________________
નથી થતું પણ મગજમાં દુ:ખે છે. આપણે કહીએ છીએ પગે દુ:ખે છે. જો એ દુ:ખમાં મન ના હોય, બીજે ધ્યાન હોય તો દુ:ખ થતું જ નથી. આમ તો ઘણુંયે જોઈએ છીએ પણ ઉપયોગ નથી હોતો. મગજ કહેતું નથી એટલે કિંઈ જોઈ શકતાં નથી. મગજના હુકમ સાથે આંખમાં રોશની હોવી જોઈએ. એ પાણી નીકળી જાય તો મગજનું પણ કંઈ ના ચાલે. પગે ઓપરેશન કરે, આંખ જોઈ શકે પણ ઇજેકશન આપીને એક અંગ બંધ કર્યું હોય છે એટલે દુ:ખનો અનુભવ થતો નથી. કેવી અજબ શરીરની રચના છે ! બધું બનાવી શક્યાં. એક લોહીનું ટીપું કે વીર્યનું બુંદ પણ બનાવી શકતા નથી. એક ભાઈને મગજનું ઓપરેશન કર્યું. એક નસ તૂટી ગઈ એટલે નાકની ઇન્દ્રિય બંધ થઈ ગઈ. નરક મૂકો કે અત્તર મૂકો બધું સરખું લાગે. નાક એનું એ જ હતું. એક મિનિટમાં હૃદય કેટલી વાર લોહીને બહાર ધકેલે છે ? આ બધું શરીરશાસ્ત્ર જાણીએ તો “હું” કોણ તેનો ખ્યાલ આવે.
બીજી વાત કરી સતત લડતાં રહેવાની. શરીરના પરમાણુઓ જગતના પરમાણુઓ સાથે સતત લડતા રહે છે. એક જંતુ બીજા જંતુ સાથે લડે છે. નબળાને સબળું હરાવે છે. રોગ ત્યારે થાય છે જયારે નબળા જંતુઓ સબળાને હરાવે છે. લાકડું બળે છે. આપણે કહીએ છીએ કે લાકડું બળે છે પણ પ્રથમ તો તેના પરમાણુઓએ અગ્નિ સામે લડત આદરી પણ પછી હારી ગયા. પાણી ગરમ ત્યારે થાય છે કે જયારે અગ્નિ સામે લડે છે, પણ હારી જાય છે. એટલે અગ્નિમય બની જાય છે પણ તે જ પાણી અગ્નિના પરમાણુઓને હરાવી નાખીને મારી પણ નાખે છે. પગના બૂટ વરસમાં ઘસાઈ જાય છે. લોખંડ પણ ઘસાઈ જાય છે તો ખુલ્લા પગે ચાલીએ તો આખી જિંદગીમાં તો ઢીંચણ સુધી ઘસાઈ ગયા હોત ! પણ પરમાણુ ઘસારા સામે લડે છે. ખૂટતી વસ્તુ મૂકી દે છે. કપડું ફાટી જાય છે પણ ચામડી ફાટતી નથી. ઘસારો તો પાર વગરનો પણ લડતમાં એ જંતુઓ જીતી જાય છે. વીર યોદ્ધો હંમેશાં લડતો હોય છે. અન્યાય સામે રાગ-દ્વેષ રાખ્યા સિવાય તે અંતરશત્રુઓ સામે પણ માનવીએ લડતાં રહેવું જોઈએ. રાગદ્વેષ, માન-માયા, છળ-કપટ, જૂઠ-ચોરી વગેરે દુર્ગુણો જંતુઓ સામે લડવું જોઈએ. સારું ય જગત લડ્યાં કરે છે. પ્રાણીમાત્ર – પુદ્ગલો વગેરે સૌ લડ્યા કરે છે. સબળો નબળાને મારી હટાવે છે. જીવનનું ધ્યેય લડવું, જીત મેળવવી એ જ છે. એ જીત ભૌતિક વસ્તુઓની તો ખરી જ પણ મુખ્ય તો આધ્યાત્મિકતાની છે. ૨૦૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું