Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 245
________________ આટલી બધી સામયિક થાય છતાં સમાજમાં આમ કેમ ચાલે? સંતબાલે કોળી, વાઘરી પાસે ખોટી આદતો છોડાવી. પણ એ લોકોએ ત્યારે માન્યું કે જયારે તેમનાં દુઃખ દૂર કર્યા છે ત્યાં પ્રાયોગિક સંઘ કયો છે. એની એવી ઈચ્છા છે કે અહીં એવો સંઘ થવો જોઈએ. ભાલ નળકાંઠામાં પ૦૦ ગામમાં તેણે કામ શરૂ કર્યું છે. તેણે એકેન્દ્રિયના ભોગે પંચેન્દ્રિયનું કલ્યાણ કર્યું અને એકેન્દ્રિયની રચના કરી. પંચેન્દ્રિયને છોડી દીધાં. કોઈ માણસ ખૂન કરે અને ખૂની છૂટી જાય તે કેમ ચાલે ? તેણે શુદ્ધિપ્રયોગ શરૂ કર્યા. સફળતા મેળવી. મારે વાતો વધારે નથી કરવી. એ તો એ કહેશે પણ કંઈક વિચારવું જોઈએ. આપણે બે ચોપડા રાખીએ. કોર્ટમાં ખોટું બોલીએ, સુધરીએ નહીં. એક માણસે ચોરી કરી. ઉપવાસ શરૂ થયાં ને તે માની ગયો. આવું કોર્ટના કરી શકત. ધર્મ પામવા નીતિ જોઈએ. સમાજમાં કંઈક કામ થાય. શ્રેય કરી શકો અને એ પણ અહિંસાને માગે. ઘણાંને લાગે કે આ કહ્યું, આ ના કલ્પ પણ મુંબઈમાં આવ્યા જ છીએ. ઘણુંયે ના કહ્યું એવું કરવું પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોવો જોઈએ. બળ જોવું, કક્ષા જોવી, કાળ પ્રમાણે ફેરફાર કરીએ તો સમાજ જરૂર સુધરી શકે. રતિલાલભાઈએ કહ્યું કે, પૂ. સંતબાલજીએ પોતાનું જીવન સમાજકલ્યાણ માટે ખસ્યું છે. એવાં કાર્યો અહીં થાય તેની વિચારણા કરવા મને બોલાવવામાં આવ્યો છે. ચીમનભાઈ ચકુભાઈએ ભાલના શુદ્ધિપ્રયોગનો અનુભવ અને સંતબાલજીની દૃષ્ટિ, તેમની શક્તિનો ઉપયોગ વગેરે સમજાવ્યું હતું. ઘાટકોપર સંઘના પ્રમુખે ટેકો આપ્યો. બીજા પણ કેટલાક ભાઈઓ બોલ્યા. એક ભાઈએ સંસ્થા રચવા સિવાય કામ કરીએ તો વધુ સારું નહિ ? એ પ્રશ્ન મૂક્યો. વિનોબાજી પણ સંસ્થા બનાવ્યા સિવાય આગળ કામ કરવાનું કહે છે. પૂ. સંતબાલજી મહારાજે છેલ્લે જણાવ્યું કે ગાંધીજી આપણી વચ્ચે જ થઈ ગયા. તેમણે કહ્યું આ બધું કામ સાધુ-સંતો કરે. આજે બૉમ્બયુગ ચાલે છે. યૂનો સંસ્થા છે પણ તેમાં જૂથવાદ છે. આપણે દુનિયાના રાજકારણમાં પ્રવેશ કરવો હોય તો કોઈ સંસ્થાની જરૂર પડે છે. એ સંસ્થા આજે કોંગ્રેસ છે. રાજકીય રીતે કૉંગ્રેસ રહે તેમાં કોઈને વાંધો નથી લાગતો. સામાજિક, આર્થિક બાબતોમાં તેની પ્રગતિ અટકી છે. તો અહિંસક રીતે એ પ્રગતિ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું ૧૯૯

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250