Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 239
________________ કિરોલીથી મુંબ્રા આવ્યા. અહીંની ખાડીમાંથી ખલાસીઓ રેતી કાઢી વહાણો દ્વારા કિનારે ઠાલવે છે. આથી અત્રે કાંકરી રેતીનો વેપાર સારો ચાલે છે. અહીં ગુજરાતીઓની વસ્તી છે. તેમના સંગઠનો અંગે વાતો થઈ. મુંબ્રાથી થાણા થોડો સમય રોકાઈ મુલુંડ આવ્યા. મુલુંડના જૈન ભાઈબહેનોએ હાર્દિક સ્વાગત કર્યું અને મહારાજશ્રીને અત્રે ચાતુર્માસ કરવા સર્વાનુમતિથી આગ્રહભરી વિનંતી કરી. અત્રેના જૈનોના દરેક ફિરકામાં વાતાવરણ સંપીલું જણાયું. તા. ૨૫-૫-૫૮ : ઘાટકોપર ભાંડુપથી સવારે ૫-૩૦ વાગે પ્રવાસ કરી ઘાટકોપર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. અમારી સાથે ચાર-પાંચ ભાઈઓ આવ્યા હતા. આજે ચાતુર્માસ માટે ઘાટકોપરમાં પ્રથમ પ્રવેશ હતો. આઠ વાગે સવોદય દવાખાના આગળ સ્વાગત હતું. અમે વહેલાં નીકળેલાં એટલે બે જગ્યાએ થોડું રોકાયા પછી તો માણસોનાં ટોળાં આવતાં ગયાં. રસ્તામાં એક જગ્યાએ બહેનો-ભાઈઓના મોટાં ટોળાંએ સ્વાગત કર્યું. પછી તો ધૂનો બોલાવતાં સરઘસાકારે સૌ દવાખાને આવ્યાં. બહુ મોટી સંખ્યા હતી અને વાહનોની આવ-જા ઘણી હતી પણ સ્વયંસેવકોની ઘણી સુંદર વ્યવસ્થા હતી. શાળાનાં બાળક-બાલિકા સૂત્રોનાં બૉર્ડ લઈ આગળ ચાલતાં હતાં. પછી સૌ દવાખાને આવ્યાં ત્યાં સૌ બેઠાં. જુદી જુદી સંસ્થાઓ તરફથી સ્વાગત થયું. બચુભાઈએ ધૂન બોલાવી. મહારાજશ્રીએ માંગલિક સંભળાવ્યું અને સરઘસ આકારે સૂટો બોલતાં બોલતાં સૌ ઉપાશ્રયે આવ્યાં. રસ્તામાં ઠેર ઠેર સુશોભિત દરવાજા ઊભા કર્યા હતા. ઉપાશ્રયમાં આમ સુંદર વિશાળ મંડપ તૈયાર કર્યો હતો. મીઠા, ઠંડા પાણીની સગવડ હતી. લાઉડસ્પીકરની પણ સુંદર વ્યવસ્થા હતી. સૌ ઉપાશ્રયમાં અને બહાર સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. સૌ પ્રથમ આવતાંવેંત મહારાજશ્રી પૂ. ગુરુદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ કરતાં નમી પડ્યા. પછી ચુનીલાલજી મહારાજ, ડુંગરસી મહારાજ અને નરસિંહ મહારાજને નમસ્કાર કરી પાટ ઉપર બેઠા હતા. પાંચેય મુનિઓ એક સાથે બેઠા હતા. સંતબાલજી વચ્ચે હતા. પૂ. કેદારનાથજી સમારંભના મુખ્ય મહેમાન હતા. તેઓ પણ બાજુમાં એક સ્થાન ઉપર બેઠા હતા. પ્રથમ સંઘના પ્રમુખ શ્રી હરિલાલભાઈ દોશીએ ટ્રસ્ટી શ્રી ચીમનલાલ પોપટલાલ પોતાનાં લેખિત પ્રવચનો વાંચ્યાં હતાં. પછી શ્રી કેદારનાથજીના સાધુતાની પગદંડી : પુસ્તક – છ ૧૯૩

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250