Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 241
________________ થોડા વિરોધમાંથી જ વિરોધ વધે છે. પણ મૂળિયાં જ નષ્ટ કરવામાં આવે તો તેનું પરિણામ સારું આવે છે એમ અહીં બન્યું. આખો દિવસ દર્શનાર્થીની ભીડ રહ્યા કરી. વાડીભાઈ વકીલ, કાશીબહેન, અંબુભાઈ વગેરે ચીમનલાલ ખેરવાવાળાને ત્યાં મહેમાન તરીકે ગયાં. રાત્રે જાહેરસભા રાખી હતી. રોજના ક્રમ પ્રમાણે ભાઈઓ અંદર બેસતાં અને બહેનો બહાર બેસતી. લાઉડસ્પીકર બત્તી વગેરે તો હતું જ પણ સંતબાલજીને આ ઠીક ન લાગ્યું. બહેનોનું આ રીતે અપમાન થાય છે એટલે તેમણે ગુરુદેવની આજ્ઞા મેળવી સહુને બહાર બેસવા વિનંતી કરી. સૌ આનંદથી બહાર આવ્યાં. પ્રથમ ચુનીલાલજી મહારાજે પ્રાર્થનાની જીવનમાં અસર અને તેનો અર્થ કરી બતાવ્યાં પછી મહારાજશ્રીએ વ્યક્તિધર્મ અને સમાજધર્મ વિશે કહ્યું હતું. શ્રમણોપાસક અને શ્રમણો મહારાજશ્રીએ પ્રવચન કરતાં કહ્યું કે આપણી સામે મોટો સવાલ એ છે કે હિંદ અને વિશ્વ કઈ જાતનો સંબંધ ધરાવે છે અને હિંદ પાસે દુનિયા કઈ આશા રાખે છે ? હિંદ પાસે આધ્યાત્મિક મૂડી છે. મારી ઇચ્છા ચાતુર્માસ દરમ્યાન એ જ ભાષ્યો થતાં રહે તે યોગ્ય લાગે છે. જૈન ધર્મ સર્વ ધમોમાં પ્રધાન છે તે શા માટે ? ચાર સંસ્થા મળીને સંઘ બન્યો છે. એક ગૃહસ્થ સંસ્થા છે. એક ત્યાગી સંસ્થા છે. બંને સંસ્થાનો કઈ કઈ જાતનો સંબંધ છે અને ભૂતકાળમાં કેવો સંબંધ હતો. માનવી ભૂતકાળમાં હતો. હિંદુસ્તાને દાવો કર્યો છે, કોઈપણ પ્રજા સામે લડીશું નહિ. બધી પ્રજા અમારું કુટુંબ છે. તો એ રીતે સાધુઓએ અને શ્રાવકોએ જીવન જીવ્યાં છે. તેમનો ભૂતકાળ આપણે જોઈએ તો વર્તમાનને સુધારી શકીએ. પહેલી વાત શ્રમણોપાસક શબ્દ કેમ પસંદ કયો? આખી જૈન સંસ્થા સાધુઓની ઉપાસક છે. સાધુઓ પાસે કોઈ ધન કે સત્તા નથી પણ તેની પાસે બધું છે. શ્રાવકો માટે કેટલીક મર્યાદાઓ આપી. સાધુઓને કેટલીક છૂટો આપી તે એટલા માટે નહીં કે તે ગમે તેમ વર્તે. માતા લાડુ એક હોય તો પ્રથમ પોતે નહીં ખાય બાળકને ખવડાવશે. વધશે તો પોતે ખાશે. નાત થતી હોય ત્યારે ઘરના માણસો પછી ખાય છે. લાડુ ના હોય તો ભાતથી ચલાવશે. આમ સાધુઓ ઉપર ઘણી મોટી જવાબદારી સોંપી છે. તેઓ એવો અવસર આવશે ત્યારે એ પ્રમાણે વર્તશે. સતત એનું ચિંતન ચાલુ હોય. બધી ગાંઠોથી મુક્ત બનશે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું ૧૯૫

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250