Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 249
________________ આજે વિશ્વવાત્સલ્યની બીજી મિટિંગ થઈ. ઘાટકોપરના આગેવાનો હરભાઈ દોશી - સંઘ પ્રમુખ, બચુભાઈ ગોસલિયા - મંત્રી, હઠીભાઈ અને કેવળચંદભાઈ, ચીમનભાઈ, ખુશાલભાઈ વગેરે સભ્યો આવ્યા હતા. પાલનપુરવાળા કાનભાઈ ઝવેરી અને બીજા પચ્ચીસ ભાઈઓ આવ્યા હતા. બંધારણની દરેક કલમ ઉપર ઠીક ઠીક ચર્ચાઓ થઈ. આજીવન સભ્યોની ફી ૨૫૧ થી ઓછી કરી ૧૦૧ ઠરાવી. સામાન્ય સભાસદની ફી એક રૂપિયાને બદલે બે રૂપિયા રાખી. સૈદ્ધાંતિક મતભેદ પડે તો છેલ્લો નિર્ણય મુનિશ્રી સંતબાલજીનો સ્વીકારવો. આ સુધારા મંજૂર થયા. નિયામક સમિતિએ એક મંત્રી ભાલ નળકાંઠાનો રાખવો કારણ કે ભાલનો અનુભવ શહેરોને ઉપયોગી થાય. તા. ૧૦-૬-૫૮ : આજે સવારે પ્રાર્થના બાદ મોટા ગુરુદેવે શરીરશાસ્ત્ર અન મનોવિજ્ઞાન વિશે વિસ્તારથી ઘણું કહ્યું. તેમણે કહ્યું કે હું કલાકો સુધી એનું ચિંતન કરું છું પણ પાર આવતો નથી. એક મગજની અંદર કેટલા ટેલિફોન ! માણસે જેટલું જોયું હોય તેમાંથી જેનો વિચાર કરે તેની ચાંપ દબાઈ અને એ દશ્ય ખડું થઈ જાય. ત્યાં આગળ એક મકાન ને બીજું મકાન થઈ ગયું હોય તે ન જોઈ શકાય. ટેલિવિઝન, વાયરલેસ ટેલિફોન એ જોઈને આપણને નવાઈ લાગે છે પણ શરીરની રચના તો જુઓ. હ્રદય સેકંડનો પણ આરામ લીધા સિવાય સતત કામગીરી બજાવ્યા જ કરે છે. લોહીને શુદ્ધ કરીને આખા શરી૨માં ધકેલ્યા કરે છે. દાંતની રચના કેવી અજબ ! એનું ઇનેમલ ના હોય તો દાંત કંઈ જ કામ ના આપે. વધારે ખારાશ ખાઈએ ત્યારે ઇનેમલ ઉપસી આવે છે એટલે ચાલુ સ્થિતિમાં ના આવે ત્યાં સુધી બીજો ખોરાક ખાઈ શકતો નથી. દાંતમાં પણ દાઢોની રચના, ખોરાક ખાવ એટલે જીભ તેને સંકોર્યા કરે, પાવડર બની જાય, એમાં પાણી (થૂંક) રેડાયા કરે, માખણ જેવું થાય એટલે મીઠાશ આપે. અથાણાની ખારાશ, ખટાશ, તિખાશ વગેરેમાંથી ખોરાકનું લોહી થાય. અશુદ્ધ લોહીમાંથી ગંદું પાણી છૂટું પડે. એકબીજા તે લોહીને શુદ્ધ કરે અને ખરાબ હવા બહાર કાઢી નાખે. મળમાં પણ એમ જ છે. આંખમાં કંઈક જીવડું પડ્યું હોય તો તરત ખબર પડે. તેનામાં બોલવાની કળા નથી એટલું જ. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતાં આઠ મિનિટ લાગે છે. ચંદ્રને પોણા બે મિનિટ અને તારાઓને તો વરસોવરસ લાગે છે પણ મનની ગતિ તો એથી અનેક ગણી વધારે. જગતમાં જે કંઈ દેખાય છે તે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું ૨૦૩

Loading...

Page Navigation
1 ... 247 248 249 250