________________
આગળ જવી જોઈએ. ભાગલા પછી ગાંધીજી નોઆખલી ગયા. લોકોએ કહ્યું, આઝાદી આવી ગઈ. હવે આશ્રમમાં આવી જાઓ. પણ બાપુએ કહ્યું, હરિપ્રસાદ આશ્રમ દૂર છે, નોઆખલી નજીક છે. તેઓ એકલા ગયા. તેમનું ખૂન ના થયું હોત તો તેઓ જરૂર પાકિસ્તાન જાત. હવે તેમનું અધૂરું કામ આપણે આગળ ચલાવવાનું છે. અમદાવાદમાં હુલ્લડ થયું. હું ત્યાં ચાતુર્માસ રહ્યો હતો. મેં વિચાર્યું ઘરમાં બેસી રહેવું એ બરાબર છે ? હું નીકળ્યો પણ તે વખતની સ્થિતિ એવી હતી કે કોઈ સાંભળવા તૈયાર નહોતું, પણ મને મનમાં થયા કરે કે શાંતિના દૂત સાધુઓએ કંઈક કરવું જોઈએ.
ભાલમાં જે પ્રયોગ ચાલ્યા તેવા મુંબઈમાં ચાલી શકે. વગર હથિયાર અન્યાયનો સામનો થાય. સમાજના નૈતિક સંગઠન દ્વારા દબાણ આવે. કાર્ય હોય તો કાર્યકરો નથી એમ નથી માનતો અને મુંબઈ જેવી યોગ્ય નગરી બીજી છે ખરી ? આજ સંસ્થા બને કે ના બને, કાર્ય થવું જોઈએ. એક વિચારક બળ મળે. એકઠાં મળીને કાર્યક્રમો કરે એટલે હું ઇચ્છું છું. આજે કૉંગ્રેસ છે. ગોવા બાબત શું વિચારે છે? પોલીસ બળ સિવાય, કાનૂનભંગ સિવાય એ કામ થઈ શકે કે નહિ ? માર્ગદર્શક સહુએ બની શકે.
- સંતબાલજી એક વ્યક્તિ છે. તે તો માત્ર નિમિત્ત છે. તે શું કરી શકે ? જનતાનું બળ મળે તો જ કામ થાય. મારી દૃષ્ટિ મુજબ આજના યુગના મહત્ત્વના પ્રશ્નો શહેરો માટે આ પ્રમાણે કહી શકાય છે. અહિંસક દૃષ્ટિએ પ્રશ્નોનો ઉકેલ થવો જોઈએ. મધ્યમવર્ગ માટે કંઈક થવું જોઈએ. બહેનોની શક્તિનો ઉપયોગ થવો ઘટે. તા. ૨૬-૫૮ :
આજે નવલભાઈ શાહ, ગોવિંદભાઈ રાવળ, સુમતિબહેન વગેરે પંઢરપુરથી આવ્યા. નવલભાઈએ મોટા મહારાજને પંઢરપુરના સંમેલનનો ખયાલ આપ્યો. ગોવિંદભાઈ રાવળે વિનોબાજીએ સ્યાદ્વાદ અને મહાવીર વિશે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
રાટો “નવભારત ટાઈમ્સ'ના તંત્રી શ્રી હરિશંકર જોષીને લઈને ચીમનભાઈ આવ્યા હતા. તેમની સાથે શુદ્ધિપ્રયોગ અંગે વાતો થઈ.
દિવસના છગનભાઈ સોની, કુંવરભાઈ અને ચુનીલાલજી મહારાજ વગેરે આવ્યા હતા. અંજારની વાડીઓનો પ્રશ્ન ચર્ચાયો હતો. અંબુભાઈ, ૨૦૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું