Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 247
________________ કાશીબહેન વગેરે હતા. એ અંગે ત્રીજી તારીખે બધાંએ પ્રેમજીભાઈને સેક્રેટરીએટમાં મળવું એમ વિચાર્યું. રાત્રે ભાલ નળકાંઠા પ્રવૃત્તિ અંગે છોટુભાઈ, કાશીબહેન, નવલભાઈ, હરિવલ્લભભાઈ, અંબુભાઈ વગેરે સાથે વાતો થઈ. ખાંભડામાં શુદ્ધિપ્રયોગ અંગે, શિયાળમાં પ્રસૂતિગૃહ અંગે વાતો થઈ. રાત્રે સુરાભાઈ, માનસિહભાઈ વગેરે છ જણ આવ્યા. તા. ૪-૬-૫૮ : સવારથી સાડા દસ વાગ્યા સુધી મહારાજશ્રીએ જુદા જુદા કાર્યકરોને મુલાકાત આપી. પ્રથમ સુરાભાઈ, અંબુભાઈ, કાશીબહેન, છોટુભાઈ સાથે ખાંભડા પ્રકરણ અંગે અને બીજી વાતો કરી. ત્યારબાદ સાબરકાંઠાવાળા નરસિંહભાઈ ભાવસાર, લક્ષ્મીશંકર જોષી વગેરે સાથે ત્યાંના પ્રશ્નો અંગે વાતો કરી. ખાસ કરીને એક બંધ બંધાય છે તેમાં ખેડૂતોની જમીનો જાય છે. તેમને બીજે જમીન મળવી જોઈએ એ પ્રશ્ન હતો. મહારાજશ્રીએ કહ્યું જ્યાં સુધી વ્યવસ્થિત સંગઠન નહીં હોય ત્યાં સુધી સરકાર કોઈ પ્રશ્નો સાંભળવાની નથી. મુખ્ય તો ઇજનેરને ગળે વાત ઉતારવી જોઈએ. જો બંધનું સ્થાન બદલવું હોય તો ત્યારબાદ કચ્છના પ્રશ્નો અંગે છગનબાપા સાથે વાતો કરી. તા. ૭-૬-૫૮ : આજે મોટા ગરદેવનાં વ્યાખ્યાનો લખવામાં જ બધો સમય કાઢઢ્યો. સવારની પ્રાર્થના પછી મોટા ગુરુદેવ સુંદર ઉદ્બોધન કરે છે. એમણે કહ્યું : આપણે બહારની સેવા કરીએ એ તો સારું છે પણ પ્રથમ પોતાની જાતને ઓળખવી જોઈએ. પોતાને ઓળખે તો ઝઘડા મારા મટી જાય. દુઃખ અને સુખનું કારણ “હું' છું, બીજા તો નિમિત્ત છે. એક માણસ ગમે તેમ બોલી ગયો. તો ક્રોધ મારા અંતરમાંથી જાગ્યો. જો એમ વિચારું કે તે બિચારો મને સમજયો નથી અને હું તેને સમજ્યો નથી. તેની રીતે તે સાચો છે. મને શું નુક્સાન કરવાનો છે ? મારું છે તે ક્યાંય જવાનું નથી. કોઈ લઈ જઈ શકતું નથી અને મારું નથી તે ભલે લઈ જાય. આ અંતરમાંથી વિચારવું જોઈએ. એને માટે થોડું ચિંતન કરવું જોઈએ. શરીરની રચના તો જુઓ. આપણે કહીએ છીએ કે આંખ જુએ છે, કાન સાંભળે છે, મોટું બોલે છે પણ એમ નથી. મગજમાં યંત્ર ગોઠવ્યું છે. તે હુકમ કરે છે ત્યારે આંખ, કાન કામ કરે છે. પગે વાગ્યું તો પગને દુઃખ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું ૨૦૧

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250