________________
પૂનાથી પ્રવાસ કરી અમે દાપોડી આવ્યા. આખે રસ્તે જુદા જુદા ઔદ્યોગિક કારખાનાંઓ, કૉલેજો, લશ્કરી પ્રવૃત્તિ વગેરે જોવા મળી. અહીં એસ.ટી. બસની બૉડી બાંધવાનું મુંબઈ રાજ્યનું સૌથી મોટું કારખાનું છે. ગામની સામે લશ્કરી એન્જિનિયરીંગ કૉલેજ છે. ખડકી ગામે સરકારી દારૂગોળો અને શસ્ત્ર સરંજામના કારખાનાં છે.
દાપોડીથી ચિચવડ આવ્યા. રસ્તામાં સરકારી પેનિસિલિન કારખાનું, ઈજેશન માટેની શીશીઓનું કારખાનું, દૂધની ડેરી, ખાંડના કારખાના માટેની યંત્રસામગ્રી બનાવવાનું કારખાનું અને એમાં કામ કરનારાઓની વસાહતો આવી. ચિંચવડથી થોડે દૂર જીપગાડીઓનું અને રસ્ટન એન્જિન કંપનીઓનું કારખાનું છે.
અહીં મુંબઈ રાજયના મુખ્યમંત્રી શ્રી યશવંતરાવ ચવ્હાણ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમની સાથે ઘણા અગત્યના પ્રશ્નો ચર્ચાયા.
શ્રીમલ્લજી મહારાજ અહીં સુધી અમારી સાથે હતા. શ્રી ચવ્હાણની સાથે તેમનો પણ મહારાજશ્રીએ પરિચય કરાવ્યો હતો.
ચિચવડમાં જૈન વિદ્યા પ્રચારક મંડળ તરફથી કેળવણીની સંસ્થાઓ ચાલે છે. અમારો નિવાસ આ સંસ્થામાં રહ્યો. બંને મહારાજશ્રીઓની હાજરીમાં મંડળની પ્રબંધક સમિતિ મળી હતી અને યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. રાત્રે જાહેરસભા પણ યોજાઈ હતી.
- ચિચવડથી મુંબઈના ધોરીમાર્ગ ઉપર થઈ અમે દેહરોડ આવ્યા. આખે રસ્તે લશ્કરી સરંજામ, રહેઠાણો, ઑફિસ વગેરે નજરે ચડે છે. તા. ૧-૭-૫૮ : (વિ.વા.)
દેહુરોડથી વડગામ થઈ કામસેટ આવ્યા. કામસેટ ગામના લોકોએ ગ્રામસંગઠન અને શુદ્ધિપ્રયોગની વાતમાં ખૂબ રસ લીધો. કામસેટથી પ્રવાસ કરી કાલ આવ્યા. ગામની ઉત્તર દિશા તરફ દોઢેક માઈલ દૂર ઊંચા પહાડ ઉપર બૌદ્ધ ગુફાઓ આવેલી છે. કુલ ચાર ગુફાઓ છે અને બાજુમાં પાણીના ટાંકા વગેરે છે. સૌથી મોટી ગુફાના દ્વાર આગળ વિશાળ અશોકસ્તંભ ઊભો કરેલો છે. દરવાજા ઉપરની કોતરણી ખૂબ જ સુંદર છે અને બૌદ્ધ સંસ્કૃતિના ચિત્રો કોતરેલાં છે. અંદર ભવ્ય સભામંડપ આવેલાં છે. વચ્ચે બૌદ્ધ સંસ્કૃતિનો મોટો સ્તુપ છે. બીજી ગુફા 2ાણ માળની અને વિશાળ છે. આ ગુફાઓ ખાસ જોવાલાયક છે. સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
૧૯૧