તો એવાં થાય કે જે બહુ ઉપયોગી થાય. પુસ્તક આકારે તેને સાચવી શકાય.
ત્યારપછી પૂ. નાનચંદ્રજી મહારાજે જણાવ્યું કે દુર્લભજીભાઈએ કહ્યું તે સાચું છે. નૈતિક જીવન ઊંચું થાય તેવું કંઈ કર્યું નથી. શ્રાવકના ધર્મ સમજાવ્યા. નિયમો, પચ્છખ્ખાણો, ક્રિયાઓ કરાય પણ આચાર દૂર કરી ગયા છે. ડૉક્ટર પાસ ના થાય ત્યાં સુધી ડિગ્રી મળી શકે નહિ. એમ સાધુ કેટલો અભ્યાસી હોવો જોઈએ ? કાલ સવારે મજૂરી કરતો હોય તે આજે પાટ ઉપર બેસી જાય એ શું જ્ઞાન આપી શકે ? પછી આપણે કહીએ કે સાધુ આવો નીકળ્યો. જો સાધુ અભ્યાસી હોય તો તમારી જબાન અમારી હાજરીમાં નીકળી કેમ શકે. શ્રાવક વ્યભિચાર કરે, ચોરી કરે, અનીતિ કરે અને શેઠ થઈને ફર્યા કરે એ કેમ ચાલે ? સાધુને આજ્ઞા કરી છે એ ના કહ્યું એ વાત હવે ચાલે નહિ. કંઈક સક્રિય થવું જોઈએ. એકલા સરસ વીસ-પચ્ચીસ વ્યાખ્યાન થાય તે બસ નથી. એની સાથે ક્રિયા ચાલવી જોઈએ. જુનવાણી સામે બળ કરશે પરંતુ તેને ખાત્રી થવી જોઈએ કે કામ સારું છે. જે ક્રિયા તમને ઊંચે લઈ જાય, પારકાનું દુઃખ જોઈને હૃદય રડી પડે. ૧૯૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું