Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 243
________________ તા. ૨૯મીએ સાંજે શ્રી ઢેબરભાઈ કોંગ્રેસ પ્રમુખ અને મહેસૂલ પ્રધાન શ્રી રસિકભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. દોઢેક કલાક રોકાયા હતા. રસિકભાઈએ કહ્યું ઃ ગણોતધારામાં જે સુધારો કર્યો તે માટે મોરારજીભાઈને પુછાવ્યું હતું. અમે આવું કરવા માંગીએ છીએ, તમારી શી સલાહ છે ? એટલે તેમણે લખ્યું યોગ્ય લાગતું હોય તો કરો - ક૨વું જોઈએ. બીજું નાના જમીનદારો માટે ક૨ોડેક રૂપિયા વળતર તરીકે આપવા વિચારે છે. આ શુભ વાત છે. તા. ૧-૬-૫૮ : આજે બપોરે ત્રણથી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘના બંધારણ માટે તેના કાર્યના વિસ્તાર અંગે ઘાટકોપર અને બૃહદમુંબઈના આગેવાન ભાઈઓ મળ્યા હતા. કાર્યવાહીની શરૂઆત મીરાંબહેને પ્રાર્થનાથી કરી. ત્યારબાદ આ સભાના પ્રમુખ તરીકે દુર્લભજીએ કહ્યું : “આજે આપણે મુંબઈમાં કંઈક ઉપયોગી કામો થાય અને સંતબાલજી પોતાનાં કાર્યો પડતાં મૂકીને અહીં આવ્યા છે તો ઘાટકોપર સંઘના આમંત્રણથી આવ્યા છે. ઘાટકોપર સંઘ થોડો અણગમો વહોરીને પણ જે કંઈ કરી રહ્યો છે. ઘાટકોપરની કૉંગ્રેસ કમિટિ અને બીજા ભાઈબહેનો કંઈક એવું ઇચ્છી રહ્યા છે. ધર્મ-ક૨ણી એક વાત છે અને એનાથી સમાજ ઉપયોગી કાંઈ કાર્યો થાય તે જુદી વાત છે. એમની પ્રણાલિકા માત્ર જૈન પદ્ધતિને પકડી રાખવાની નથી. સમસ્ત સમાજને લાભ થાય તે છે. જેમને કાર્યકરો જોઈએ છે તે મળે. કાર્યકરો મળે એ સંતબાલજીની ઇચ્છા છે. વિશ્વવાત્સલ્યમાં લખે છે તેમ જૈન પ્રણાલિકા આટલી વિશાળ હોવા છતાં એક વાડામાં પુરાઈ રહીને સંકુચિત બનાવી રહ્યા છે. જૈન સાધુએ સમાજને ઇન્સાફ આપે એ સ્થિતિ સર્જે. જૂની વિચારસરણીવાળા આ વાતોથી બળવો પોકારે છે પણ એની ચિંતા નથી. એવો બળવો થાય અને આપણે લડવું પડે તો કાર્યકરો કુંદન થશે. સાધુઓ તદ્દન શિથિલ થઈ ગયા છે. એવી વસ્તુ નથી કે સાધુ સંસ્થાને તોડી પાડવી કે મહાવીરની પરંપરાને તોડી નાખવી. આપણે તો માનવે કઈ રીતે જીવવું, કેવો વ્યવહાર કરવો તે જોવાનું છે. જૈન સાધુઓએ રાજાઓને હલાવી શકતા, સમાજસુધારા દાખલ કરાવી શકતા હતા. અજબ શક્તિ હતી. આજે છાપામાં હલકી ખબરો વાંચવા મળે છે. સાધુએ સમાજ ઉલટે રસ્તે જતાં દેખાય તો બેસી રહે ચાલે નહિ. હિંમત પણ હરાય નહિ. કદમ ઊઠાવવાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું ૧૯૭

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250